________________
૧૫૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોવાને નાતે ભગવાનનું સાચું સ્વરૂપ જાણી શક્યો હતો. પરંતુ આ જગતના સામાન્ય મનુષ્યને તે સભાગે ક્યાંથી હોય? એ પણ અર્જુન જાણતો હતો, આથી અર્જુનની અંદરની ઇચ્છા હતી કે ભગવાન વિરાટરૂપમાં દર્શન આપે છે જે સ્વરૂપે તેઓ બ્રહ્માંડની અંદર કાર્ય કરે છે. અને છતાં તેનાથી અલિપ્ત રહે છે. આ બાબતની અન્યલોકોને ખાતરી થાયકે ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ છે. તેનો કોઇ વિકલ્પ નથી.
અર્જુનની દીર્ઘદૃષ્ટિ કેટલી પાવરફુલ છે કે તેને ખાતરી છે કે કલિયુગમાં પોતે સાચા કૃષ્ણ હોવાના દાવા ઘણા મનુષ્ય કરશે, આથી આવા દાવા કરનારને પોતાનું વિરાટરૂપ બતાવવું પડશે. આ રીતે આવી પ્રણાલી પાડવાથી આ સમસ્યા ઉકેલી જશે.
ભગવાન અર્જુનની વિનંતીઓ સ્વીકાર કરતાં કહે છે કે હે અર્જુન! હું તૈયાર છું. દરેક ભક્તિની ભાવનાની કદર કરવી એ મારું પ્રથમ કર્તવ્ય રહ્યું છે. આથી તું મારી અનેક વિભૂતિઓની સાથે સાથે અનેક વર્ષો અને આકૃતિઓ વાળાં એક્કો હજારો દિવ્યરૂપોને તું જો, પરંતુ આ બધુ જોવા માટે તારા ચર્મચક્ષુ કામ નહિ લાગે એને માટે દિવ્યચક્ષુ આપું છું જે દિવ્ય દૃષ્ટિથી તું મારા વિરાટરૂપને જોઇ શકીશ. આમ કહેવાથી સાચે ભગવાને અર્જુન સામે દૃષ્ટિ કરી, તરત જ તેની દૃષ્ટિ બદલાઇ ગઇ. પરિવર્તન આવી ગયું, મનુષ્યની દૃષ્ટિ બદલાય પછી પરિવર્તન આવે છે. જ્ઞાન શિક્ષણ આપણી દૃષ્ટિ બદલવા માટે મુખ્ય ભાગ ભજવે છે. છતાં દૃષ્ટિ બદલાતી નથી, પરંતુ આપણી જુની દૃષ્ટિને પણ વિકૃત બનાવી દઇએ છીએ, આજે અભણ કરતાં ભણેલા મનુષ્ય વધારે ખતરનાક બન્યા છે. અભણ લાકડીથી પથ્થરથી ઘા કરે, જ્યારે ભણેલો છે. એ.કે. રાઇફલ કે બોમ્બથી હુમલો છે. આજે પહેલાં કરતાં સાધનનો વધુ ખતરનાક બન્યા છે માણસને માણસ મટાવીને જંગલી બન્યો છે. તેમાં મનુષ્યનો દોષ નથી. તેની પાત્રતાની ચકાસણી
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૫૫ કર્યા વગર, અયોગ્ય વ્યક્તિ દ્વારા આપતા શિક્ષણનું પરિણામ છે. અર્થાત્ પાત્રતા અને સાધન બંન્ને શુદ્ધ હોવા જોઇએ, દૂધ ગમે તેટલું તાજુ અને શુદ્ધ હોય પણ દૂધ રાખવાનું પાત્ર એઠું, ગંદુ હશે તો પણ દૂધ ફાટી જાય છે. એ જ રીતે શિક્ષણ આપનાર શિક્ષક, શિક્ષણ આપવાની પદ્ધતિમાં જ્યા સુધી કોઇ પરિવર્તન નહિ થાય ત્યાં સુધી કોઇ ફેરફાર થવાનો નથી.
અર્જુનને ભગવાનની દિવ્યદૃષ્ટિ મળતાં જ ભલા ભલાને મૂછાં આવે. મન અનેક ચક્રવારોમાં ચઢી જાય તેવાં વિશ્વરૂપમાં અનેક મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દેશ્યો જોયાં, આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત અને અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. એક સાથે હજારો સૂર્ય ઉગ્યા હોય એવો પ્રકાશ પણ દેખાયો. અર્જુનની દૈષ્ટિ ભગવાનના શરીરમાં જે કોઇ એક સ્થાન પર ગઇ, ત્યાં જ તેમને ભગવાનનું વિશ્વરૂપ દેખાયું. કોઈ અંગમાં કેટલાય દેવતાઓ, મહર્ષિઓ, મહાત્માઓ ભગવાનની સ્તુતિ કરતાં દેખાય છે, મોં માંથી સળગતો અગ્નિ નીકળી જોયો. મોટા દાંતની અંદર યોદ્ધાં હતાં, ભગવાન જેમ ચાવતા જાય, તેમ તેમનો ભૂક્કો થતો હતો. અર્જુનને પ્રત્યક્ષ ભગવાનના મુખમાં ભીષ્મપિતા, દ્રોણ વગેરેને ચવાઇ જતાં જોયા.
અત્યારે અર્જુનને કેવળ ભગવાનનું વિશ્વરૂપ દેખાઈ રહ્યું છે. આ વિશ્વરૂપ એટલું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેમાં કોઇ શંકા થાય નહિ. આ વિશ્વરૂપ જોતાં જોતાં અર્જુનને સ્થળ, કામની કોઇ સીમા નડતી નથી, અર્થાત્ સ્વર્ગ, નરક, પૃથ્વી, બ્રહ્માંડ બધુ સ્પષ્ટરૂપે દેખાય છે. ભગવાનનું એક એક અંગ એવું દિવ્ય છે. કે અર્જુન ભગવાનને અત્યારે સારથી રૂપે ક્યાંય જોઇ શકતો નથી. અર્જુનનો બધો મોહ દૂર કરવા ભગવાને અર્જુનને એમ પણ કહ્યું કે મારા શરીરના એક એક અંગને ચરાચર સહિત સકળ જગતને જોઇ લે, જેમાં દરેક અંગમાં તને બધુ
81