________________
૧૮૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એવી જ રીતે જન્મ પહેલાં માતાના ઉદરમાં બાળક જઠરાગ્નિમાં માટલું પાકતું રહે છે. માતાએ ખાધેલું મીઠું, મરચું વગેરે ક્ષાર અને તીખા પદાર્થોથી બાળકના શરીરમાં બળતરા થાય છે. આ ઉપરાંત ગર્ભાશયમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ પણ બાળકને કરડતાં રહે છે. પછી બાળક બોલતું હોતું નથી. તેથી તેના દુઃખોની વ્યક્ત કરી શકતો નથી. તેથી રડ્યા કરે છે આવા અનેક દુઃખો જન્મ અને બાળપણમાં રહ્યાં કરે છે.
યૌવનમાં પણ દુઃખોનો પાર નથી. વૈચારિક ઘર્ષણને કારણે અનેક જગ્યાએ અપેક્ષાઓ, લાગણીઓ, માન, અપમાન, દોષણ થતું લાગે છે. તેનાથી ઉત્પન્ન થતી લાગણીઓ દુઃખમાં પરિણમે છે. આ ઉપરાંત આજીવિકા માટે દોડદોડ અને લૌકિક અનેક જવાબદારીઓ જેવાં અનેક દુઃખો યુવાન અવસ્થામાં આવતાં હોય છે.
વૃદ્ધાવસ્થામાં માણસને શારીરિક અને માનસિક દુઃખોનો પાર હોતો નથી. શારીરિક રીતે હરવા ફરવા અને ઉઠવા બેસવામાં અનેક કષ્ટ પડે છે. કુટુંબીજનો વૃદ્ધજનની મનોવૃત્તિ સમજવા તૈયાર ન હોય, તેમની આવી અવસ્થામાં કુટુંબીજનો તેમના પ્રત્યેની પોતાની જવાબદારીઓ ભૂલે છે. જેને કારણે આપણી અણમોલ ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આ કેવી વિકૃત્તિ! કેટલું દુઃખ! આવા વૃદ્ધપણાના અનેક દુઃખોનો વિચાર છે.
મૃત્યુનું દુઃખ પણ એટલું ત્રાસદાયક હોય છે કારણ કે અનેક જાતના રોગ અને ત્રાસ, મુંઝવણ પછી મૃત્યુ થાય. એવું કહેવાય છે કે મૃત્યુને સમયે જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે ત્યારે હજારો વીંછી શરીરમાં એક સાથે ડંખ મારતા હોય, એવી પીડા થાય છે.
આમ સુખ અને દુઃખ તો સંસારી જીવનની આનુષંગિક ઘટનાઓ છે. ગીતાના મતે મનુષ્ય દુઃખ સહન કરતાં શીખવું જોઇએ.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૮૧ સુખ તથા દુઃખનાં આવાગમનને કોઇ અટકાવી શકે નહીં. તેથી મનુષ્ય એ ભૌતિકવાદી જીવનથી અનાસક્ત રહી બંન્ને સંજોગો માટે સજ્જ થવું જોઇએ. જો જગત ઉપરથી આસક્તિ ઓછી થાય. અને સર્વિચાર પ્રગટે કે ઇશ્વરે જે આપ્યું છે એ સારે રસ્તે વાપરી લઇએ. આ શરીર, મન ધન એ સારે રસ્તે વાપરાશે તો ભગવાન રાજી થશે. એ જ જીવનનો ખરો આનંદ અને તાત્પર્ય છે.
| ગીતા તો ત્યાં સુધી કહે છે સંતાનો, પત્ની તથા ઘર વગેરેથી વિરક્ત બનો. અર્થાતુ તેના પ્રત્યે મમત્વ ન રાખવું. એનો અર્થ એમ નથી તેના પ્રત્યે લાગણી. સ્નેહ ન રાખવો, ન તો આપણી ફરજથી પલાયનવાદ કેળવો, તેમ જે કંઇ કરો એ ફરજના ભાગરૂપે કરો તેમને સુખી કરવા એ આપણી ફરજ છે તે સમજીને કરો. પરંતુ તેમની પાસેથી સુખ લેવાનો ઉદ્દેશ્ય ન રાખવો. આમ કરશો તો સમાસક્ત ભાવ આવશે.
આ રીતે અનાસક્તભાવ, ઇષ્ટ કે અનિષ્ટ પરિસ્થિતિમાં મનનું નિત્ય સમત્વ, ભગવાનમાં અનન્યભાવે ભક્તિ, એકાંત સ્થાનનું સેવન, જનસમુદાયના ઘોઘાટ પ્રત્યે અરૂચિ, અધ્યાત્મભાનને વિષે દઢતા, તત્વજ્ઞાનથી કે પ્રાપ્ત કરવાનું છે તેની આ બધું જ્ઞાન આનાથી વિપરિત હોય તે અજ્ઞાન કહેવાય. એ આપણે સારી રીતે સમજી લેવું જોઇએ. પરમતત્વ અને તેના સ્વભાવ કે સ્વરૂપ વિશે માહિતી એટલે જ્ઞાન, જ્ઞાનનો આ અર્થ સીમિત છે પણ એ જ્ઞાન જાણી આપણા વર્તનમાં ફેર પડવો જોઇએ. ચિત્તની સ્થિરતા અને સારા સંસ્કારો કે ગુણો આવવા જોઇએ.
આમ ભગવાને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞની જાણકારી આપી. ક્ષેત્રને જાણવાની પદ્ધતિ પણ આપી. હવે ભગવાન શેયને સમજાવી રહ્યાં છે.
94