________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨0૫
૨૦૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતામાં આગળ આવશે કે જે ભૂત પ્રેતની ભક્તિ કરે તેની શ્રદ્ધા તામસી છે. આ રીતે ગીતા શ્રદ્ધાને પ્રજ્વલિત કરે છે. અને અંધશ્રદ્ધાનો ઘા કરે છે.
આ સંદર્ભમાં ગીતાજ્ઞાન બહુ ઉત્તમ છે. પરંતું આ માટે પહેલાં પાત્ર થવું પડે. અધિકારી થવું પડે. અધિકારી સિવાય જ્ઞાન થતું નથી.
અધ્યાય : ૧૬ પંદરમાં અધ્યાયને “પુરુષોત્તમ યોગ' કહ્યો છે. જેમાં પુરુષ અને પુરુષોત્તમ વચ્ચે કોઇ ભેદભાવ રાખ્યા વગર વિશ્વમાં જે કંઇ અસ્તિત્વ છે તે બધું જ એક જ તત્વનો વિલાસ કે લીલા છે એમ કહી, ભવ્ય એકતા કે એકત્વની વાત કહી. પુરુષોત્તમ સાથે યોગ સાંધવાનો (જોડાણ કરવાનો) રસ્તો બતાવ્યો છે. તેથી આ અધ્યાય પુરુષોત્તમ યોગ’ નામને સાર્થક કરે છે.
- તાત્વિક નજરે ગીતા અહીં પૂરી થાય છે. કારણ કે ગીતા કહેવાનો મુખ્ય આશય “મહાભારત યુદ્ધ નહિ કહું. હું આમને નહિં મારું, નહિં મારી શકે એવી મોહજનિત મનઃસ્થિતિમાંથી અર્જુનને બહાર લાવવાનો છે. તેથી ભગવાન ક્રમે ક્રમે બધું સમજાવી પંદરમા અધ્યાયમાં આવતાં આ એકના અને અનેકનાવિલક્ષણ ખેલનું સમજાવી તું મારનારનો કોણ?” મારી ઇચ્છા વગર ઝાડનું પાન પણ ન હાલી શકે, ત્યાં તું મારી ઇચ્છા વગર શું યુદ્ધ કરવાનો છું. હું કરું છું. હું કરુ છું. તે તો ખાલી ભ્રમણા છે. ખરેખર કરનાર હું છું. એમ ભગવાન જણાવી યુદ્ધના આરંભમાં ઉભી થયેલી ગૂંચ ભગવાને ઉકેલી આપી, આ રીતે અર્જુન યુદ્ધમાં સામેલ થઇ જાય તેવી ભૂમિકા તૈયાર થતાં ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય સિદ્ધ થયો. ગીતાની મુખ્ય વાત અહીં પૂરી થઇ.
106