________________
૧૯0
| ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સત્વગુણ સુખમાં જોડી દે છે. રજોગુણ કર્મમાં જોડી દે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. આપણા જીવનને પ્રભાવી કરનારા આ ત્રણ ગુણો છે. જ્યારે જ્ઞાન, સમજણ અને વિવેકનું બળ વધે ત્યારે સમજી લેવું કે અત્યારે સત્વગુણ ચાલી રહ્યો છે.
- જ્યારે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને પરિવારીક સુખ ભોગવે અને સાથે સાથે તે ધનનો પરમાર્થ કાર્યમાં વિનિયોગ કરે અર્થાત્ દાન ધર્માદા કરે ત્યારે સમજવું કે રજોગુણનું બળ વધ્યું છે.
- જ્યારે પ્રમાદ ઉત્પન્ન થાય ત્યારે એમ થાય કે કમાવું કોને માટે? બધા સ્વાર્થનાસગા છે. કમાઈને કંઇ ઉપર નથી લઇ જવાના. માટે છોડને. આ બધી ઉપાધિ, ત્યારે આવા સંજોગોમાં કોઇ સલાહ આપે કે નવરા છો તે ભગવદ્ કથા વાર્તા કરો, ત્યારે તે જવાબ આપશે કે મારું શરીર ક્યાં સારું રહે છે. ન તો મારાથી ઉપવાસ થાય કે ન તો અડધો કલાક ભગવદ્ વાર્તામાં બેસાય. મેં ઘણા એવા લોકો જોયા છે. ભક્તો વધારે દુઃખી હોય છે અને હરામી અને પાપી લોકો વધારે સુખી હોય છે. તેની ભગવદ્ વાર્તાનો અર્થ શો? આ તો લૌકિક ડહાપણ છે. જે અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે.
સત્વગુણનું કર્મફળ સાત્વિક છે. રજોગુણનું કર્મફળ દુઃખ છે. અને તમોગુણનું કર્મફળ અજ્ઞાન છે. જેવું એનું ફળ એવી ગતિ. સત્વગુણી પ્રકૃતિવાળો હોય. એ દેવ થાય છે. રજોગુણી પ્રકૃતિવાળો માણસ થાય છે. અને તમોગુણી પ્રકૃતિવાળો અસુર, રાક્ષસ થાય છે.
આ ત્રણે ગુણો જીવના જન્મ સમયે નક્કી થઈ ગયેલા હોય છે. તેમ છતાં યોગ્ય વાતાવરણ, સજાગ પ્રયત્નોથી તેમાં ફેરફારનો પણ અવકાશ રહેલ છે. ટૂંકમાં આસપાસના વાતાવરણનો પ્રભાવ આ ત્રણ ગુણોનાં પ્રમાણમાં ફેરફાર લાવી શકે છે. જેને ગુણોત્કર્ષ એટલે ગુણની વૃદ્ધિ, ગુણની ચઢિયાતી સ્થિતિ, કહી શકાય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૯૧ ગુણોત્કર્ષ બે રીતે થઇ શકે. જો તમોગુણ વધુ હોય તો તેને પ્રયત્નપૂર્વક ઓછો કરી તેને સ્થાને રજોગુણ વધારવો તે થયો રજોગુણ ઉત્કર્ષ. તે જ રીતે રજોગુણ વધુ હોય તો તેને મર્યાદિત કરીને સત્વગુણનો ઉત્કર્ષ કરી શકાય છે.
આમ ગુણોની વિકાસની બાબતમાં આદર્શ એવો રાખવો ઘટે કે ક્રમેક્રમે તમોગુણમાંથી રજોગુણ અને રજોગુણમાંથી સત્વગુણ ભણી વિકાસ થાય અને ત્યાર પછી પણ ત્યાં ન અટકતાં આ ત્રણે ગુણો રહેવા છતાં જીવ આ ગુણોથી પર રહે. જીવની આવી પરિસ્થિતિને ગુણાતીત સ્થિતિ કહેવામાં આવે છે. આવી ગુણાતીત સ્થિતિ કેવી રીતે મેળવવી.
પહેલા આંતરમુખી બનો અર્થાત્ અંદર રહેલ તત્વને ઓળખો, મારા હૃદયમાં કોણ બેઠાં છે? કોણ મારા હૃદયમાં બેઠેલાં તત્વને સાચી રીતે ઓળખાણ માટે બાધારૂપ બને છે? આવા પ્રશ્નોનું સારી રીતે સમાધાન કરીને ખૂબ જ સાવધાનીથી આ ત્રણ ગુણો વચ્ચેનો નાતો તોડી નાખો અને તેની સાથે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. આમ છતાં તમોગુણ આવે તો જાણી લો ચોર ફરિથી અંદર પેઠો છે. જેથી આળસ, પ્રમાદ, ઉત્સાહહીન, શ્રદ્ધાહીન, વધતા જાય છે. ધીરજ ઘટે છે.
રજોગુણનો પ્રવેશ થાય તો તેને પણ ઓળખી લો. પરમાત્માનું ચિંતન કરો, જ્યારે વ્યવસાય અને સામાજિક બાબતોનું ચિંતન વધુ રહે, આ ચિંતન આપણી એકાગ્રતાને તોડી નાંખે.
- સત્વગુણનો પ્રવેશ થાય તો તેને પણ ઓળખો. આ ત્રણને સારી રીતે ઓળખી પ્રભુનું ચિંતન કરો તો જરૂર આ જીવ આ ત્રણે દોષોના કાર્યોમાં લપાતો નથી.
આવી પરિસ્થિતિમાં રખે એવું માનતા કે આ એનામાં ગુણો નામશેષ થઇ ગયા છે. અહીં ગુણોનો નાશ થતો નથી કારણ કે ગુણો તો
99