________________
૧૫૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
અધ્યાય : ૧૧
અર્જુન ભગવાનની કૃપાથી સમગ્ર બ્રહ્માંડમાં ભગવાનનું વ્યાપ્ત સ્વરૂપ જાણી ભાવવિભોર બની ગયો અને ભગવાનને વિશેષ કૃપા કરવા પ્રાર્થી રહ્યો છે.
આ પ્રાર્થનાના રૂપમાં અર્જુન ભગવાનને કહે છે હે કમળનયન, પુરુષોત્તમ, મેં આપના મુખે જીવ માત્રની ઉત્પત્તિ તથા ભયની સાથે આપના અક્ષય મહિમાના ગુણો જેવી અત્યંત ગોપનીય કહી શકાય તેવી આધ્યાત્મિક બાબતો સાંભળીને મારો મોહ, ભ્રમ દૂર થયો છે.ત્યારે આપ વાસ્તિવક રૂપને દ્રશ્યના સ્વરૂપમાં દર્શન કરાવો.
અર્જુન અહીં કેટલો વિનમ્ર બન્યો છે. વિનમ્ર એ પણ ભગવાનની વિભૂતિ છે. વિનમ્રતાએ સંસ્કારનીનિશાની છે. વિનમ્રતામાં અભિમાનનો જરા પણ છાંટો હોતા નથી. વિનમ્રતાથી બધા કાર્યોને સફળ બનાવે છે. અર્જુન ભગવાનનો સાચો ભક્ત હતો એટલે ભગવાનને વિનમ્ર બનીને વિનંતી કરે છે. તેથી એક અધિકારીના રૂએ નહિં, ભક્તના નાતે ભક્તિ અધિકાર માંગે છે.
ગીતા અહીં આપણને માંગવાની રીત શીખવાડે છે. ઘણા લોકોને માંગતા આવડતું નથી. લડી ઝઘડીને માંગે છે. ત્યાં પ્રેમ નહિં, માત્ર લાલચ દેખાય છે. સ્વાર્થીપણું માણસને અનીતીના માર્ગે દોરે છે.
80
૧૫૩
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જે છે તેમાં સંતોષ માનવો, જેથી મનોજગતમાં ખોટો વિક્ષેપ ઉભો ન થાય અને એકાગ્ર મનથી ભગવાનની આરાધના થઇ શકે છે.
એકલો વિનમ્ર ભાવ નહિં પણ માંગવાની યોગ્યતા પણ કેળવવાની છે. તેમ કોની પાસે શું માંગો છો તેની સભાનતા હોવી જોઇએ. માંગતી વખતે માંગવાન માટે સામે વ્યક્તિ પાસે અધિકાર હોવો જોઇએ. અહીં અર્જુન પાસે વિનમ્રતા અને અધિકાર બંન્ને છે. આથી અર્જુન વિનમ્રભાવે વિનંતી કરે છે. ભગવન્ તમારું દિવ્ય રૂપ બતાવો. અર્જુનનો આગ્રહ નથી. ભક્તનો આગ્રહ ન હોય, અર્જુન કહે છે મારી આ વિનંતી છે. અને તમને એમ લાગે કે આ સ્વરૂપ દર્શનનો અધિકારી છું. તો જ દર્શન કરાવો. નહિ તો નહિ, અર્જુનને ખાતરી છે કે હું ભગવાનનો ભક્ત છું.અને ભગવાને અધ્યાય ૧૦/૧૧માં બતાવ્યા પ્રમાણે મારું ભજન કરવાવાળાનો પર કૃપા કરીને હું પોતે એમના અજ્ઞાનજન્ય અંધકારનો નાશ કરુ છું. ભગવાન પ્રત્યેનો આ દૃઢ વિશ્વાસ અર્જુનને વિરાટ દર્શન કરાવવા કૃપા કરવા ભગવાનને વિનંતી કરે છે.
અર્જુનની આ વિનંતી જેવી તેવી નહિં પણ ભગવાનના સમગ્ર ગોપનીય સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શનનું છે. અર્જુનની આ દર્શનની અભિલાષા ભગવાને સ્વયં અધ્યાય ૧૦/૪૨માં બતાવ્યા પ્રમાણે : હું પોતાના કોઇ અંશમાં સઘળા જગતને અનંતકોટિ બ્રહ્માંડોને વ્યાપ્ત કરીને રહેલો છું. અર્થાત્ ભગવાન મને પોતાનો પરિચય આપ્યો કે હું કેવો છું. આ જ વાતને અર્જુનને પરમ ગોપનીય લાગે છે. જેમાંથી અર્જુનને ભગવાનના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા જાગી છે.
કોઇ વ્યક્તિ પોતાની અધુરી વાત છોડી દે. ત્યારે તેની વાત જાણવાની આપણી જીજ્ઞાસા વધુ રહે છે. એ રીતે અર્જુનને ભગવાનની વિરાટ દર્શનની જીજ્ઞાસા જાગે છે. અર્જુન શ્રીકૃષ્ણનો સખા અને ભક્ત