________________
૧૪૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કહેવામાં આવે છે. આથી અહીં અર્જુનની મૂંઝવણ ઉચિત છે. આથી તેના ઉપાય રૂપે તૂટક તૂટક પોતાનું માહાત્મ ભાગવન પ્રગટ કરે છે.
ભગવાન અર્જુનને કહે છે દેવતાઓ અને મહર્ષિઓ મારા રૂપને જાણી શક્યા નથી. એટલે કોઈને માટે મને જાણવો અશક્ય છે. તેવું નથી. જે મનુષ્ય આધ્યાત્મિક માર્ગે ઉંચે જવા માટે પ્રયત્નશીલ છે. એમાંથી જેમને આધ્યાત્મિક સાક્ષાત્કારનું કોઇ જ્ઞાન નથી. પરંતુ તેઓ વાસ્તવમાં પોતાની આધ્યાત્મિક સ્થિતિને સમજવા સક્ષમ છે. તેમાંથી જે અહંમ મમતાથી પર, એવા સર્વ પાપોમાંથી મુક્ત છે તે મનુષ્ય ભગવાનને સર્વ વસ્તુઓના સ્વામી તથા અજન્મા તરીકે જાણે છે.
આ અધ્યાયમાં ભગવાન જે મનુષ્યો ભગવાનને જાણવા મેળવવા અને પ્રાપ્ત કરવા આકુળ છે. તેમને પોતાની સાથે જોડવા માંગે છે. પરંતુ તેમને ભગવાનનું કોઇ જ્ઞાન નથી, તેમને એ ખબર નથી ભગવાન મારું સર્વસ્વ છે. મારા પિતા છે. મારા પતિ છે. મારા ગુરુ છે. મારું જ્ઞાન છે. મારી સંપત્તિ, વૈભવ છે. અહીં ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ ગુરુ સ્વરૂપે છે. અર્જુન જીવાત્મા છે. જેથી ભગવાન સ્વયં ગુરુ અર્જુનને પોતાનો પરિચય કરાવી રહ્યાં છે. હે અર્જુન! તું પણ મારી એક વિભૂતિ છે. કારણ કે દરેક જીવાત્મા મારો એક અંશ છે. આખું વિશ્વ મારું ભૌતિક સ્વરૂપ છે. એટલે કે એ વિશ્વ પણ મારી જ વિભૂતિ છે. તારો અને મારો સંબંધ કેવળ આ જન્મનો નથી. પણ સનાતન છે. માટે તું મારા વિરાટ સ્વરૂપને ઓળખી લે. બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, દમ શમ વગેરે સગુણો મારામાં કાયમ રહેલાં છે. ભગવાનને બે સ્વરૂપમાં આપણે મુખ્યત્વે ઓળખીએ છીએ. એક સગુણ સ્વરૂપ, બીજુ નિગુણ સ્વરૂપ, નિર્ગુણ એટલે અવ્યક્ત, સગુણ એટલે વ્યક્ત, માયામાં આવે ત્રણે સગુણ બનીને આવે છે. સગુણ એટલે દિવ્ય કલ્યાણકારી ગુણ. નિગુણ એટલે માયાના ગુણ, અર્થાત્ તમસ, રજસ, સત્વ વગેરે જે
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૪૭ ભગવાનમાં નથી. આ ઉપરોક્ત બાળ યૌવન, વૃદ્ધત્વ એવા વિકારો પણ ભગવાનમાં નથી. નિગુણ કર્મ આધારિત છે. ભગવાને આગળ કહ્યું છે તેમ ભગવાનને કર્મ સાથે કોઈ સંબંધ નથી તેથી ભગવાનમાં આ ગુણ હોતા નથી. પણ કલ્યાણકારી ગુણો જ્ઞાન, ક્ષમા, સત્ય, શમ, દમ, અહિંસા, તૃષ્ટિ, તપ, દાન વગેરે આ ગુણો ભગવાનના રૂપમાં અખંડ રહેલા છે. વૈશ્વિક કલ્યાણ માટે ભગવાન જેની પર કૃપા કરે છે, તેને આવા વીસ સગુણ ગુણોનું દાન કરે છે. નિગુણગુણ ભગવાનના થકી નથી.પરંતુ કર્મના થકી છે. આ ગુણોમાં ઇશ્વર તત્વનો અનુભવ ભગવાનની કૃપાથી સમજાય છે. મહાત્મા ગાંધીને આવો અનુભવ થયેલ તેથી સત્ય એ ઇશ્વર એમ કહેતા.
બુદ્ધિએ નિશ્ચયાત્મક ભૂમિકાએ પહોંચાડે છે. સબુદ્ધિ આવે ત્યારે બુદ્ધિ નિશ્ચયાત્મક બનીને સંચયને દૂર કરે છે. બુદ્ધિ અનુભવને આધારે પરિવર્તનશીલ છે. પરંતુ અનુભવમાં ભગવાનની કૃપા મુખ્ય ભાગ ભજવે છે. બુદ્ધિને અનુભવી બનાવવા માટે ભાવમાં લાવવાની જરૂર છે. બુદ્ધિ અને ભાવ એ બેનું જ્યાં સંયુક્ત મિલન હોય ત્યાં સંચયને કોઇ સ્થાન નથી. નાસ્તિકને જગતની બધી ક્રિયા પ્રક્રિયા આઋમિત લાગે છે. સંજોગોને આધિન લાગે છે. જ્યારે આસ્તિકને જગતની બધી ક્રિયા પ્રક્રિયા ભગવાનની કૃપા કે અકૃપાનું પરિણામ લાગે છે.
એક રાજાને કેરીઓ ખાવાનો બહુ શોખ, એક દિવસ રાજા તેના દિવાનખાનામાં કેરીઓ કાપતા કાપતા પ્રધાન સાથે રાજ્યની ચર્ચા કરતા હતા, ત્યાં કેરીઓ કાપતા રાજાની આંગળી કપાઇ ગઇ. રાજા ઘણા દુઃખી થયા, ત્યારે પ્રધાને કહ્યું – “મહારાજ! દુઃખી શા માટે થાવ છો ભગવાન જે કરે છે એ આપણા બધા માટે કરે છે.” રાજા નાસ્તિક હતા, તેથી તેમને આવા વચનોમાં વિશ્વાસ નહિં, તેથી રાજાને પ્રધાનનું આમ કહેવું ખરાબ લાગ્યું, તેમાં તેને રાજ્ય અને રાજાનો દ્રોહ લાગ્યો આથી પ્રધાનને જેલ પૂર્યા.
77