Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 116
________________ 224 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની ઇચ્છાનુસાર પરબ્રહ્મને પ્રાપ્ત કરવાને માટે ગૂઢમાં ગૂઢ રહસ્યો બતાવ્યા, પછી 63 શ્લોકમાં ભગવાન કહે છે. મેં તેને ગૂઢ જ્ઞાન આપી દીધું, હવે તારી ઇચ્છામાં આવે તે કર, તું મારો પ્રિય છે. એટલે તારા હિતની વાત કરીશ. તું મારો થઈ જાય. મારામાં વિશ્વાસ રાખીને મારા શરણે આવ. તેને કોઇ ધર્મનું બંધન રહેશે નહિ. અર્થાત્ સ્વધર્માન્જરિત્યજ્ય મામેકં શરણં વ્રજ સર્વ ધર્મોનો પરિત્યાગ કરી, મારે શરણે આવી જા. અહીં ધર્મ શબ્દ કર્તવ્યકર્મનો વાચક છે. સઘળા કર્મના પરિત્યાગ એટલે શું? ગીતા આપણે સતત કર્મો કરવાની આજ્ઞા આપે છે તો પછી કર્મના પરિત્યાગની વાત ક્યાં આવી? ગીતા અનુસાર સર્વધર્મનો અર્થાત્ સર્વકર્મનો ત્યાગ એટલે ભગવાન ને નિરાંતે, વિશ્વાસ રાખીને કર્મો કરવા તે. આપણા ભાગ્યમાં આવેલ બધા કર્મો કોઇ પણ હિસાબે કરવાના છે. જો ભગવાન પર ભરોસો, વિશ્વાસ હશે તો યોગ્ય ફળ મળશે જ.. 63 શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મયોગ, જ્ઞાન, યોગ ભક્તિયોગ, સંન્યાસ યોગ, મંત્ર યોગ, હઠયોગ, રાજયોગ વગેરે જે કંઇ સાધનો છે. તે કેવળ મારા દ્વારા નિર્મિત અને મને જાણવા માટેનાં ગૂઢ રહસ્યો સમાન છે. જેને તેની પ્રકૃતિ અનુસાર જે અનુકુળ હોય તેને પસંદ કરે છે. એમાં ઝઘડાં ક્યાં આવ્યા? જેને મારામાં ભાવ છે તેને તે રહસ્યો, સરળતાથી સમજાય છે. બીજાને માટે તે ગુપ્ત છે. એટલે જેને મારા ભાવ નથી. તે કોઇ પણ સાધનનો ઉપયોગ નહિ કરે, તે માત્ર નિરર્થક જીવન જીવશે એટલે જેને મારામાં શ્રદ્ધા છે તે અંતે મારો જ છે. આવાશ્રદ્ધાવાળાને આપોઆપ ગીતાના રહસ્યોને સમજી શકે છે. શ્રીકૃષ્ણ અને અર્જુનવચ્ચે ચાલી રહેલો ગીતાસંબંધીસંવાદ ૭૩ના શ્લોકમાં “કરિષ્ય વચનં તવ’ વાક્યથી પૂરો થાય છે. “કરિષ્ય વચનં તવ’ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ 2 25 એટલે અર્જુન કહે છે કે હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ. આ વાક્યથી અર્જુનનો ભગવાન પ્રત્યેનો શરણ ભાવ, વ્યક્તિ ભાવ પ્રકટ થાય છે. ત્યાર પછી 74 થી 78 શ્લોકમાં સંજયની અનુભવ વાણી આવે છે જેમાં જેમાં સંજય કહે છે કે યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખે ગીતાના ગુપ્ત રહસ્યવાળો યોગ રહસ્ય મને સાંભળવા મળ્યો, તેને મારું ભાગ્ય સમજું છું તે સાંભળીને હું ધન્ય બન્યો છું. અહીં સંજયે ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર એટલા માટે કહે છે કારણ કે બધા યોગોનો ઇશ્વર માલિક છે. યોગનો અર્થ એટલે જોડાવવું. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિથી જેની સાથે આપણી જાતને જોડી શકીએ. તે યોગેશ્વર, જેની કૃપા વગર આપણે કશું જ કરી શકતા નથી. તેથી મનુષ્ય પોતાનું સમગ્ર જીવન સમગ્ર કમ, એ પછી, જ્ઞાન, કર્મ કે ભક્તિના હોય પરંતુ ઇશ્વરમય બનીને કરવાના છે. આમ અઢારમા અધ્યાયની સમાપ્તીથી ભગવદ્ગીતા પૂરી થાય છે. 116

Loading...

Page Navigation
1 ... 114 115 116