________________
૧૩૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દરેક આધ્યાત્મિક ક્રિયા માત્ર કાંડ છે. તેમાં ભાવ નથી તે બધા વ્યર્થ જાય છે. જે દેવી જીવો છે તે સંસારમાં રહેવા છતાં સંસારમગ્ન બનતા નથી. કારણ કે તેમનાં બધા લૌકિક કે અલૌકિક કર્મોમાં અહંમ મમતા હોતા નથી. તેઓ સંપૂર્ણપણે મારા આધિન છે તેઓ મારા સિવાય કોઇના શરણે જતાં નથી.
હે અર્જુન! આવા ભક્તો મારા મહિમાનું ગાન કરતાં કરતાં ખાવું પીવું, સુંવું જાગવું તથા વેપાર કરવો, ખેતી કરવી વગેરે સાધારણ ક્રિયા પણ મારા માટે કરે છે. તેમની સઘળી લૌકિક અને અલૌકિક ક્રિયાઓ કેવળ મારા ઉદ્દેશ્યથી મારી પ્રસન્નતાને માટે જ થાય છે.
ભગવાન આગળ કહે છે કે ઉપરોક્ત ભક્તિનું નસીબ બધાની પાસે હોતું નથી. તેમની રૂચિ, યોગ્યતા, શ્રદ્ધા, વિશ્વાસ વગેરેમાં વિભિન્નતા હોવાને કારણે તેમની ઉપાસનાઓમાં ભિન્નતા જોવા મળે છે. આવા ભક્તોને મુખ્યત્ત્વ ત્રણ વર્ગોમાં વહેંચી શકાય. (૧) જ્ઞાન દ્વારા પોતાનામાં રહેલ સતને ઓળખીને તેની ઉપાસના કરનાર, (૨)મારા હજારો સ્વરૂપો માંથી ગમે તે એકની ઉપાસના કરનારા, (૩) મારા વિરાટરૂપની ઉપાસના કરનારા.
આપણને અહીં એક સવાલ થાય કે ઉપાસના પદ્ધતિમાં ભિન્નતા હોય તો બધી ઉપાસનાઓ એક જ ભગવાનની કેવી રીતે હોઇ શકે. આ સવાલનું સમાધાન કરતાં આગળના ચાર શ્લોક (શ્લોક ૧૬ થી ૧૯)માં ભગવાન કહે છે કે : આ જગતનો હર્તાકર્તા હું છું. તેથી સર્વકંઇ ક્રમકાંડ, એ પછી યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષિધ તેમજ દિવ્ય મંત્રઘોષ હોય તે બધા માં હું છું. હે અર્જુન! આથી ધ્યાનથી સાંભળ, આ જગતનો પિતા હું છું. આ જગતની માતા હું છું. આ જગતનો ઘાતા પણ હું છું. હું વિથંભર છું. કોઇ માને યા ન માને પણ હું સર્વનો પોષક, પાલનહાર
72
૧૩૭
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અને સર્જક છું. જગતની સર્વ અસ્તિત્વનું કારણ પણ હું જ છું. મારી ઇચ્છા વિના ઝાડનું પાન પણ હાલી શકતું નથી.
આપણી પાસે પરમતત્ત્વને પામવા માટે આટ આટલી ઉપાસના પદ્ધતિઓ, ભગવાનના સ્વરૂપો, સાધના, સામગ્રી હોવા છતાં આસુરી, રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો આશ્રય લઇ પરમતત્તવની અવહેલના કરીએ છીએ. તે મૂર્ખતાની નિશાની છે. જ્યાં સુધી અંતઃકરણમાં સાંસારિક ભોગો અને સંગ્રહની કામના હોય છે. ત્યાં સુધી પરમતત્ત્વને ઓળખી શકતા નથી. ભગવાનની ભક્તિમાં ભાવ અને અનન્યતા હોવી જોઇએ. સ્વરૂપ અને કર્મકાંડ ગમે તે હોય એ ગૌણ છે.
આથી ઘણા ભક્તો પરમાત્માને માતા તરીકે, ઘણા પિતા તરીકે, ઘણા ભક્તો સખા તરીકે, ઘણા ભક્તો પુત્ર તરીકે બોલાવે છે. અને ઉપાસના કરે છે. ઇશુખ્રિસ્ત પરમાત્માને પિતા તરીકે સંબોધન કરતા હતા. રામકૃષ્ણ પરમ હંસ પરમાત્માને મા તરીકે જ બોલાવતા. શંકરાચાર્યે છેલ્લે છેલ્લે પરમાત્માને પિતાના સ્વરૂપમાં દર્શન કર્યાં. શ્રીમદ્ વલ્લભાચાર્ય લાલા અર્થાત્ બાળકના રૂપમાં પરમાત્માના દર્શન કર્યા.
હું માતા, પિતા, સખા, બંધુ, બાળક એ બધુ હોવા ઉપરાંત ધાતા છું અર્થાત્ હું સર્વેનો આશ્રયદાતા પણ છું. એ આશ્રયદાતા તરીકે કીડીને કણ, અને હાથીને મણ અનુસાર સર્વેને હું પુરુ પાડું છું. પરંતુ એ મેળવવા માટે કર્મ તો કરવું પડે છે. આગળ પર કહ્યું તેમ કર્મમાં હું ક્યારે વચ્ચે આવતો નથી. ક્યાંક ભૂખમરો જોવા મળે છે. તે મારે કારણે નહિં. પણ તે તમારા અગાઉના કર્મનું ફળ છે આ ઉપરાંત મારા ઉપરની શ્રદ્ધાનો અભાવપણ અગત્યનો ભાગ ભજવે છે. જો મારા પર પ્રબળ શ્રદ્ધા હશે તો હું કોઇને ભૂખ્યો સુંવાડતો નથી, હા કદાચ ભૂખ્યો જગાડું ખરો.