________________
૧૭૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આથી આ બધાંને સમજાવવા માટે, તેને યોગ્ય અંકુશમાં રાખવા માટે પહેલા તેને જ્ઞાનથી સમજવું પડે, જેને ગીતાની પરિભાષામાં શેય કહેવામાં આવે છે. અને જ્યાં સુધી શેય વસ્તુ હાથમાં ન આવે ત્યાં સુધી તે જીવ શાની ન કહેવાય.
ક્ષેત્ર શરીર, એ શરીર આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતોમાંથી રચાય છે. શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો હોય છે હાથ, પગ, મુખ, ઉપસ્થ (જનનેન્દ્રિય) અને ગુદા પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે. નાક, કાન, જીભ, નેત્ર અને ત્વચા (ચામડી) આ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો હોય છે. નાકથી ગંધ, કાનથી શબ્દ, જીભથી રસ (સ્વાદ) નેત્રથી રૂપ અને ત્વચાથી સ્પર્શનું જ્ઞાન થાય છે. આ ઉપરાંત મન, બુદ્ધિ, અહંકાર (અર્થાતુ પણાનો ભાવ) અને અવ્યક્ત (મૂળ પ્રકૃતિ) સાથે કુલ ૨૪ તત્ત્વો થયાં.
આ ઉપરાંત ઇચ્છા (વાસના, ભોગ ભોગવવાની લાલસા,) દ્વેષ, સુખ (જેના વડે ઇન્દ્રિયોને અનુકળતાની અનુભૂતિ થાય છે.) દુઃખ (જેના વડે ઇન્દ્રિયોને પ્રતિકુળતાની અનુભૂતિ થાય છે.) અંધાત ભિન્ન ભિન્ન એ કબીજા સાથે મેળયુકત રચના અને વ્યવહાર ચેતના(સભાનતા), ધૃતિ (ટકી રહેવાની શક્તિ) એમ આ સાતવિકારો ગણતાં કુલ૩૧ ભાવો કે ઘટકો થયા, તેમનાં સંયુક્તાપણાથી આ ક્ષેત્ર બને છે. આવા ક્ષેત્રના માલિક માટે ગીતાજીમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રી, શબ્દો વાપર્યા છે. ક્ષેત્રી એટલે માલિક અને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર વિશે બધું જાણનારો, પરંતુ તેનાથી વિપરિત ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર વિશે બધું જાણનારો, પરંતુ તેનાથી વિપરિત ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ અંગે કોઇ જાણકારી હોતી નથી. જે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ અંગે કોઇ જાણકારી હોતી નથી. જે ક્ષેત્રને માટે કહેવાય, તેમાં ખાસ કરીને ક્ષેત્રજ્ઞના સ્વરૂપની જાણકારીનો અભાવનો સમાવેશ થાય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૭૫ ક્ષેત્રજ્ઞ અંગેની સમાનતા એટલે પોતાના આત્મસ્વરૂપની વિસ્મૃતિહું ક્ષેત્ર (શરીર)થી ભિન્ન છું. એવી અજ્ઞાનતા એટલે અજ્ઞાનરૂપી અંધકાર. આવો અંધકાર હું સર્વસ્વ છું. મારાથી (શરીરથી) ઉપર કોઇ નથી અર્થાત્ આપણે શરીરને બ્રહ્મ માની લઇએ છીએ. તે જ રીતે આપણી ઇન્દ્રિયોને, પ્રાણને અને મનને પણ બ્રહ્મ માની લઇએ છીએ. આવું અજ્ઞાન જ્ઞાનથી દૂર કરી શકાય છે. આપણી આંખ, કાન વગેરે દુનિયાના વિષયોમાં રચ્યા પચ્યાં રહે છે. તેમનામાં રાગ, દ્વેષ જન્મે છે. સાચા જ્ઞાન દ્વારા આ ઇન્દ્રિયોમાં રહેલાં વિષયો અને તે વિષયો પરત્વેનો રાગ દ્વષ દૂર કરી શકાય. રાગદ્વેષ દૂર કરવા માટે ભગવાન તે મનુષ્યના અંતઃકરણમાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. જેથી તેને જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગે છે.
રાગ દ્વેષથી ઘેરાયેલો કોઇ પણ મનુષ્ય સાચા અર્થમાં જ્ઞાની નથી. આપણે જરાક શાંતિથી વિચારીએ અને પોતાના મનને પૂછીએ કે હું મારા આ ક્ષેત્ર (શરીર) વિશે કેટલું જાણું છું. અને તેના સઉપયોગ માટે કેટલો જાગૃત છું તો આપણી પોલ ખુલી પડી જશે. આપણી પાસે જે જ્ઞાન છે. તે ડાહપણનું જ્ઞાન છે ઘણીવાર આ ડહાપણનું જ્ઞાન પણ અઘરુ લાગે છે. આથી આપણે શારીરિક દૃષ્ટિએ માનસિક દૃષ્ટિએ કે ભાવનાત્મક દૃષ્ટિએ હંમેશા કમજોર રહ્યાં છે.
અર્થાત્ આપણે માત્ર કહેવા ખાતર ભલે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રી કહેવાઇએ. પરંતુ ખરેખર આપણે આપણી જવાબદારી નિભાવવાની બાબતમાં તો આપણે ઊંડા ઉતર્યા છે. તે જવાબદારીને સુપર નિભાવવા, ક્ષેત્ર તરીકે બતાવેલાં આખા ટોળાનાં શુંભમેળાને કાબુમાં રાખવા ગીતાજી આ અધ્યાયના સાતમા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી જે ઉપાય બતાવે છે તે જોઇએ.
91