________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૮૫
૧૮૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ મોહભગ્ન થવા માટે પ્રત્યેક જીવે પુરુષ અર્થાત્ પરમતત્વનો આશરો લેવો જોઇએ કારણ કે પરમાત્મા પરમતત્વ (આત્મા) તરીકે દરેક જીવપ્રાણીમાત્રમાં મોજુદ છે. બાકી બીજુ જે કંઇ દેખાય છે એ બધાનો નાશ થવાનો છે.
આમ શ્રદ્ધાળુ મનુષ્યો જ્ઞાનનાં નેત્રોથી શરીર (ક્ષેત્ર) અને શરીરના જ્ઞાતાની (ક્ષેત્રસ) વચ્ચેના ભેદને ઓળખે અને અપરપ્રકૃતિ (મોહ માયા)ના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે તો તે જરૂરી પરમધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે.
અધ્યાય : ૧૪ ભગવાને તેરમા અધ્યાયના અંતે કહ્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદને પારખીને મને પ્રાપ્ત કર. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે આ ભેદને પારખવો કેવી રીતે? તેને જાણવા માટે ક્યું જ્ઞાન જરૂરી? અને એ જ્ઞાનનો મહિમા શું છે? બધા તે જ્ઞાનની પ્રાપ્તિ માટે સરળ ઉપાય ક્યા છે? આનુ વર્ણન ચૌદમા અધ્યાયમાં આવે છે.
બંધન બે થી થાય છે એક પ્રકૃતિ થી (હું શરીર છું. એવા અહંમ ભાવથી) અને પ્રકૃતિના કાર્ય ગુણોથી (શરીરની ઇન્દ્રિયોના ભોગથી તેમાં મમતા કેળવવાથી). પ્રથમ પ્રકૃતિથી થતાં બંધનમાંથી મુક્ત થવા ભગવાને તેરમા અધ્યાયમાં વર્ણન કર્યું. હવે સત્વ, રાજસ અને તમસ થી પ્રકૃતિના કાર્ય ગુણોમાંથી કેવી રીતે મુક્ત થવાય તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી આ અધ્યાયને ‘ત્રિગુણયોગ’ અધ્યાય કહેવામાં આવ્યો છે.
ભગવાન મૂળવિષય તરફ જતાં પહેલાં જ્ઞાનનો મહિમા બતાવતાં કહે છે કે હું ફરીથી તને ઉત્તમમાં ઉત્તમ એવું જ્ઞાન આપું છું. જે જ્ઞાનથી મોટા મોટા મહર્ષિઓ પણ સંસારથી મુક્ત બની ગયા છે. આ જ્ઞાન તો એવું છે કે જેનાથી અનેક ભક્તો મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શક્યા છે. અને જન્મ મરણના બંધન માંથી મુક્ત થયા છે.
96