Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 86
________________ ૧૬૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દરેક યોગમાં જ્ઞાનની આવશ્યક્તા હોય છે. જ્ઞાન અને બુદ્ધિને જોડવાથી જ્ઞાનયોગી બની જાય છે. જ્ઞાન અને ભક્તિને જોડવાથી ભક્તિયોગ બને છે. જ્ઞાનયોગમાં વચ્ચે બુદ્ધિ આવે છે. અહીં પહેલા બુદ્ધિ અને બુદ્ધિયોગ નો તફાવત સમજી લેવાની જરૂર છે. જે સારા નરસાનો ભેદ જાણે, સંસારમાં રહેલ વૈવિધ્ય, વૈચિત્ર અને તેમની વચ્ચે રહેલ ભિન્નતાને ઓળખે તે સામાન્ય બુદ્ધિ, આવી સામાન્ય બુદ્ધિ હંમેશા સંચય, શંકા પેદા કરે છે. તે પહેલાં સીધા પરિણામનો વિચાર છે. પરંતુ જે બુદ્ધિ દરેક કાર્ય કારણમાં ભગવાનને સ્વીકારે અર્થાતુ ભગવાન સાથે જોડી દે તે બુદ્ધિયોગ છે. આગળ જોયું તેમ ભગવાને સગુણ અને નિર્ગુણ ઉપાસકને સમાન ગણે છે. પરંતું સગુણ ઉપાસકને ચઢિયાતો કે શ્રેષ્ઠ ગણ્યો છે તેનું કારણ વ્યાવહારિક શાણપણ છે. જે બાંધે છે બુદ્ધિ યોગથી, બુદ્ધિયોગ કહે છે. દરેક દેહધારી વ્યક્તિ સાકાર ઇન્દ્રિય અનુભવથી તેમાં રહેલા ગુણ, રંગ, સૌંદર્ય વગેરેને સહેલાઇથી સમજી શકે છે. અને તેનું સરળતાથી ચિંતન પણ કરે છે. પરંતું નિર્ગુણમાં જેને કોઇ પ્રકારનું રૂપ કે ગુણ નથી. એને કોઇ ઇન્દ્રિયથી અનુભવી શકાતો નથી. એનું ચિંતન, ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાનમાં કોઇક કે કશાક પર ચિત્ત એકાગ્ર કરવાનું હોય છે. જેની પાસે કોઇ રૂપ જ ન હોય, તેને ધ્યાન કેવી રીતે કરવું? ઘણા સાધકો ધ્યાનમાં આંખો બંધ કરી ચારે બાજુ અંધકાર છે એવી કલ્પના કરે છે. અને પછી એ અંધકાર વચ્ચે લાલપ્રકાશના બિંદુતું ધ્યાન ધરે છે અને મનને માત્ર તે જ દેખાય છે. તેમ ધારીને તેના પર મન કેન્દ્રિત કરે છે. જો આની જગ્યાએ કોઇ દેવમૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તો તે વધુ સહેલું પડે. કારણ કે વ્યક્તરૂપમાં કોઇ ગુણ છે. ગુણ હોય ત્યાં ભાવ અભાવની લાગણી પેદા કરી શકાય, જેમ ગુલાબના કુલમાં રહેલ સૌંદર્ય અને સુગંધને કારણે મનમાં તેના પ્રત્યે ભાવ જાગૃત ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૫ થાય છે જ્યારે તેનાથી વિપરિત કાંટામાં રહેલ શૂળનો ગુણ કે જે શરીરમાં વાગતા દુઃખની લાગણી ઉત્પન્ન કરે છે. તેનાથી મનમાં કાંટા પ્રત્યે અભાવની લાગણી પેદા થાય છે. ટૂંકમાં ભાવની લાગણી આકર્ષણ પેદા કરે છે જ્યારે અભાવની લાગણી તિરસ્કાર પેદા કરે છે. પરંતું જે અવ્યક્ત, નિગુણ છે. તેમાં કોઇ ગુણ નથી તો માનસપટ પર તેના પ્રત્યે ભાવ કેવી રીતે અંકિત થાય? આમ આ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તેજબિંદુ જેવા અવ્યક્ત રૂપને ધ્યાનને વિષય બનાવવા કરતાં વ્યક્ત રૂપ એવા કોઈ દેવમૂર્તિ પર ધ્યાન કરવામાં એ વધુ સહેલું પડે અને વધુ આનંદ પણ આવે. કશું આલંબન વગર ધ્યાન કરવું કેટલું કઠિન છે. આવા પ્રયત્ન કરનાર સૌ એ તેને અનુભવ્યું હશે. આમ દોષ આપણો નહિં, મનની પ્રકૃત્તિનો છે. ભગવાન પોતે જ એનો ખુલાસો કરી દીધો છે. અવ્યક્ત હિ ગતિઃ દુઃખ દેહવદતિ અવ્યાસે જે પોતે દેહધારી છે. એની અવ્યક્તમાં ગતિ થવી ખૂબ કઠિન છે. ફ્લૉસોધિકતર તેષાં અવ્યક્તા સક્ત ચેતમાં જેમનું ચિત્ત અવ્યક્તમાં આસક્ત છે. એમને ખૂબ મોટા પ્રમાણમાં ક્લેશમાંથી, પરિશ્રમમાંથી પસાર થવું પડે છે. આપણે રોજબરોજમાં જે કરતાં હોઇએ, એ પ્રમાણે મન હંમેશા કરે છે તેનાથી વિપરિત કરવા જઇશું તો તે ઘણુ કઠિન અને વધારે પરિશ્રમ આપનારું નીવડે છે. તમે જમણા હાથથી હંમેશા બધા કાર્યો કરતાં હોય. અને એ જમણા હાથને ઇજા થાય, ત્યારે તેના વિકલ્પરૂપે ડાબા હાથનો ઉપયોગ કરશો, તો જે તકલીફ ઉભી થાય છે. એને જેને અનુભવ્યું તેને જ ખબર પડે છે, એ જ રીતે આંખો બંધ કરી રસ્તો ઓળંગવવાની તકલીફ અંધજનને જ ખબર પડે, હા, આ બધું આપણે કરીએ છીએ ખરા, પણ લાચારીવશ કરીએ છીએ. 86.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116