________________
૧૫૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ મહારથીઓનું મૃત્યુ નક્કી છે જે મારા મોઢામાં સમાઇ ચૂકેલા જોયા જેમ પરિક્ષિતનું મૃત્યુ સાતમા દિવસે તક્ષક નાગના કરડવાથી નક્કી થયેલ છે તેમ આ બધા યોદ્ધાના મૃત્યુ આ કુરુક્ષેત્રમાં નિયત દિવસે નિયત સમયે થવાના છે. નિમિત્ત થનારને કોઇ પાપ લાગતું નથી. જેમ ખેડૂત ઉભા પાકને બચાવવા માટે તેની આસપાસના નાના નકામા ઘોડ, ઘાસને દૂર કરે છે. તેમ સમાજને બચાવવા ને માટે આ બધાનો નાશ કરવો પડે છે.
અર્જુન કહે છે ભગવાન આપણી વાણીમાં તથ્ય છે. આપતો અંતર્યામી છો, આપ આ જગતનો તાત છે. આપણી ઘાકથી બધા બીએ છે. જેને કશું જ ખરાબ કરવું નથી. તેઓ હંમેશા આપનાં ના, ગુણ અને લીલાનું ગાન કરતાં સદાય મસ્તથી રહે છે. આ બધું ન્યાય સંગત યોગ્ય છે તેમાં બે મત નથી.
આપ સર્વેશ્વર છો. આપ જ ખરા પૂર્ણપુરુષોત્તમ છો, આપના ઉપરી કોઇ નથી. જ્યાં સુધી આપણું સ્વરૂપ માન્યું નહિ ત્યાં સુધી હું મેં આપને “હે કૃષ્ણા' હે સખા, જેવા અવિચારી સંબોધનથી હતો. જો ભગવાન આપ મારો અપરાધ ધ્યાનમાં રાખશો તો સળગતા આપના મોઢામાં હું પણ કોળિયો બની જઇશ. આપ ક્ષમાવાન દિવ્ય છો. તેથી આપ આ મારો અપરાધ જરૂરથી માફ કરશો જ.
આપ આ સંપૂર્ણ જગતના ચર અને અચર, સ્થાવર અને જંગમ, જડ અને ચેતન એ સૌના પિતા અને ગુરુ બન્ને છો. જેમ બ્રહ્માજીને સર્વવેદનો ઉપદેશ આપે જ આપેલ, તેમ આજે આ બધાના ઉદ્ધાર માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યાં છો. તેથી આ દૃષ્ટિએ તમે ગુરુ પણ છો હવે આપની સમકક્ષ આ બ્રહ્માંડમાં કોઇ નથી. હે સપરિમેય શક્તિશાળી ભગવાન, ત્રણે લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઇ
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૫૯ શકે? તેથી એ ભગવાન મારો અપરાધ આપ જ ક્ષમા કરો. મને હવે આપની બહુ બીક લાગે છે. આવું વિકરાળ વિશાળરૂપ જોઇને હવે હું કંપુ છું.
ભગવાન કહે છે શા માટે કંપે છે? તે માગ્યું હતું અને મેં તને આપ્યું. કોઇને બળજબરીથી કંઇ આપતો નથી. તારી માંગણી અને લાગણીથી મેં પ્રસન્ન થઈને, મારી અંતરંગ શક્તિઓ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યાં છે. આવા દર્શન આ પહેલાં કોઇને પણ કર્યા નથી. અર્જુનતને શંકા ન રહે એ માટે ખુલાસો કરું છું કે માતા દેવકી અને પિતા વાસુદેવને મારા જન્મ વખતે કારાવાસમાં માત્ર મારું ચતુર્ભુજ વિષ્ણુરૂપના દર્શન કરાવ્યા હતા. માતા જશોદાને મારા મુખમાં માત્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. જો માતાને આવા દર્શન કરાવ્યા હતા તેમની શી દશા થાત, તું તો પુરુષ, પાછો શૂરવીર હોવા છતાં તું બીઇ ગયો. તેથી જશોદામાતાને માત્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ત્રણે લોક સત્યે વિરાટ દર્શનનો માત્ર તને જ કરાવ્યા.
વેદ ભણવાથી, દાન કરીને સર્વસ્વ આપી દેવાથી, મારા આ રૂપના દર્શન થતાં નથી. ઉગ્ર તપ કરવાથી પણ આ રૂપના દર્શન ન થાય, અરે મારા ભક્તોને પણ આ વિરાટરૂપનાં દર્શન થતાં નથી. કારણ કે ભક્તોને જો એ વિશ્વરૂપના દર્શન થાય તો તેમને ભય લાગે આથી એ રૂ૫માં ભક્તિ કેવી રીતે થશે આથી શુરવીર, ભક્ત, શ્રદ્ધાળું એવા અર્જુનને ભગવાન પ્રસન્નતાથી વિરાટરૂપનું દર્શન કરાવે છે.
વિરાટરૂપના દર્શન કરીને અર્જુન એટલો ગભરાઇ ગયો હતો કે તેને ફરિનિર્ભય અને પ્રસન્નચિત્તવાળો બનાવવા માટે ભગવાન પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ આગળ ધર્યું. જેથી અર્જુન સ્વસ્થ બન્યો, ભગવાન આગ્રહ ગળગળો થઇને કહેવા લાગ્યો, મારો મોહ દૂર થયો છે. મને
83