________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતા જ્ઞાનની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં કહે છે કે જગતનો કર્તા, કર્તા અને ભોક્તા કોણ છે? તે રહસ્યને જાણવું એ જ સાચુ જ્ઞાન છે. અને તે જાણ્યા પછી બીજું કંઇ જાણવાનું રહેતું નથી અને એ જાણ્યા પછી સંસારના બંધનમાંથી મુક્ત થવાય છે. જ્ઞાન પ્રાપ્તી માટે અનેક પદ્ધતિઓ છે પરંતું આ બધામાં પરમાત્માની કૃપા આવશ્યક છે. માત્ર સાંભળીને શીખી લેવું, માગી લેવું કે તપ તપશ્ચર્યાથી જ્ઞાન પ્રાપ્ત એવું નથી. જો પરમાત્માની કૃપા હોય તે એકાદ નાના પ્રસંગથી એકદમ તે જ ક્ષણે થઇ જાય છે. વાલીયા લૂંટારાને તેમનાં બૈરી છોકરાંઓએ, તેમનાં પાપમાં ભાગીદાર બનવાની ના પાડતા તેમને માયા નકામી છે. અને પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ છે. તેવું જ્ઞાન થયું. કવિ કાલિદાસને તમે કામાતૂર છો. તેટલું જ તેમની પત્નીએ કહ્યું અને તેમને સંસારનો ત્યાગ કર્યો, ભક્ત ધ્રુવને તેમની ઓરમન મા એ કહ્યું કે તને પિતાનો ખોળામાં બેસવાનો અધિકાર નથી. તેથી તેને લાગી આવ્યું. તેથી તેઓ સંસારનો ત્યાગ કરી પરમત્વની પ્રાપ્તી માટે નીકળ્યા. ગૌતમ બુદ્ધની વાત લો, તેમને સંસારમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિનાં મનુષ્ય જોયાં અને સંસારનો ત્યાગ કર્યો. કલિંગના યુદ્ધ પછી નિર્દોષ લોકોની ખુવારી જોઇને, અહિંસા તરફ વળ્યા, આવા તો અનેક ઉદાહરણો છે કે સાચા જ્ઞાનની પ્રાપ્તી પરમાત્માની કૃપા ઉપર આધારિત છે જો કૃપા હશે તો જ્ઞાન, કોઇ તપ તપશ્ચર્યા કે સાધના વગર પણ પ્રાપ્ત થાય છે.
૧૮૬
જ્ઞાનથી સંસારના બંધનમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહિં પરંતું પરમાત્મા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ્ ભાગવદ્ કથા આવે છે શુકદેવજીએ જન્મ થતાંની સાથે ઘર છોડ્યું અને જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યા. મારે સંસારમાં ક્યાંય બંધાવું નથી. વ્યાસજી ઇશ્વરનો અવતાર છે. તેને વિચાર થયો કે દીકરાની પાછળ ક્યાં દોડું, બેઠા બેઠા જ પોતાના ઐશ્વર્યથી વૃક્ષ, વેલી, પાંદડા,
97
૧૮૭
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઝાડ, છોડમાં વ્યાપક રહીને અવાજ કર્યો કે શુકદેવ, પાછો વળ, વ્યાસજી
ઇશ્વર અવતાર હતા તો એમની પાસે આવી યોગ કળા સહજ હોય તેથી તમામ વૃક્ષ, તેમના પાંદડા બોલી ઉઠ્યા કે શુકદેવ પાછો વળ, શુકદેવજીએ એ જ માધ્યમથી જવાબ આપ્યો. એટલે વૃક્ષ, વેલી, પાન, પથ્થર બોલી ઉઠ્યાં પાછો નહિં આવું પિતાજી, પાછો નહિ આવું.
જ્ઞાનની તાકતથી શ્રીશુકદેવજીએ પરમાત્મા જેવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી. શ્રી શુકદેવજી જેવું સામર્થ્ય આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્ય અને પિતૃચરણ શ્રી ગુસાંઇજી મહારાજ તથા સમસ્ત વલ્લભકુળમાં પણ છે. જેનું પ્રતિપાદન આપશ્રીનો ૮૪ અને ૨૫૨ વૈષ્ણવોની વાર્તાઓમાંથી થાય છે.
આમ સંસારના બંધનમાંથી મુક્તિનો આધાર પ્રકૃતિના ગુણ પર છે જેને ધ્યાનમાં રાખીને ૧૪મા અધ્યાયમાં પ્રકૃતિ વિશે થોડીક વધુ વિગતો બતાવવામાં આવી છે.
સૌ પ્રથમ ગીતા પ્રકૃતિના પ્રકટ થવાની પદ્ધતિ સમજાવે છે આ પ્રકૃતિનું ઉત્પત્તિ સ્થાન બ્રહ્મ અર્થાત્ પરમાત્મા છે. એ જ પ્રકૃતિ સર્વ જીવપ્રાણી માત્રને ઉત્પન્ન કરે છે. તેમાં ગર્ભનું સ્થાપન કરનાર બ્રહ્મ છે. પ્રકૃતિ માયા છે. જેટલી જીવકોટીઓ દેખાય છે. એ બધાનો પિતા હું છું. પ્રકૃતિ અને પુરુષ એ માતા પિતા છે. અને આ બ્રહ્માંડો એનાં બાળકો છે.
પ્રકૃતિ મૂળરૂપે તો એક જ. પણ સૃષ્ટિરૂપે દેખાવા માટે એ પોતાની અંદર જ ત્રણ પ્રકારની વિવિધતા સરજાવે છે. અને પછી એ ત્રણ પ્રકારો કે રૂપોમાં અનંત રૂપોને સંયોજનો થતાં આપણી સામે અત્યંત વિવિધતાયુક્ત વિચિત્ર, વિસ્મયકારી, વૈભવ સંપન્ન સૃષ્ટિ વિલસવા લાગે છે. ટૂંકમાં પ્રકૃતિ બહુરૂપી સ્વરૂપા છે. જેથી આપણે જીદગીભર આપણી જાતને કે પ્રકૃતિ તેમજ બીજાની જાતને કે પ્રકૃતિને ઓળખી શકતાં નથી.