________________
૧૬૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ અભ્યાસયોગ એટલે શું? તેના ઉત્તર રૂપે શ્રીમદ્ વલ્લભાચાર્યએ “ચેતસ્તવ્યપ્રવર્ણ સેવા' ચિત્તને હંમેશા ભગવત્પરાયણમય બનાવો. એ માટે ભગવાનના ચરિત્રોનું, ઐશ્વર્યનું વર્ણન, ભગવાનની વિવિધ લીલાઓનું ચિંતન, એ કામ થોડું સરળ છે. માયાનું સતત ચિંતન કરતાં મન આ રીતે ભગવાનનું ચિંતન કરવા વાર લાગશે. પણ સાચી લગની હશે, તો આ કામ સરળ બનશે. આપણાં આ કામને સરળ બનાવવા માટે શ્રીમદ્ વલ્લભાચાર્યએ આઠે પ્રહરની સેવાવિધિની સાથે નામસ્મરણની યોજના આપી અને સમજાવ્યું કે નામસ્મરણ એટલે ઠાકોરજીનીરસસભર લીલાઓનું અવગાહન, જેના દ્વારા ભગવાનનું સ્મરણ એનું નામ છે. અભ્યાસયોગ.
શ્રીમદ્ વલ્લભાચાર્યએ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સેવામાર્ગમાં રૂચી પેદા થશે નહિં તેમને માટે આ અભ્યાસમાર્ગ પણ અસમર્થ છે. એમને માટે ભગવાન ત્રીજો ઉપાય બતાવે છે કે અને કહે છે કે મેં પહેલા પણ કહ્યું છે અને હજુ ફરિ પણ કહું છું કે કર્મફળનો ત્યાગ કર. જે કંઇ કર્મ કરે એના ફળની આશા નહિં રાખવાની.
ગીતાજીએ કર્મના મુખ્યત્વે ત્રણ પ્રકારો બતાવ્યા છે ફળની આશા રાખ્યા વિના ભગવદ્ પ્રીત્ય છે. જે કંઇ શ્રદ્ધાપૂર્વક કરવામાં તે સાત્વિક કર્મ. સત્કાર માટે માન પૂજા કે પ્રતિષ્ઠા જે કર્મ કરવામાં આવે, તે રાજસકર્મ અને બીજાને માટે, પીડવા માટે પાડવા માટે કે હેરાન કરવા માટે જે કરવામાં આવે તે તામસકર્મ.
મનુષ્યનો વર્તમાન જન્મ એના પાછળના અસંખ્ય જન્મોનાં કર્મોનું પરિણામ છે. એ અસંખ્ય જન્મોનાં કર્મો તથા એ કર્મોના ફળોએ વર્તમાન જીવનમાં દેહ, મન, બુદ્ધિ, રુચિ, શક્તિ, ગુણ, દોષ, મર્યાદાઓ,
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૬૯ સંસ્કાર વગેરે નક્કી કર્યો છે. પાછળની એ બધી વાત આપણે જાણતા નથી. પણ એ ખૂબ જ લાંબા અને અટપટા હિસાબનું અંતિમ પરિણામ આપણે વર્તમાન જીવનરૂપે જોઈ શકીએ છીએ.”
આપણે મૂળવાત પર આવીએ તો કર્મફળ ત્યાગ કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. ઉપાધિ રહેતી નથી. જ્યાં સુધી કર્મફળને પકડી રાખે ત્યાં સુધી જીવને અશાંતિ રહે. કર્મફળને છોડી દે એટલે તરત શાંતિ.
આ રીતે ભગવાને આઠમા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી પ્રત્યેક સાધનમાં અસમર્થ થતાં ક્રમશઃ સમર્પણ યોગ, અભ્યાસયોગ, ભગવદર્થ કર્મ અને કર્મફળ ત્યાગ, એમ ચાર ભક્તિના સાધનો બતાવ્યા છે. આ બધા સાધનો એક જ ઠેકાણે પહોંચાડશે. પરંતુ દરેક વ્યક્તિની શક્તિઓ જુદી જુદી હોય છે. એ શક્તિનો વિચાર કરી આમાંથી જે માર્ગને જઇ શકાય તેમ હોય તે માર્ગે જવું જોઇએ. આમ તો બધા માગ સરખા છે. ઉત્તમ છે. પણ સરળતાની દષ્ટિએ કોઇને આ માર્ગ સરળ લાગે, કોને પેલો માર્ગ સરળ લાગે, કોને ક્યો માર્ગ સરળ લાગશે. કે ઉત્તમ લાગશે તેનો આધાર તેની શક્તિ, રૂચી અને ધીરજ ઉપર આધાર રાખે છે.
હવે આઠ શ્લોકોમાં ભગવાન સાચા ભક્તના ચાલીસ જેટલા લક્ષણા બતાવ્યા છે. એ લક્ષણો જાણી ભક્તનો ઉત્સાહ વધે છે. ને હું પણ આવાં લક્ષણો કેળવું એવી તેની અપેક્ષા બળવંત બને છે. (૧) કોઇના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો : માત્ર મનુષ્ય નહિં, પણ મનુષ્ય સિવાયનાં પશુ, પક્ષી જીવ, જંતુ અને વનસ્પતિ સુદ્ધા પણ તેમાં સમાવેશ થઇ જાય છે. ભગવાનને અહીં સર્વભૂતનાં શબ્દનો પ્રયોગ કર્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે જેનું અસ્તિત્વ છે એવી તમામ જડ ચેતન હસ્તીઓનો તેમાં સમાવેશ થઇ જાય છે. બિન જરૂરી આ બધાને નુકશાન પહોંચે તે જોવું. આ દ્વેષ ત્યાગ ભક્ત બનાવા માટેની પહેલી શરત છે.
88