________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક દિવસ આ રાજા શિકાર માટે જંગલમાં ગયા, ત્યાં આદિવાસીઓ ઉત્સવ ઉજવતો હતો. આ ઉત્સવમાં તેમની દેવી માટે બિલ ચઢાવવા માટે એક નરની જરૂર હતી. રાજાને જોતાં તેમને બલિ માટે પકડ્યા. રાજાના શરીરની ચકાસણી કરલા લાગ્યા. કે ક્યાંય ખોડ, ખાંપણ નથી ને, ચકાસણી કરતાં રાજાની આંગળી કપાઇ ગયેલી લાગી. આથી આ નર પુરુષ બિલ માટે યોગ્ય નથી. રાજાને મુક્ત કર્યા. રાજાનો આજે જીવ બચી ગયો. તેનું કારણ પેલી કેરી કાપતા કપાઇ ગયેલી આંગળી નિમિત્ત બની. આથી રાજાને પેલા પ્રધાનના શબ્દો યાદ આવ્યા કે ભગવાન જે કરે છે તે ભલા માટે કરે છે. તરત જ તે પ્રધાનને જેલમાંથી મુક્ત કર્યો.
૧૪૮
આમ આસ્તિકની બુદ્ધિ બધે જ પરમતત્વને શોધે છે. આસ્તિક્તા અને નાસ્તિકતા સમુદ્રમાં ઉઠતી લહેરો જેવી, આપણા દિલ
અને દિમાગમાં રહેલી છે. ભગવાન ભક્તની રહેલી છે. ભગવાન ભક્તની બુદ્ધિમાં જ્યારે બિરાજે છે. ત્યારે મનુષ્યના હૃદયમાં અલૌકિક ભાવ જાગે છે. અને આવો અલૌકિક ભાવ મને ત્યારે ભક્ત સુખ અને દુઃખમાં પરમાત્માના દર્શન કરે છે.
બુદ્ધિને ઘડનારું પરિબળ જ્ઞાન છે. જ્ઞાન એટલે ભેદ અભેદ, સારા નરસા, બ્રાહ્મ, અબ્રાહ્મ, કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો વિચ્છેદ શીખવે છે. અર્થાત્ અલગ અલગ જાણકારી, બાળક જન્મતા માનું દૂધ પીવે છે. આ તેને કોણે શીખવ્યું? નાસ્તિકવાળી બુદ્ધિ લાંબો વિચાર કર્યા વિના જવાબ આપશે. માં એ. આ જવાબ સંપૂર્ણ જાણકારીનો અભાવ, મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં બચ્ચા જન્મતા તરત જ તેની માના આચંળ ખોળશે. આંચળમાં દૂથ તેવું શાન કોણે આપ્યું. આ સિવાય પક્ષી, પ્રાણીઓનો અભ્યાસ કરો તો જ્ઞાનની ઊંડાઇ સમજાશે. આ જ્ઞાન આપનાર ઇશ્વર છે. આ જ્ઞાન ભગવાન તરફ લઇ જાય છે.
78
૧૪૯
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અસમ્મોહ એટલે સંશય તથા મોહથી મુક્તિ, મનુષ્યમાં સંસાર
કે સંસારની કોઇ વસ્તુમાંથી મોહ છુટતો નથી. ત્યારે ભગવાન આ મોહ છોડવવા માટે એકાદ એવો અનુભવ કરાવે છે, કે બુદ્ધિ અને જ્ઞાનથી ન છુટેલો મોહ તરત જ છુટી જાય છે.
એક વ્યક્તિને સિગારેટ પીવાની એવી આદત પડી ગઇ હતી તે લાખ પ્રયત્નો કરવા છતાં તે છુટતી ન હતી બુદ્ધિ તેને સિગારેટ આનંદમય સુખ તેવું કહેતી. સિગારેટ પીવાથી કેન્સર થાય છે તે જ્ઞાન તેને ખોટો બકવાસ લાગતો હતો. પરંતુ એક દિવસ પોતાનો ત્રણ વરસનો પૌત્ર સિગારેટનું ઠુંઠું લઇને મોં માં મુકતો જોયો અને સિગારેટ પ્રત્યેનો તેનો મોહ ભગ્ન થયો. આમ કોઇ વ્યક્તિનો ઉદ્ધાર અસમ્મોદ વિદ્યાથી ભગવાન કરે છે.
ક્ષમા એ પ્રભુને મેળવવા માટે સામર્થ્યવાન બનાવે છે. ક્રોધ પર કાબૂ અને તેના પરિપાક રૂપે ક્ષમા આંતરિક ઉર્જાનો સ્રોત છે. કોઇ આપનું ગમે તેટલું નુકશાન કરે પણ તેને ક્ષમા આપવી એ મન અને આત્માને શાંત કરનારો અગત્યનો ગુણ છે.
સત્યમ એટલે સત્યને ઇશ્વર ગણી પોતાના નિજી સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને હકિકતોને યથાર્થરૂપે રજૂ કરવી, આ વાત લાગે છે એટલી સહેલી નથી. જ્યારે ભગવદીય સો ટકા સત્યમય જીવન છે. ત્યારે ભગવાનની પ્રાપ્તીની કક્ષા ઉચ્ચતમ બની છે તેવું માની શકાય છે.
ઇન્દ્રિયનિગ્રહ એટલે સંસારના ભૌતિક પદાર્થોમાંથી આસક્તિ આપણે જે કંઇ ભોગવીએ છીએ એ આપણા માટે નહિં, ભગવાનની સેવા સ્મરણ માટે આવશ્યક પૂરતી મર્યાદિત હોવી જોઇએ, જ્યાં સુધી ભૌતિકતા તરફ ભાવ અને મન હશે ત્યાં સુધી ભગવાન પ્રાપ્તીમાં વિક્ષેપ પડશે. આ ભૌતિકતાથી નિષ્પન્ન સુખ, દુઃખમાં સમર્દષ્ટિ કેળવવી, સુખ, દુઃખમાં ભગવાનને ભૂલવું ન જોઇએ.