________________
૧૭૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ (૨) બધા પ્રત્યે મિત્રભાવ કેળવ! માત્ર દ્વેષ ન રાખીશ એમ નહિં પણ સાથે સાથે મિત્રતાનો ભાવ કેળવ. તેમને જ્યારે પણ પોતાની મદદની જરૂર હોય ત્યારે મદદરૂપ બન.
(૩) દયાભાવ રાખ : અર્થાત્ મિત્ર તરીકે જો મદદરૂપ બનવું એ આપણી શક્તિની બહાર હોય તો પણ મુશ્કેલીમાં દયાભાવ કેળવ. (૪) મમતા રહિત : ભક્તનો પ્રાણીમાત્ર પ્રત્યે સ્વાભાવિક જ મૈત્રી અને કરુણાનો ભાવ રહે છે. તો પણ તેના પ્રત્યે જરાપણ મમતા નથી હોતી, મમતા સંસારમાં બાંધે છે. તેથી કર્મમાં તટસ્થતા અને એક નિષ્ઠા આવતી નથી.
(૫) નિરહંકાર : સાચો ભક્ત પોતે કરેલ કર્મનું, પોતાના શરીર બળનું, પોતાની બુદ્ધિ ચાતુર્યનું, કે કોઇ પણ ઉપર કરેલા ઉપકારનું જરા પણ અભિમાન કરતો નથી. આ બધુ, મારું નહિં, પણ ભગવાનનું, ભગવાનની કૃપાનું ફળ માત્ર છે. આ રીતે ભક્તને કિંચિતમાત્ર પણ અહંબુદ્ધિ ન હોવાને કારણે તથા કેવળ ભગવાન સાથે પોતાના નિત્ય સંબંધ બાંધતો હોવાને કારણે તેનું અંતઃકરણમાં આપોઆપ શ્રેષ્ઠ, દિવ્ય અને અલૌકિક ગુણો પ્રગટ થવા લાગે છે.
(૬) સુખ દુઃખમાં સમાનતા સાચો ભક્ત સુખ દુઃખની સ્થિતિમાં સમાન રહે છે. જ્યારે પણ ભક્ત પર કોઇ મુસીબત આવી પડે છે તો પણ એ વિચાર કરે છે કે આ તો મારી ઉપર ભગવાનની કૃપા થઇ છે અને મારા પૂર્વે કરેલા દુષ્કૃત્યોનાં પ્રમાણમાં આનાથી ઘણું વધારે દુઃખ મારે સહન કરવું જોઇએ. અર્થાત્ અત્યંત કષ્ટદાયક સંજોગોમાં ભક્ત શાંત અને ધીરજ રાખે છે.
(૦) ક્ષમા : પોતાનો કોઇ જાતનો અપરાધ કરવાવાળાને કોઇ પણ પ્રકારનો દંડ આપવાની ઇચ્છા ન રાખીને તેને ક્ષમા કરે છે.
89
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૭૧
આ ઉપયુક્ત ગુણો ઉપરાંત તે સહિષ્ણુ હોય અને ભગવત્કૃપાથી, જે મળે તેમાંથી સંતુષ્ટ રહે જે વસ્તુ મહાકષ્ટથી મળે તે મેળવવાનો પ્રયત્ન કરતો નથી તેથી સંપૂર્ણ આનંદમાં રહે તે સાચો યોગી કહેવાય. આવો ભક્ત નિર્ભય હોય, ગીતાજીના મતે મન, વચન અને કર્મથી નિર્ભય છે. નિર્ભય હોવા છતાં આત્મસંયમી અને દૃઢ નિશ્ચય વાળો હોય છે. કોઇને પીડા થાય તેવું કોઇ કર્મ કરતો નથી.
નિંદા, સ્તુતિમાં સમાન ભાવ રહે અને મૌન રાખે, મૌનમાં વ્યાપક શક્તિ મૌનથી શારીરિકનો સંચય થઇ શકે છે. મૌન અવસ્થામાં ભગવાનનું ચિંતન વધુ થતું રહે છે. સાચા ભક્તની ભૌતિક જગતમાંથી કશાની અપેક્ષા રહેતી નથી, સંસારની મોહ માયાથી તદ્દન મુક્ત ભગવાન સ્મરણમાં સદા રહે છે.
આમ ભગવાને શ્લોક ૧૩ થી ૨૦ સુધી ભક્તનાં વિભન્ન ૪૦ લક્ષણો બતાવ્યા છે. આ ચાલીસ લક્ષણોનું એટલું બધું મહત્ત્વ તેને શબ્દોમાં ન્યાય આપવો અશક્ય છે. આ ૪૦ લક્ષણોનો હજારો લક્ષણોવાળા ભગવાનનું માત્ર લઘુરૂપ છે. ભગવાનના હજારો લક્ષણોનું વર્ણન કરવા વિષ્ણુ સહસ્રનામ, શિવસહસ્રનામ, દુર્વાસ સહસ્રનામ વગેરે પ્રયત્ન થયેલ, પરંતું ભગવાન નિર્ગુણ છે. તેને ગુણોથી ક્યારે બાંધી શકાય નહિં.
અહીં ભક્તના ૪૦ લક્ષણો બતાવ્યા છે તો તે માત્ર માર્ગદર્શન માટે છે. કારણ કે મનુષ્ય પણ ભગવાનનો અંશ છે. જેમ ભગવાનના અસંખ્ય ગુણો હોય છે. આ ગુણોને ઓળખી સાચા ભક્તે તે રાહે ચાલવું જોઇએ. આથી ભગવાન અંતે કહે છે મારા આ અધ્યાયનો મર્મ સમજીને પોતાના કર્તવ્ય પંથ ચાલશે તો તેની પર હું સદા પ્રસન્ન રહીશ.