________________
૧૩૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવા આધ્યાત્મિક જ્ઞાનનો બીજો ગુણ તે અતિ પવિત્ર, શુદ્ધ અને શ્રેષ્ઠ છે.
આ જ્ઞાન આવુ સુગમ અને સર્વોપરિ હોવા છતાં મનુષ્ય તેનો કેમ લાભ લેતાં નથી. તેવી શંકા થાય તેનું સમાધાન કરતાં ભગવાન કહે છે તે મનુષ્યના મનની પામરતા છે. આ જ્ઞાન એટલું ગૂઢ હોય છે તે તેની લાયકાત વાળા મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. જેમ પાણી, દૂધને છૂટું પાડવું તે બધા માટે શક્ય હોતું નથી, તો તે હંસ જ છુટું પાડી શકે. જેને આ જ્ઞાનમાં મારી વાણીમાં અને મારા સ્વરૂપમાં શ્રદ્ધા નથી એવા જીવો માટે આ કામનું નથી. એને માટે આવા જ્ઞાનની કોઇ કિંમત હોતી નથી. માંસ ખાવા માટે ટેવાયેલા વાઘ, સિંહ, વરૂને પાંચ પકવાન આપો તો પણ તેનો સ્પર્શ પણ નહિ કરે તે જ રીતે શ્રદ્ધાદિન મનુષ્યોને વિજ્ઞાન, વૈદિક શાસ્ત્રોના પ્રમાણો આપવા છતાં પણ ભગવાન પર શ્રદ્ધા બેસતી નથી. મનની ચંચળતા તેમને ભગવદ્ ભક્તિમાં દેઢ રાખતા નથી. તેમને માટે આ ભક્તિમાર્ગ અતિશય અઘરો અને કપરો લાગે છે. તેમને
જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ નહિ બેસે ત્યાં સુધી તેમને આ માર્ગ સિદ્ધ થતો નથી. આવા અભાગિયા જીવો જન્મ મરણના ચક્કરમાં રમતા રહે છે.
એક અજાણ્યા મકાનમાં એક સૂરદાસ (અંધજન) ભરાઇ ગયા. તેઓ આ મકાનમાંથી બહાર નીકળવા ઇચ્છતા હતા. તેથી એક હાથથી લાકડીનો સહારો અને બીજા હાથથી દીવાલનો સહારો લઇને બહાર જવાના દરવાજાને ખોળતા હતા, આમ ને આમ ચાલતા જ્યારે બહાર જવાનો દરવાજો આવ્યો, ત્યારે એના હાથમાં ખુજલી આવી. તે ખંજવાળતાં રહ્યાં અને ચાલતાં રહ્યાં. તો દરવાજો નીકળી ગયો, આમ ત્રણ ચાર દરવાજા આવતા ખુજલી આવતી, અને ખંજવાળતા રહેતા. ત્યાં સુધી દરવાજો નીકળી જતો, આ રીતે તે ચક્કર જ મારતો રહ્યો.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૩૩ આ જ રીતે આપણે સૌ સ્વર્ગ, નરક અનો ચોરાસી લાખ યોનિયોમાં ઘૂમ્યા કરીએ છીએ. ભગવાન કૃપા કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે મનુષ્ય શરીર આપેલ છે. પરંતું આ મનુષ્ય શરીર પામીને સંસારની ખુજલી ખંજડવાળતા રહેતાં, પરમાત્માને પામવાનો દરવાજો ચૂકી જાય છે અને ફરી જન્મ મરણના ચક્કરમાં ઘૂમ્યા કરે છે.
જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે ભગવાનને પામવા પડે છે. અને ભગવાનને પામવા શ્રદ્ધાભક્તિ વધારવાની જરૂર છે. અને તે માટે ભગવાનની શક્તિ અને કાર્યને ઓળખવાની જરૂરિયાત ઉભી થાય છે. જેના આવા જ્ઞાનમાં, પરમાત્માના સ્વરૂપમાં, ભક્તિમાં શ્રદ્ધા હોય એ જ સાચો ભક્ત છે. બાકી બીજા શ્રદ્ધા વિહીન મૂઢ છે.
આ જગત મારું સહજ સ્વરૂપ છે. જેમ દૂધનું રૂપાંતર દહીં માં થાય છે. અને બીજનું રૂપાંતર વૃક્ષમાં થાય છે એવી સહજ પ્રક્રિયાથી મેં સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. જેવી રીતે સુવર્ણમાંથી અનેક દાગીના થાય છે એ દાગીના નામ જુદા જુદા હોય છે. પરંતું આખરે તો તે બધું એમનું એમ છે એટલે કે એ બધા દાગીનાને ફરિથી સોનામાં ફેરવી શકાય એ જ રીતે આ સૃષ્ટિ પણ ફરિથી મારામાં સમાઇ જઇ શકે છે. આ ભગવાનના વિશિષ્ટ સ્વરૂપનું જ્ઞાન એવું છે કે જેમાં ભલભલા ગોથું ખાઇ જાય છે. આથી આમાં ખૂબ ઊંડા ઉતરીને સમજવાથી ભક્તને તેનો યથાર્થ અનુભવ થઇ જાય છે. આ યથાર્થ અનુભવ એટલે અહંમ. મમતાથી રહિત મન છે. સારા નરસાની તેની ઉપર કોઇ અસર ન થવી જોઇએ એને ભગવાનને સારી રીતે જાણવાની રૂચિ હોય છે.
મહાભારતની વાત છે. આ યુદ્ધમાં હજારો મરી ગયાં, લોહીની નદીઓ વહી, હજારોનું નુકશાન થયું. ગજબનો વિનાશ થયો, પરંતુ યુધિષ્ઠિર ગાદી પતિ બન્યા છતાં તેમનામાં મનમાં તેનો રજ દેખાઇ
70