________________
૧૫૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ - એક માણસે એક મહાત્માને પૂછ્યું : ભગવાને દુઃખ શું કામ બનાવ્યું? મહાત્માએ કહ્યું : ભગવાનની આ સૃષ્ટિમાં કશું ખરાબ નથી, સુખ દુઃખ આપણી મનોસૃષ્ટિનું પરિણામ છે. તેથી કોઇ પણ સંજોગોમાં હૃદયની પ્રસન્નતા ન છોડવી. સુખથી મનુષ્ય ભગવાનથી દૂર જાય છે. દુઃખમાં ભગવાન વધુ યાદ આવે છે. આથી આપણી મનોવૃષ્ટિ હંમેશા કોઇ પણ સંજોગોમાં સમદૃષ્ટિ રાખવી, આવી મનોસ્થિતિ ભગવાન તરફથી મળેલ અદ્ભૂત ભેટ છે.
સુખ દુઃખની જેમ ભાવ અભાવ, ભય અભય, યશ અપયશ એ પણ આપણી મનોસૃષ્ટિનું પરિણામ છે. આથી આ બધાથી પર રહીને ભગવદ્ ગુણગાનમાં મનને રાખવું. એ સાત્વીક્તાને અગત્ય ગુણ છે. જેથી બુદ્ધિ હંમેશા ભગવાનમાં સમર્પિત રહે છે. આ બધુ કર્માનુસાર મળે છે તો ક્યારેક કૃપા અનુસાર મળે છે આ ઉપરાંત ભગવાન બીજા પાંચ તત્વો અહિંસા, સમતા, તપ, તૃપ્તિ અને દાન, કૃપા કરીને દાન કરે છે. જેને બુદ્ધિયોગ આપવો હોય, પોતાનું વિભૂતિ દર્શન કરાવવું હોય, તેને જ ભગવાન આ પાંચ તત્વોનું દાન કરે છે.
આ બધા ગુણો ભગવાન શ્રીકૃષ્ણનું ભક્તને આપેલું વિશિષ્ટ દાન છે. સમાજજીવનમાં ધર્મનો પાયો મજબૂત કરવા માટે જે મહા પુરુષો ભગવાન મોકલે છે તે આ બધા ગુણોથી સંપન્ન હોય છે. આ ગુણોથી મનુષ્યનું મન નિર્મળ રહે છે જેથી ભગવાનની ભક્તિમાં વિક્ષેપ પડતો નથી.
આપણે કે કંઇ સારું કે નશરુ જોઇએ છીએ. તેનું મૂળ કર્મનુંફળ અને ભગવાનની કૃપા છે. ભગવાન વ્યાપ્ત સ્વરૂપે સર્વમાં છે. તેથી આપણી મનોસ્થિતિને મજબૂત બનાવી. આત્મા વિકાસની ગતિને પકડવી આ વીસ તત્વોની સાથે જગત ઉત્પત્તિનું કારણ ભગવાન છે. સાત મહર્ષિ,
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૫૧ ચાર સનક તથા ચૌદ મનુ મળી કુલ વ્યક્તિરૂપે પચ્ચીસ વિભૂતિનું કારણ પણ ભગવાન છે.
આથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન મારા સ્વરૂપને જાણીને તું મારો ભક્ત બન, જ્ઞાન શક્તિ જાણી મારી ભક્તિ કરીશ તો તને મારા વિરાટ સ્વરૂપના દર્શન હંમેશા થશે જ. આથી મારામાં પણ સંશય રાખ્યા વિના ભક્તિયોગથી યુક્ત થઇ જાય.
| ગીતાનું જ્ઞાન એ ખોટો બકવાસ નથી, પણ વિકાસ છે. આથી જર્મની જેવા ગતિશીલ દેશોમાં સ્કુલ કોલેજના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવા પ્રયત્ન કરી રહી છે. અરે! ગીતા એટલી વ્યવહારિક છે. કે તેને એમ.બી.એમાં સંચાલન (Management) ના અભ્યાસક્રમમમાં સમાવેશ કરી સંચાલનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપવા ઉપયુક્ત ગણવામાં આવી છે. આથી ગીતા લૌકિક, અલૌકિક બધી જ રીતે જ્ઞાનયુક્ત સાબિત થઇ છે.
વિભૂતિ અધ્યાય તો જગતને ઇશ્વરરૂપે જોવાનો એક દૃષ્ટિકોણ ભગવાનને આપણને આપ્યો છે. જ્યાં કંઇ જે પણ વિશેષતા દેખાય છે. એ ભગવાનની જ વિભૂતિ છે. એમ માનવાથી ભગવાનની સાથે અંગત (સંબંધ)નો અનુભવ થાય છે. એટલા માટે આ અધ્યાયને ‘વિભૂતિયોગ’ નામ આપવામાં આવ્યું છે.
79