Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ ૧૮૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રકૃતિનાં એ ત્રણ રૂપો એટલે તેના ત્રણ ગુણો, જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી ઓળખાય છે. આ ત્રણના રૂપોમાં જગત બંધાય છે. તેથી તેને નિર્ગુણાત્મક કહેવામાં આવે છે. સત્વગુણ જીવોને કેવી રીતે બાંધે છે. રજોગુણ કેવી રીતે બાંધે છે. અને તમોગુણ કેવી રીતે બાંધે છે. એ હવે જોઇએ. સત્વગુણ નિર્મળ છે. બુદ્ધિને પ્રકાશ આપે છે. એટલે ગુણ અને જ્ઞાનના અંગથી જીવને બાંધે છે. પ્રકાશ એટલે જ્ઞાન કે સાફ, સ્વચ્છ દૃષ્ટિ કે સમજણ. પૂરું દેખાય, દૂર સુધી દેખાય, જેને કારણે પારમાર્થિક અથવા લૌકિક વિષયને સારી રીતે સમજવામાં બુદ્ધિ પૂરી રીતે કામ કરે છે. અને કાર્ય કરવામાં બહુ ઉત્સાહ રહે છે. સત્વગુણ વ્યક્તિને ગુચવાળામાં નાખે છે. તેથી બુદ્ધિમાં ભ્રાંતિ ઉભી કરે છે કે મારા દરેક કર્મો ધર્મમય, પારમાર્થિક હોવાને કારણે હું સદાય મુક્ત છું. કર્મ મને ક્યારે બંધન કર્તા રહેતાં નથી. Work is Wofkship આવું જ્ઞાન તેને સત્યની શોધમાં ઉપયોગી બને છે. પરંતું જીવ આવી ભ્રાંતિમાંથી બહાર નીકળે અર્થાતુ સુખ અને જ્ઞાનનો સંગ ન કરે પોતાના ગુણાતીત સ્વરૂપનો અનુભવ કરી લે છે. આ ગુણાતીત સ્વરૂપ એ પરમાત્માના અનેક ગુણોથી યુક્ત એવા પરમતત્વનો પોતે એક અંશ છે તેવો અનુભવ કરાવે. હવે બીજો દોષ રજોગુણ છે. એ તૃષ્ણાથી ને આસક્તિથી જીવને બાંધે છે. રજોગુણરાગ સ્વરૂપે છે. અર્થાત કોઇ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, ક્રિયા વગેરેમાં આસક્તિ તરત જ આવી જાય છે જ્યારે ૨જોગુણ વધી ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિયતૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે. રજોગુણી મનુષ્ય રાષ્ટ્ર અથવા સમાજમાં સન્માન ઇચ્છે છે. અને સુંદર સ્ત્રી સારાં સંતાન અહિત સુખી પરિવારની ઇચ્છા રાખે છે. આ રીતે જોતાં સમગ્ર ભૌતિક જગત રજોગુણી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૮૯ રજોગુણી સકામભાવથી કર્મો કરે છે. એટલે કર્મોના ફળની અપેક્ષા હોય છે. અને તેમાં પોતાનું સુખ જોવે છે આમ કર્મ અને ફળની સુખાસક્તિથી મનુષ્ય બંધાઇ જાય છે. ત્રીજો દોષ તમોગુણ છે. એ પ્રમાદ, આળસ અને નિંદ્રાથી મનુષ્યને બાંધે છે. તમોગુણમાં કર્મના ફળના પરિણામની અપેક્ષા હોતી નથી. પરંતું કર્મમાંથી મળતા સુખની અપેક્ષા તીવ્ર હોય છે. આ ત્રણે ગુણોના પ્રભાવની વાત ઉદાહરણ સાથે સમજીએ તો. જે જીવમાં સત્વગુણોનો પ્રભાવ વધુ હોય ત્યારે તે જીવ વ્રત ઉપવાસ કરીને એકદિવસ ભૂખ્યા રહેવાનું પ્રારબ્ધ ભોગવી લે છે. અને કોઇ દિવસ તે વ્રત ઉપરવાસને કારણે ભૂખ્યો રહે ખરો પરંતુ મનભાવતું જોતાં જ તેનું મોં પાણી પાણી થઇ અને ભૂલથી મોમાં તેને મૂકી દે પણ ખરો, એટલે પોતાને આજે ઉપવાસ છે. તે યાદ પણ ન રહે તે રજોગુણ, અને કોઇ દિવસ તમોગુણ નો પ્રભાવ વધી જાય ત્યારે થાક, કંટાળાને કારણે તે વ્રત ઉપવાસ જ ન કરે. સત્વ, રજ અને તમસ આ ગુણો મનુષ્યને બાંધે છે ખરા. પરંતુ આ ત્રણે ના બાંધવામાં પ્રકારમાં ફરક છે. સત્વગુણ અને રજોગુણ સંગથી’ બાંધે છે. અર્થાત્ સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી તથા રજોગુણ કર્મોની આસક્તિથી બાંધે છે. આથી સત્વગુણમાં સુખસંગ’ અને જ્ઞાનસંગ બતાવ્યા તથા રજોગુણમાં ‘કર્મ સંગ’ બતાવ્યો. પરંતુ તમોગુણમાં “સંગ' નથી બતાવ્યો. કારણ કે તમોગુણ ભોગવાદી છે. તેને માત્ર ભૌતિક ભોગમાં રસ છે. - જો સુખની આસક્તિ ન હોય અને જ્ઞાનનું અભિમાન ન હોય તો તે સુખ અને જ્ઞાનને બાંધવાવાળાં નથી થતા અર્થાત્ કર્મ અને કર્મફળમાં આ શક્તિ ન હોય, તો તે કર્મ પરમાત્માની પ્રાપ્ત કરાવવાવાળું બને છે. છે. 98

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116