________________
૧૪૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન તો એટલા દયાળુ, કૃપાળું છે તમારા સત્કર્મનું ફળ તરત જ આપી દે છે. પહેલા સત્કર્મનું ફળ આપે છે. પછી દુષ્કર્મનું ફળ આપે છે. આથી જ્યારે સત્કર્મના પ્રતાપે મળેલાં સ્વર્ગલોકમાં તમારાં કર્મને આધારે દીર્ઘ જીવન ઉચ્ચત્તમ સુખો પ્રાપ્ત થાય છે. પરંતુ પૂણ્યકર્મ પૂર્ણ થતાં સ્વર્ગ છોડવાનો વારો આવે છે. આવા અલ્પસુખો મેળવવા ઇચ્છતા મનુષ્યો ન તો ભગવાનનો આશ્રય લે છે. અને ન તો ભગવદ્ પ્રાપ્તીના કોઇ સાધનનો આશ્રય લે છે. તેઓ કેવળ ત્રણ વેદોમાં કહેલા સકામ ધર્મો અનુષ્ઠાનો જ આશ્રય લે છે. પરંતુ જે મનુષ્યો અનન્યભાવે ભગવાનના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે અને ભગવાનના શરણે જાય છે. તેમને સ્વર્ગ નરક, જન્મ મૃત્યુમાંથી મુક્તિ આપું છું.
ભગવાનની ઉદારતા તો, જોવો, ભગવાન કહે છે કે મને ભજો કે અન્ય દેવોને ભજો, તેનું ફળ તો આપું છું. અને તે ફળ પણ જેવું તેવું નહિં ભગવાનની પ્રાપ્તી છે કારણ કે સર્વ કંઇ ભગવાન છે એટલે અન્ય દેવો એ બીજા કોઇ નહિં પણ ભગાવન પોતે છે. ભગવાન અહીં શરત મુકે છે કે અન્ય દેવતાઓના પૂજનનો હેતુ સ્પષ્ટ હોવા જોઇએ. અર્થાત્ તેમના પ્રત્યેની ભક્તિનિષ્કામ હોવી જોઇએ. જો સકામભાવની ભક્તિ હશે, તો તે ભક્તિનુસાર તામસ, રાજસ દેવતાઓની પ્રાપ્તી થશે, તે જ રીતે ભૂતપ્રેતનું પૂજન કરનારા ભૂતપ્રેતને પ્રાપ્ત કરે છે.
તમારી ભક્તિમાં ભાવવધુ તેમ ભગવાન ઉદાર બનીને તમે જે પત્ર, પુષ્ય, ફળ, જળ વગેરે યથા પ્રાપ્ત વસ્તુ અર્પણ કરશો તો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે. જેવી રીતે દ્રોપદી પાસેથી પાંદડું લઇને ભગવાને ખાઇ લીધું અને ત્રિલોકીને તૃપ્ત કરી દીધા, ગજેન્દ્રે સરોવરનું એક પુષ્પ ભગવાનને અર્પણ કર્યું, તો ભગવાને તેને સ્વીકારી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો શબરીનાં એંઠા બોર ખાઇને તૃપ્ત થયા. રતિદેવે અંત્યકરૂપે આવેલાં ભગવાન જળ પિવડાવ્યું તો તેમને ભગવાનના સાક્ષાત દર્શન દીધાં.
74
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૪૧
આ પુરાણોની વાતો છોડીને આપણાં પુષ્ટિ સંપ્રદાયમાં આવી તો ચોયાસી, બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં તો આવા વિપુલ દાખલાઓ પડ્યાં છે. ભગવાને માત્ર સ્થૂળરૂપે નહિં પણ માનસીક સેવાતો (સાધન સામગ્રી વગર ખાલી મનની કલ્પનાથી કરવામાં આવતી સેવા) સ્વીકાર કર્યો છે.
શ્રી ગુંસાઇજીના સેવક દયાળદાસ, તે જમાનામાં લાખો પતિ પણ સ્વભાવે મહાકંજૂસ, એક દિવસ તેમને શ્રી ગુંસાઇજીને વિનંતી કરી મહારાજ એવો કોઇ ઉપાય બતાવો એક પૈસાનો ખર્ચ ન થાય અને
મારું કલ્યાણ ત્યારે ગુંસાઇજી કહ્યું “તમે માનસી સેવા કરો' આ માનસીસેવામાં સ્થૂળરૂપે કોઇ સાધન સામગ્રીની જરૂર નહિં પડે, ખાલી મનથી સેવા કરવાની છે ત્યારે એમણે માનસી સેવાની રીતભાત શીખી લીધી. પછી હંમેશા નિયમિત રીતે માનસી સેવામાં બે પહોર રહેલાં, આમ કરતાં કરતાં એક દિવસ ખીર બનાવી હતી. તેમાં ખાંડ ઘણી પડી ગઇ હતી. તેથી તે કાઢવા લાગ્યા. ત્યારે શ્રીઠાકોરજી એનો હાથ પકડવા લાગ્યા અને આજ્ઞા કરી ‘અરે! આમાં તો તારું કશું ખર્ચ થતું નથીને? તો તું શા માટે ખાંડ કાઢે છે! આ વાત સાંભળીને એમનું અંતઃકરણ ઉઘડ્યું અને ભગવદ્ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો.’
આનો અર્થ એમ થયો કે ભગવાનને અર્પણ કરવું હોય તો ભાવથી કરો, ભગવાન સાધન સંપત્તીના નહિં, પણ ભાવના ભૂખ્યા છે. ભાવ હશે તો આજે પણ ભગવાન સામે ચઢીને માંગશે અને આરોગશે. ભાવ વગર લાખો કરોડો રૂપિયા અર્પણ કરશો તો પણ ભગવાન તેની સામે જોશે પણ નહિં. સંપત્તુ કરતાં ભાવ અગત્યનો છે. આથી યાદ રાખજો કે ભગવાનને જે પણ અર્પણ કરો પણ ભાવથી અર્પણ કરો. ભાવથી ભગવાન સૂકો રોટલો પણ આરોગે છે. ભગવાન તમારી ધન સંપત્તિના નહિં પણ તમારો ભાવ જોવે છે ભાવનું નામ છે ભક્તિ.