________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જેનો આદિ કે અંત નથી. તેને શોધવું કેવી રીતે, જે વાસ્તવમાં ધારીએ છીએ તે ખરેખર છે. તેને ત્યજવું કેવી રીતે? કોઇને સ્વપ્નમાં અસ્કમાત થાય તેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેને ખૂબ વેદના થાય છે. ડૉક્ટર કહે છે. ઓપરેશન કરવું પડશે. બે લાખ રૂપિયા હાજર કરો. પછી જ ઓપરેશન થશે, ઘરના તેમજ પોતે ખૂબ જ ગભરાઇ જાય છે. હવે મારું શું થશે, ત્યાં આંખો ખુલે છે જાગૃત અવસ્થા આવે છે. ત્યારે તેને આ તો ભ્રમણા હતી. વાસ્તવમાં તેને કશું થયું નથી. તેને નથી બે લાખ રૂપિયાની જરૂર કે નથી કોઇ દવા દારૂની જરૂર.
૧૯૮
એમ અજ્ઞાનથી ઉભાં કરેલાં જે દુઃખો છે. તે અજ્ઞાનથી ઉભાં કરેલાં બંધનો એને કાપવા માટે અસંગ શાસ્ત્ર કામ લાગે. આ અસંગ એટલે શું? સરળ શબ્દોમાં અસંગ એટલે વૈરાગ્ય. સંગથી ઉલટો તે અસંગ. સંગ એટલે આસક્તિ, એક વસ્તુ સાથે નિત્ય રમતા રહીએ. એના ઉપર આપણાં મન, પ્રાણ, ઇન્દ્રિયો ખૂબ લાલસા સાથે ચીટકી રહે તો સંગ છે. એમ કહેવાય, સંગ ન રાખવો તેનું નામ સત્સંગ, તેથી જે જ્ઞાની હશે તે સત્સંગના શાસ્ત્રથી આસક્તિના ઝાડને કાપી નાંખે, કે એના પાંદડા, ડાળીઓ મૂળિયાં બધું જ સૂકાઇ જાય. કપાઇ ગયેલું વૃક્ષ જેમ પડી જાય. એનાં પાંદડે પાંદડાં મૂળમાત્રથી સૂકાઇ જાય. એ જ રીતે આસક્તિ અને વિષય વાસના સૂકાઇ જાય. તો સમજવું કે સંસારરૂપી વૃક્ષ કાપ્યું છે.
સંસારવૃક્ષને કાપવાનો દૃઢ નિશ્ચય છે સંકલ્પ છે. પ્રયત્ન પણ છે અસંગથી. શસ્ત્રની ધાર, સંસારવૃક્ષને કાપવા માટે સમર્થ ન હોવાથી ખરેખર આ વૃક્ષને કાપી શકાતું નથી. ક્યારેક થોડીવાર જ્ઞાન તો બધાને થાય છે. કંઇક એવી વિકટ પરિસ્થિતિ હોય તો એમ થઇ જાય છે કે શું હવે આ સંસારમાં રહ્યું શું છે? એટલે સંસાર પર બરાબર ઘા પડ્યો, પરંતુ જ્યારે લીલો ઘા પડ્યો. મોહનો ઇન્દ્રિય આસક્તિનો ત્યારે તે
103
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૯૯
શસ્ત્ર બુદું થઇ જાય છે. અર્થાત્ ઘણાને તો મહિનો બે મહિના ભગવાન યાદ આવતા હોય છે. પણ એવું જ્ઞાન થોડીવાર માટે જ થાય માટે એ દેઢ નહિં, પરંતુ મજબૂત, ધારવાળું એવું સત્સંગ શસ્ત્ર હોય એમાંથી જ આ સંસારરૂપી વૃક્ષ કપાય છે. બાકી સામાન્ય શસ્ત્રથી કપાતું નથી.
આ સત્સંગના શસ્ત્રને મજબૂત, ધાર વાળો, બનાવવા શું કરવું જોઇ? તેનો ઉપાય શું? ગીતા આ હથિયારને મજબૂત બનાવવા માટે
સચોટ ઉપાય બતાવે છે. ગીતા કહે છે કે તીવ્ર વૈરાગ્યના અગ્નિમાં બરાબર તપેલા કુહાડો લો, ત્યાર પછી તિક્ષણ ધાર માટે અનાસક્ત સંતો, મહાત્માઓ પાસે જઇને સંત્સંગરૂપી હથોડીના ઘા મારો, આમ તીવ્ર વૈરાગ્યથી સત્સંગ મજબૂત બનશે. અને સત્સંગથી તે ધારવાળું બનશે, આ શસ્ત્ર હોવાથી તે જરૂર કપાશે. પરંતું સામે પક્ષે સંસારરૂપી મજબૂત, વિશાળ વૃક્ષ હોવાથી તેને કાપવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે ત્યારે તેને બીજી રીતે પણ વિચારવું પડે છે.
સંસારનું વૃક્ષ નિરંતર ફાલતું ફલતું કેમ રહે છે? કારણ કે આપણે તેને નિરંતર પાણી પાતા રહીએ છીએ. જે ઝાડને સતત ને પૂરતું પાણી મળ્યા કરતું હોય તે નિરંતર વધતું જ રહેવાનું. સંસારરૂપી વૃક્ષને વિષયો, વાસનાનઓ ઇચ્છાઓ રૂપી પાણીથી તેનું સિંચન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. અર્થાત્ બહારથી ત્યજ ને અંદરથી ભજો તેથી કંઇ વળવાનું નથી. અંદરથી અને બહારથી ત્યજવું એ જ સાચું ત્યજવું. અંદરથી ત્યજ્યા પછી કોઇ વખતે બહારથી જ જાતું હોય તો પણ વાંધો ન આવે. પણ મુખ્ય વાત છે અંદરથી ત્યજવાની, એ જ સાચો વૈરાગ્ય છે.