________________
૧૯૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રકૃતિનો જ ભાવ છે તેથી જ્યાં સુધી પ્રકૃતિ હોય ત્યાં ગુણો હોવાના જ. પણ તેણે પોતાની જાતને ગુણોની ક્રિયામાં સંડોવવાનો ઇન્કાર કરે છે. રામલીલા નું સ્ત્રીપાત્ર કોઇ પુરુષ ભજવે, ત્યારે તે સ્ત્રીનાં કપડાં પહેલે, બોલી, ચાલી હાવભાવ બધું એવું જ છે. તેમ છતાં તે ક્યારે પૌરૂષતત્વ ગુમાવી દેતો નથી. એ તખતા ઉપર તે સમય પૂરતું સ્ત્રીપાત્ર ભજવે છે એટલું જ. એમ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં ગુણો તો હોવના જ પણ તેને પોતાની જાતને ગુણોની ક્રિયામાં સંજોવવાનો ઇન્કાર કરી દીધો છે. વરસાદ પડે ત્યારે છત્રીના ઉપયોગથી વરસાદ સાથેનો આપણો નિસ્તંબ તૂડી જાય છે. તેમ ગુણો પણ જીવનું કંઇ પણ ન બગાડી શકે. એને ગુણાતીત કહેવાય.
જિજ્ઞાસુ અર્જુને ભગવાનના મુખથી ગુણાતીત સ્વરૂપ વિશે જાણીને, ભગવાનને પૂછે છે કે ભગવાન આ તો ખૂબ ઉચ્ચ સ્થિતિની વાત છે. આવા ત્રિગુણાતીતી આભાસો આ ધરતી ઉપર હશે ખરા? તેમનું આચરણ કેવું હોય છે? ક્યા લક્ષણોથી તેઓ ત્રિગુણાતીત બને છે?
અર્જુનના આ ત્રણ પ્રશ્નોનો ઉત્તર ભગવાન પાંચ શ્લોકોમાં આપે છે. સૌ પ્રથમ ગુણાતીતીતના લક્ષણો જોઇએ છે.
(૧) આત્મારૂપે રહે છે. ઘરમાં સંપત્તિ આવે કે જાય, તેમ છતાં તેના મનમાં જ્યારે પણ આનંદ થતો નથી. આ ઉપરાંત કોઇ પ્રત્યે દ્વેષ, ઇર્ષા કરતો નથી.
(૨)સાક્ષીભાવે રહે છે. ભૌતિક જગતની બધી ક્રિયા ઇન્દ્રિયતૃતી માટે નહિ પરંતુ આત્માના ઉન્નતિના ભાગ રૂપે રહે છે. યા ને આત્મ સંતોષ માટે રહે છે.
100
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૯૩
(૩) મિથ્યાપણાથી હંમેશા દૂર રહે છે. પોતે કોઇ ભૌતિક કે આધ્યાત્મિક ક્રિયા કલાપ કરશે. તેમાં યોગ્ય સિદ્ધિ મેળવશે. તો પણ તેને તેમાં સહેજપણ સ્વભિમાન રહેશે નહિં. આ ઉપરાંત મિથ્યા માન અપમાનથી એ સહેજ પણ પ્રભાવિત થશે નહિં.
(૪) સમભાવ સમદષ્ટિથી જગતને નિહાળે છે. કોઇના પ્રત્યે શત્રુભાવ કે મિત્રભાવ નહીં. અરે, જગતના બધા જીવો પ્રત્યે સમભાવ રાખશે કોઇને ઉંચ નીચ નહિં ગણે.
(૫) ધીર અને સ્વસ્થ રહેશે. ભૌતિક કે આધ્યાત્મિક ક્રિયા કલાપો વખતે હંમેશા ધીરજ રાખશે, સફળતા મેળવવા માટે ઉતાવળ નહિં કરે, અને જો નિષ્ફળતા મળે તો પણ નિરાશ નહિં થાય પણ સ્વસ્થ રહીને નિષ્ફળતાને પચાવી લેશે.
ગુણાતીતનાં આ લક્ષણોમાં સુખદુઃખમાં સમાનતા,
સમભાવ ધીરતા અને સ્વસ્થતા જેવા લક્ષણો જોયાં, આવા લક્ષણો આપણે અગાઉના અધ્યાયમાં સ્થિતિપ્રજ્ઞનાં લક્ષણોના સંદર્ભમાં થોડાક શાબ્દિક ફેરફાર સાથે જોયા, આવી ગુણાતીત સ્થિતિઓ માટે સાચો અધિકારી કોણ છે? તેના ઉત્તરમાં ભગવાન કહે છે.
દૃઢ ભક્તિથી જે મને જાણે એ ગુણાતીત બની જાય છે. જેના મનમાં દૃઢ નિષ્ઠા હોય કે ભગવાનનો હું ભક્ત છું. પરમાત્માની કૃપાથી ત્રણ ગુણથી પર છું. એમાં શંકા ન થાય. થોડાક માનસિક વિચારો બદલવા પડે. આમની દિશા નક્કી કરી, તેની ઉધ્વગામી બનાવો, આ રીતે કર્મની ચોક્કસ કેડીએ ચાલીને આધ્યાત્મિકની સાચી દિશા પકડી શકાય છે.