Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ ૧૪૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૦ ભગવાન અર્જુનને પરમ સખા ગણતા હતા અને તે નાતે ભગવાન અર્જુનને નવમા અધ્યાયમાં પોતાના ગુપ્ત સ્વરૂપો અને તેના સંબંધી સર્વશ્રેષ્ઠ જ્ઞાન પ્રગટ કર્યું, તેમ છતાં ભગવાનને પૂરો સંતોષ ન થયો તેથી આ સંદર્ભમાં અર્જુનની બુદ્ધિને વધારે વિશદ બનાવવા અને નવમા અધ્યાયમાં જાગેલ ભાવોને દેઢિબૂત કરવા આ દસમાં અધ્યાયમાં વિભૂતિયોગ સમજાવ્યો છે. તેથી માનવજાત ના ઉત્કર્ષ માટે આપવામાં આવેલ ઉપદેશ વ્યર્થ નજાય. ભગવાનની વિભૂતિઓ સમજી લેવાથી આપણું જીવન ભગવદ્ પરાયણ બને છે. - પોતાના હિતેચ્છુ અર્જુનને આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન સ્વયં કહે છે હે મહાબાહો! અર્જુન મારા ઉત્તમ વચનો હું તને ફરીથી કહું છું. કારણ કે મને ખાત્રી થઇ ગઇ છે કે તને મારા પ્રત્યે પ્રેમ છે. એટલે હવે હિતની કોઇ ખાસ વાત હું છુપાવીશ નહીં. ભગવાને વિશ્વાસ છે. અર્જુન માત્ર મારો પરમ સખા માત્ર નહીં. પણ મારો સાચો ભક્ત છે અને ભક્તનું મનસતત ભગવાનમાં રહે તે માટે પોતાની વિભૂતિઓથી અવગત કરાવવું જરૂરી બને છે. એટલા માટે કૃપાવશ થઇને ભગવાને સાતમા અધ્યાયમાં (આઠથી બાર શ્લોક સુધી) કારણ રૂપે સત્તર વિભૂતિઓ અને નવમા અધ્યાયમાં (સોળથી ઓગણીસ શ્લોક સુધી) કાર્ય કારણ રૂપે આડત્રીસ વિભૂતિઓ બતાવી અને આ દસમા અધ્યાયમાં ચોથાથી છઠ્ઠા શ્લોક સુધી પિસ્તાળીસ વિભૂતિઓ બતાવે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૪૫ વિભુતિયોગ બે શબ્દનો બનેલો છે વિભુતિ + યોગ, વિભૂતિ એટલે વૈભવ, સંપત્તિ, મહત્તા, અલૌકિક શક્તિ. યોગ શબ્દનો અર્થ જાણીએ છીએ. તે પ્રમાણે યોગ એટલે જોડાણ. ભગવાનના વૈભવ, મહત્તા, અલૌકિકશક્તિને પ્રગટ કરી, તે ભગવાન સાથે જોડાણ માટે મદદરૂપ બને એટલે વિભૂતિ. ભગવાન કહે છે કે આ સંદર્ભમાં પ્રથમ મારા પ્રાગટ્યને સમજ. જે મારા સિવાય કોઇ જાણતું નથી. કારણ કે સર્વ દેવતાઓ, મહર્ષિઓ હું છું. આથી તેને પ્રથમવાર મારો સાચો પરિચય આપું છું. જેથી મારી શક્તિ સામર્થ્યને સારી રીતે જાણીને સારી ભક્તિ કરીને મને પ્રાપ્ત કરી શકીશ, કારણ કે માહાભ્ય વિના ભક્તિ શક્ય નથી. આથી હે અર્જુન! મર્યા પછી ભગવાન કેવો છે. તે જોવાને બદલે તું અત્યારે જાણી લે. બ્રહ્મસંહિતામાં બતાવ્યા પ્રમાણે હું બ્રહ્મ, પરમતત્વ છું. મારાથી કોઇ મહાન નથી. દેવતા અને મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવનું જ્ઞાન નથી. કારણ કે હું સૌનો આદિ છું. સૌના કારણ રૂપે હું છું. તેથી મારા પ્રાગટ્ય, પ્રાદુર્ભાવનું જ્ઞાન કેટલાય દેવોને પણ નથી. હું ક્યાં છું એ જ્ઞાન ઘણા મહર્ષિઓને પણ નથી, અને આવું જ્ઞાન જેને સમજાય તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે. અહીં એ કહેવામાં આવ્યું છે કે મારા પ્રાગટ્યને દેવતા અને મહર્ષિઓ પણ જાણી શક્યા નથી. આથી અર્જુને મૂંઝવણ થાય છે તો ભગવાનનું મહાભ્ય સામાન્ય મનુષ્યો કેવી રીતે જાણશે અને તેમનું કલ્યાણ કેવી રીતે થશે? જ્યાં સુધી મનુષ્ય ભગવાનના રૂપને ઓળખતો નથી. ગુણોને સમજતો નથી. લીલા અને સારી રીતે જાણતો નથી. ત્યાં સુધી ભગવાન પ્રત્યે સાચો પ્રેમ દેઢિભૂત થતો નથી. આથી ભગવાનમાં પ્રીતિ કરાવનારું ભગવાનનું આ જ્ઞાન માહાસ્ય જ્ઞાન કહેવાય છે. અને આ માહાભ્યજ્ઞાનથી ભગવાનમાં કે સ્નેહ જાગે, ત્યારે એ સ્નેહ ભક્તિ 76

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116