________________
૧૯૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઉત્તમ ઉત્પન્ન થયું છે. પ્રકૃતિ અને પુરુષમાંથી સર્વ કાંઇ ઉત્પન્ન થયું છે, એટલે સંસારના મૂળિયાં ત્યાંથી શરૂ થયાં. અને ડાળાં અને પાંદડા નીચે શરૂ થયાં. તો અહીં અશ્વત્થ એમ કહ્યું છે.
સંસારના મૂળિયાં ઉંચા છે. શ્રેષ્ઠ છે. ભગવાનથી ઉત્પન્ન થયેલાં છે. અને પછી વિસ્તરેલી એની અનેક શાખાઓ છે. પરંતું જેમ પાંદડા અંગે શાખો બદલાય છે. પાનખરમાં પાંદડા ખરી પડે છે અને વસંતમાં નવા આવે છે. તે જ રીતે તેની શાખાઓ સૂક્ષ્મ રીતે બદલાય છે. અને નવી આવે છે તેમ આ સંસારની કોઇ કાલ નથી. આવતીકાલનો કોઇ ભરોસો નથી. સંસાર નદીના પ્રવાહની જેમ નિત્ય વહેતું પાણી છે. પ્રત્યેક પળે પાણી આગળ ચાલતું જાય છે. તેમ સંસારમાં પણ વહે છે. સંસાર એટલે નિત્ય બદલતો રહેતો એક પ્રવાહ. સંસારની કોઇ પણ જડ કે ચેતન વસ્તુ એવી નથી કે તે પ્રત્યેક પળે ન બદલાતી હોય. આજથી હજારો વર્ષ પહેલાં હિમાલયનો ન હતો, પરંતું ભૂસ્તમાં ફેરફાર થતાં જલ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જલ નું નિર્માણ થયું. અર્થાત્ આ જગત
હંમેશા પરિવર્તનશીલ છે. વિશ્વમાં માત્ર ભગવાન સિવાય કોઇની ગેરંટી નથી. જેની ગેરંટી માંગીએ છીએ તે ખરેખર છે. અને જે ખરેખર વિનાશી છે. તેની ગેરંટી માંગીએ છીએ. જે ભગવાનની સાબિતી માંગનારનો જડબાતોડ જવાબ છે.
આ રીતે આ સંસારવૃક્ષ સતત ઘસતું જ જાય છે. એ શાશ્વત નથી. અખંડ નથી. છતાં પણ આ સંસારને સાચી રીતે સમજે તે ગીતાની દૃષ્ટિએ વેદનો જ્ઞાતા છે. વેદ એટલે વિચાર, વેદ એટલે જ્ઞાન, તો સાચી કોને કહેવો? વિચારવાળો કોને કહેવાય? વિવેકવંત કોને કહેવાય કે સંસારને સાચી રીતે સમજી શકે. જે આ સંસારને સમજ્યો નથી, એ અજ્ઞાની છે. જેને આપણે ઓળખવાનો દાવો કરીએ છીએ તેને ખરેખર આપણે ઓળખી શકતા નથી. અને જેને ઓળખ્યા નથી તેને ઓળખવાનો આનંદ લેવા જેવો હોય છે.
102
૧૯૭
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે પહેલાં શ્લોકના મર્મને સમજીએ તો સંસારને સાચી રીતે સમજી લે. સંસારમાં રહેવા છતાં સંસારથી પર બનીને ભગવદ્ કાર્ય કરી શકીશ. સંસારનો દોષ જોયાં વગર સંસારને ઓળખ, ઓળખ જ્ઞાનની ખાણ છે. આ સંસાર એક કેરી જેવી છે. કેરી નાની હોય ત્યારે કડવી લાગે છે. મોટી થાય ત્યારે ખાટી લાગે છે. અને પાકે ત્યારે મીઠી
લાગે છે. સંસારનું પણ પ્રથમ દૃષ્ટિએ આવું જ છે. આ સંસાર વૃક્ષની ડાળીઓને ત્રણ ગુણોનું સિંચન થયું છે. સત્વ, રજસ અને તમસ, તેની આ ડાળીઓને નાનાંનાનાં કૂપળો બહુ લાગેલાં છે. આ ડાળીઓ શરૂઆતમાં તૂરી લાગે, પછી કડવી લાગે. શરૂઆતમાં સંસાર અમૃત જેવો લાગે. પરંતુ પાછળથી ઝેર નાં પરિણામો છે.
કૂંપળો રૂપી વિષયોને ઓળખી લેવાની જરૂર છે. પણ એની જે ડાળીઓ જે સર્વત્ર ફેલાયેલી છે. અર્થાત્ વિષય વાસનારૂપી ડાળીઓ નીચે એટલે ધરતીલોક અને ઉપર એટલે સ્વર્ગ સુધી ફેલાયેલી છે. દેવતાઓ પણ વિષય વાસનામાંથી બાકાત નથી. આમ એ પણ વૃક્ષની અંદર આવી જાય છે. કર્મ બંધન કોઇને છોડતું નથી. જેના મૂળિયાં સર્વત્ર ફેલાયેલાં છે.
આ સંસારરૂપી વૃક્ષને સમજવું ઘણું કપરું છે. કારણ કે તેના મૂળ અને શાખાઓ એકરૂપ હોવાને કારણે મૂળ અને શાખાઓને અલગ તારવી શકાતી નથી. તેથી ગીતા જ્યારે એમ કહે છે કે આસંસારરૂપી વૃક્ષને કાપો, પણ કુહાડો મારવો ક્યાં? કારણ કે વૃક્ષનો છેડો ક્યાં તેની ખબર પડતી નથી. તેથી તેને મૂળથી ઉખાડીને ફેંકી દેવું સહેલું નથી. આમ મનુષ્ય સંસારવૃક્ષના ભૌતિક વિસ્તારમાં ફસાય છે. ત્યારે તેને દેખાતું નથી ઇચ્છા અને કામના મૂળિયાં કેટલે સુધી વિસ્તરેલાં છે અને ન તો તે આ વૃક્ષની શરૂઆત ક્યાં થયેલી છે તેને જાણી શકે છે. તેમ છતાં ભક્તિના જ્ઞાનથી કાપી શકાય છે.