________________
૨૧૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
અધ્યાય : ૧૮ ગીતાના સત્તર અધ્યાય સુધી ભગાવન શ્રીકૃષ્ણ અર્જુનના દરેક પ્રશ્નનો સિદ્ધાંત પક્ષે ગહન વિસ્તૃત ઉત્તર આપીને, અર્જુનને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આમ છતાં આ બધા વિષયોને પૂરેપૂરો ન્યાય આપી શકાય અને જીવનનું અંતિમ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકાય, તે માટે આ અઢારમા અધ્યાયમાં આગલા સત્તર અધ્યાયને પુનઃસારાંશ આપી, ગીતાના ગૂઢ જ્ઞાનને સંક્ષેપમાં રજૂ કરી, મનુષ્યમાત્રને અંતિમ લક્ષ્યને સાકાર કરવા આહ્વાન કરેલ છે.
જેવી રીતે ગીતોનો બીજો અધ્યાય, ગીતાના બાકીના અધ્યાયના વિષય વસ્તુની પ્રસ્તાવના છે તે જ રીતે આ અંતિમ અઢારમો અધ્યાય પણ ગીતાના સારાંશરૂપ ઉપસંહાર છે.
આ અધ્યાયની શરૂઆતમાં સર્વકર્મનો મનથી અભ્યાસ કરી અધ્યાય ૫ શ્લોક ૧૩ તથા કર્મના ફળ અને આસક્તિનો ત્યાગ કરી અધ્યાય ૪ શ્લોક ૨૦ જેવા વચનોમાં ત્યાગ અને સન્યાસ શબ્દનું પ્રયોજન થયેલ છે. તેનો ઊભય અર્થ એક જ છે કે ભિન્ન છે. તે જાણવાની ઇચ્છાથી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે સંન્યાસ અને ત્યાગને હું અલગ અલગ સમજવા ઇચ્છું છું.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૧૯ ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરરૂપે કહે છે સન્યાસ અને ત્યાગ બંન્ને ભિન્ન ભિન્ન શબ્દો છે. પોતાની પ્રકૃતિ, બુદ્ધિથી, વ્યક્તિ વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. વિદ્વાનો ભૌતિક ઇચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને સન્યાસ કહે છે. જ્યારે સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી ત્યાગ કહે છે. અર્થાત્ નિષ્પક્ષ ભાવથી કરેલ ત્યાગ સાચો ત્યાગ છે. આવા કર્મમાં કર્તાભાવ બિલકુલ હોતા નથી.
એક ગુરુ અને શિષ્ય આશ્રમમાં રહી બ્રહ્મચર્ય સહિત સાધના કરતાં હતા, એક દિવસ કોઇ કામ અર્થે આશ્રમની બહાર ગામમાં જવાનું થયું ત્યારે એક સુંદર સ્ત્રીને બે ભાન અવસ્થામાં પડેલ જોઇને, ગુરુએ તરત જ સ્ત્રીને ભાનમાં લાવવા માટે ખભે ઉંચકીને એક ઝાડ નીચે લઇ ગયા, તેને જરૂરી સેવા ચાકરી તેને ભાનમાં લાવ્યા, શિષ્ય આ દેશ્ય જોઇને આશ્રમમાં પાછો આવ્યો, જ્યારે ગુરુ આશ્રમમાં આવ્યા ત્યારે શિયએ કહ્યું ‘તમે સ્ત્રી સંગના ત્યાગનો ઉપદેશ આપો છો, અને તમે જ સ્ત્રીને ઉંચકીને લઇ ગયા ત્યારે ગુરુએ શાંત મનથી કહે છે હે વત્સ, હું તો સ્ત્રીને ત્યાં જ છોડીને આવ્યો, પરંતું તું તેને છેક આશ્રમ સુધી લઇને આવ્યો, તેનું શું?
અહીં ગીતા કહે છે કે શિષ્યનો સંન્યાસનો દાવો કેટલો પોકળ છે. શિષ્યનો મન, વચન અને કર્મથી સંન્યાસ નથી, પણ સાંસારિક હણતાં કર્મોનો સન્યાસ છે જે સાચો ત્યાગ નથી, પણ પરાણે મન કમને લીધેલો ત્યાગ છે. જે ભાગેડુવૃત્તિ છે. હે અર્જુન તારો યુદ્ધ નહિ કરવાનો નિર્ણય કેવા પ્રકારનો છે. તે તું નક્કી કર, સન્યાસ તો કર્મનો નહી પણ સંકલ્પનો હોવો જોઇએ, અને સંન્યાસ તો કર્મનો નહીં પણ સંકલ્પનો હોવો જોઇએ અને સંન્યાસ, ત્યાગ સિદ્ધ પામીને પરમતત્વને પામે છે.
113