________________
૧૭૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ક્ષેત્ર શરીર, એનો ક્ષેત્રજ્ઞ આત્મા છે. એના માટે શેય વસ્તુ પરમાત્મા છે. આત્મા જ્યારે પરમાત્માને જાણે ત્યારે એમાં અભૂત બળ આવે છે દિવ્ય શક્તિ પ્રગટે છે. પછી આ બધા સમુદાયને અંકુશમાં રાખી શકે છે.
| ‘અમાનિત્વમ્' વિનમ્રતા પાસે પૈસો હોય, ધન સંપત્તિ, બુદ્ધિ હોય, બળ હોય, સંઘબળ, વિદ્યા હોય, ગુણ હોય, પદ હોય ત્યાં આપણામાં વિનમ્રતા ન હોય તો ગાડી આગળ વધતી નથી. વિનમ્રતા કેળવવું આમ બહુ કઠણ છે પરંતું સાચા ભગવદીયજનો હંમેશા વિનમ્ર હોય છે જેમ આંબાના વૃક્ષ પર કેરીઓ આવે કેરીઓ મોટી થાય તેમ આંબો નમે છે. તેમ ભગવદીયમાં ગુણોની વૃદ્ધિ થતાં વિનમ્રતા વધે છે. સદ્ગુણોના વિકાસની સાથે વિનમ્રતા પણ વધવી જોઇએ જ્યાં સુધી વિનમ્રતા ન હોય ત્યાં સુધી તેનામાં સજ્જનતાના ગુણો વિકસતાં નથી.
આપણાંમાં વિનમ્રતા ન હોય તો ભગવાનના અનન્ય ભક્ત એવા ભગવદીયોનો સંગ કરવો. જો તેમના કથન પર વિશ્વાસ મુકવામાં આવે તો ચોક્કસ કૂળસિદ્ધ થાય છે. કારણ કે તેમના હૃદયમાં ભગવાનને મેળવવાની તાલાવેલી હોય છે તેમનાં દેહ વાણી ઇન્દ્રિય અલૌકિક હોય છે. દુઃખમાં વિવેક ધારણ કરે, આશ્રય દેઢ હોય, સુખમાં અભિમાન નહોય.
આખા ક્ષેત્રને જીતવા માટે સૌથી મોટો સગુણ એ આવિનમ્રતા છે. વિનમ્રતા આગળ અહંકાર ટકતો નથી. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં વિનમ્રતા માટે દિનતા શબ્દનો પ્રયોગ કર્યો છે. અહંકારને નાથવા માટે દિનતાની આવશ્યક્તા છે. શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટને વૈષ્ણવપણાની શિક્ષા આપી તેમાં સત્તરમી શિક્ષા તરીકે દીનતા નો સમાવેશ થાય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૭૭ ત્યાર પછી આવે છે દંભ. બીજા પર પ્રભાવ પાડવા માણસને દંભ બહુ ગમે છે. દંભનો બીજો અર્થ પાખંડ, અર્થાતુ આપણે જેવા છે તેવા ન દેખાડવાનો પ્રયત્ન કરવો એનું નામ દંભ કે પાખંડ. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને વૈષ્ણવનું છઠું લક્ષણ બતાવે છે તેમાં પાખંડ દંભનો સમાવેશ થયેલ છે. આપશ્રીએ અહીં કરેલ આજ્ઞા પ્રમાણે વૈષ્ણવે સેવા અને સ્મરણ કરવાં, ભગવદ્ ધર્મમાં પાખંડ બતાવ્યો નહિં. બકાસુર વધની સુબોધિનીજીમાં અને જલભેદ ગ્રંથમાં સૂકી નદીનું દૃષ્ટાંત કહેલું છે એવું ન કરવું. કોઇને દેખાડવા માટે કે સમાન પ્રતિષ્ઠા માટે અગર પોતાના ઉદ્ધાર માટે સેવા કરવી નહિં. પોતાનો સહજ ધર્મ સમજીને જેમ બ્રાહ્મણ ગાયત્રી મંત્ર જપે તેમ, સેવા કરવી.’
પછી આવે છે અહિંસા. અહિંસા એટલે મન, વચન અને શરીરથી કદી કોઇને કિંચિતમાત્ર પણ દુઃખ ન દેવું. કતભેદથી હિંસા ત્રણ પ્રકારની હોય છે. કત એટલે પોતે હિંસા કરવી, કારિત એટલે કોઇની પાસે હિંસા કરાવવી. અને અનુમોહિત એટલે હિંસાનું અનુમોદન સમર્થન કરવું.
શ્રી ગોકુલનાથજી અહિંસા ને વૈષ્ણવનું અગિયારમું લક્ષણ ગણાવે છે. અહિંસા નો ભાવ કેળવવા માટે હંમેશા પ્રસન્ન ચિત્ત રહેવું! બધા પ્રત્યે સમભાવ કેળવવો. સર્વના સુખમાં પોતાનું સુખ માનવું. કોઇના દુઃખથી દુઃખી થવું. આપણું કોઇ કશું બગાડતું નથી. જે કંઇ સુખ, દુઃખ છે. એ કર્મ નિર્મિત છે. તેમ માનવું. આમ લોભ, લાલચથી પર રહીને સર્વ પ્રત્યે સમભાવ કેળવવાથી અહિંસા ભાવ આપો આપ આવી જશે.
શ્રી ગોકુલનાથજી વૈષ્ણવના બીજા લક્ષણમાં ‘પ્રાણી માત્ર પર દયા રાખવી’ની આજ્ઞા કરે છે. કેવૈષ્ણવે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. કીડીથી કુંકર હાથી, સુધી બધા જીવોને સરખા ગણવા.
92