________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ થઇ સંસારરૂપી વૃક્ષને કાપીને માર્ગને સાફ કરવાની. જે માર્ગ દ્વારા કર્તવ્ય સ્થાને પહોંચવાનું છે તે સ્થાન કેવું છે? જ્યાં પહોંચ્યા પછી પાછુ ફ૨વાનું મન થતું નથી. એટલું નહિં એક વાર સિદ્ધિ રૂપી વીઝા મળી જતાં શાશ્વત કાળ સુધી ત્યાં એવાનો પરવાનો મળી જાય
છે.
૨૦૦
એ સ્થાન એટલે જેના થકી સૂર્ય, તારા, ચંદ્ર બધા પ્રકાશિત થાય છે જ્યાં જોઇ સંસારનો પ્રપંચ હોતો નથી. આવું ઉત્કૃષ્ટ સ્થાન જ્યાં પરમતત્વ છે તેથી તેને પરમધામ કહેવામાં આવે છે. પરંતું ભક્તોની વિવિધ માન્યતાઓને કારણે બ્રહ્મલોક, સાકેતધામ, ગોલોકધામ, દેવીદ્વીપ, શિવલોક વગેરે બધાં એક જ પરમધામનાં ભિન્નભિન્ન નામો છે.
આ પરમધામ વાસ્તવમાં ભગવાનું કે પરમતત્વનું નિવાસ
સ્થાન એ કોઇ ભૌતિક કે ભૌગોલિક સ્થાન નથી. પરમ તત્વ એ કોઇ ભૌતિક તત્વ નથી. એ તો પરાભૌતિક, મનોગમ્ય, સંકલ્પમય, આધ્યાત્મિક, વૈરાગ્યતત્વ છે જે સર્વવ્યાપી છે. જેનું કોઇ સ્થાન, દિશા નથી, કોઇ સીમાઓ નથી. એ દેશ, કાળથી પર એવું શાશ્વત, સનાતન તત્વ છે. તેથી તેનું કોઇ ચોક્કસ સ્થાન કે સરનામુ ન હોઇ શકે, આ પરમધામ જ્યાંથી સૂર્ય, ચંદ્ર પ્રકાશિત થાય, જગતની બધી જડ અને ચેતન પ્રકૃતિનું ઉદ્ભવ સ્થાન શોધવું તે આધ્યાત્મિક, આ રીતે જીવ વાસ્તવમાં પરમતત્વનો અંશ છે. તેથી તેને પોતાના સ્થાને પહોંચવું ગમે છે. પરંતુ તેમાં અવરોધ પેદા કરે છે પાંચ ઇન્દ્રિય અને મન, જે જીવને પોતાની તરફ ખેંચી રાખે છે. અને પછી જ્યારે દેહ છોડીને બીજા દેહમાં જાય ત્યારે આખું તંત્ર ભેગું થઇ જાય છે. જેમ પવનમાં સુગંધ કે દુર્ગંધ કશું જ નથી. પણ પવન જ્યારે બગીચા તરફથી આવે એટલે બગીચાના પુષ્પની સુગંધ લઇને આગળ જાય છે. એમ જીવ જ્યારે બીજા દેહમાં જાય છે. ગયા દેહની રહી ગયેલી વાસનાઓ પણ સાથે લઇ જાય છે
104
૨૦૧
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. આ સૂક્ષ્મ દેહ ભૌતિક દેહ ધારણ કરવાનું કારણ બને છે. આમ જન્મ મરણના ફેરા સતત ચાલ્યા કરે.
આ જન્મમરણના ફેરાને અજ્ઞાની મનુષ્યો સમજી શકતા નથી. આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વિષયોને કેવી રીતે છોડી દે છે. કેવી રીતે ભોગવે છે. આ પ્રક્રિયાઓ જ્ઞાની લોકો સારી રીતે સમજી શકે છે. અજ્ઞાનીઓ તેમને સમજી શકતા નથી. તેથી તેને તેઓ ખોટો બકવાસ ગણે છે.
ભગવાન ધીરે ધીરે પોતાનો પ્રભાવ પાથરતાં કહે છે સૂર્યમાં રહેલું તેજ, ચંન્દ્રમાં રહેલો પ્રકાશ, અગ્નિમાં રહેલી ગરમી, એ રીતે સર્વત્ર રહેલી તમામ શક્તિઓ મારી છે. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરુ છું. જેથી તેઓ પોતાની મર્યાદામાં રહે છે.
એ રીતે હે અર્જુન! આત્માની પાસે હું અંતર્યામી પણે બેઠો છું. ઉપરાંત દરેકની હોજરીમાં તમામ જીવ પ્રાણીના દેહમાં એ જઠરના અગ્નિરૂપે હું વિદ્યમાન છું. અને માણસો જે કાંઇ ખાય છે તે બધુ હું જ પચાવી દઉં છું.
હું જીવ માત્રનો પ્રાણ છું તેને શ્વાસ પ્રશ્વાસમાં હું છું. દરેકના હૃદયમાં રહેલો હું છું. તેમની સ્મરણરૂપે હું બિરાજુ છું. જ્ઞાન પણ હું છું. એટલું જ નહિં, વિસ્મૃતિ પણ હું છું. ઘણી બાબતોની વિસ્મૃતિ થઇ જાય, તેમાં પણ સુખ હોય છે.
કે
ભગવાન આગળ કહે છે કે હું માત્ર અંતર્યામી, કે પરમતત્વ છું એટલું જ નહિં, વેદોનું નિમિત્ત પણ હું છું. અને સર્વ વેદોનો શાતા પણ હું જ છું. તમામ વેદો મારા સ્વરૂપના જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવો હું છું.