________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૬૧
૧૬૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હવે કશાની અપેક્ષા નથી. આપના ચતુર્ભુજ સ્વરૂપ દર્શનથી અત્યારે હું ધન્ય બન્યો છું. આ દર્શનથી ‘વિરાટરૂપ'ની ભયાનકતા દૂર થઇ છે. હવે હું મારી મૂળ પ્રકૃત્તિમાં આવ્યો છું. તેથી મને આગળની ગીતા સાંભળવી છે. આપ મૂળ દ્વિભૂજ સ્વરૂપે ફરિથી દર્શન આપો.
અર્જુન ઉપર ભગવાનની કેટલી અદ્દભૂત કૃપા છે. તેથી ભગવાનને પહેલા તેને વિરાટરૂપ બતાવ્યું. પછી દેવરૂપ એવું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને પછી કિબ્જરૂપ એટલે મનુષ્યરૂપ બતાવ્યું.
અર્જુન દ્વારા આપણને પણ જે દિવ્યદૃષ્ટિના દર્શન થયા છે. ભગવાનના મહિમાને સમજીને ભગવાનની સાથે સંબંધ જોડવા પ્રેરણા થઇ જાય છે. તેથી આ અધ્યાયને ‘વિરાટરૂપ દર્શન યોગ’ એવું નામ આપવામાં આવ્યું છે.
અધ્યાય : ૧૨
ત્રણે લોકના નાથ જડ ચેતન સર્વમાં વ્યાપ્ત એવા ભગવાનનાં વિરાટરૂપમાં દર્શન કરીને અર્જુનને પરમ સંતોષ થયો. પરંતુ આ વિરાટરૂપના દર્શન કર્યા પછી એને જિજ્ઞાસા ઉત્પન્ન થઇ કે અગુણ અને નિર્ગુણ ઉપાસના કરવાવાળા માંથી કોણ શ્રેષ્ઠ છે. આ જ જિજ્ઞાસાને લીધે અર્જુન પ્રશ્ન કરે છે. કે ભગવાન! તમારી ઉપાસના કેવી રીતે કરવી! તમે આકાર અને નિરાકાર એમ બંન્ને સ્વરૂપમાં બિરાજો છો. અર્થાતુ એક આપનું વ્યક્ત સ્વરૂપ છે બીજું આપનું અવ્યક્ત સ્વરૂપ છે. આ બંન્નેમાંથી કોને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ગણવું? અર્જુનનો પ્રશ્ન સ્પષ્ટ છે કે આ બે માંથી ક્યા સ્વરૂપની ઉપાસના કરવી? આકાર સ્વરૂપની કે નિરાકાર સ્વરૂપની. સગુણ સ્વરૂપની કેનિર્ગુણ સ્વરૂપની, કોની ઉપાસના શ્રેષ્ઠ છે. ઉત્તમ છે. આ પ્રશ્નને સમજાવવા માટે આ અધ્યાયમાં બીજા શ્લોકથી લઇને ચૌદમા અધ્યાયના વીસમા શ્લોક સુધી ભગવાન અવિરામ બોલતા જ ગયા છે. આ લાંબું તોતેર શ્લોકવાળું પ્રકરણ આ વિષયના ઉત્તરરૂપે આપેલ છે. આનો અર્થ એ થયો કે ભગવાન અહીં મહત્ત્વપૂર્ણ વાત સમજાવવા માંગે છે.
ગીતાને એક શરીર સાથે સરખાવીએ તો, જેમ શરીરના પ્રત્યેક અંગોનું જાણવું મહત્વનું છે. તેમ ગીતાના દરેક અધ્યાયનું આગવું મહત્ત્વ છે. કોઇ અંગ વિના શરીરની કલ્પના એટલે વિકૃત શરીર, એમ કોઇ
84