Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ ૧૩૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવતો હતો, આથી તેઓ રાત દિવસ ઉદાસ રહેતા, જ્યારે આ બાજુ અર્જુનને એમાંનું કંઈ થયું નહિ. એ તો પૂરો પ્રસન્ન હતો. આનું કારણ અર્જુનને સ્વરૂપનિષ્ઠા હતી. યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા હતી. યુધિષ્ઠિરને હિંસા આદિ ધર્મની વિરુદ્ધ લાગતી હતી જ્યારે અર્જુનને સાક્ષાત પરમાત્મા શ્રીકૃષ્ણના મુખે ગીતા સાંભળી ભગવાનના સાક્ષાત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું, એ અર્જુનની સ્વરૂપનિષ્ઠા બની, સ્વરૂપનિષ્ઠાને ધર્મનિષ્ઠા બેમાં સ્વરૂપનિષ્ઠા શ્રેષ્ઠ છે. સ્વરૂપનિષ્ઠા એ પરમાત્મા જ્ઞાનની પરાકાષ્ઠા છે. એ વખતે તમે પોતાની માન્યતાઓ પકડી રાખો કે આમ ન થાય તો એ સ્વરૂપનિષ્ઠાની ખામી છે. શરૂઆતમાં અર્જુનને યુદ્ધ કરવાનું ઉચિત ન લાગ્યું. પરંતુ જ્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે દુર્યોધન સામેનું એ યુદ્ધ નથી, પરંતુ એક સહજ કર્મ, જેમ તું શ્વાસ લેવાની ક્રિયા કરે એટલી જ સહજતાથી તું યુદ્ધ કર. જેમ જીવ માત્રને જીવવા માટે પ્રાણવાયુ આવશ્યક છે અને એ પ્રાણવાયુની પૂર્તિ હું જ કરું છું. તેમ દુર્યોધન સામેનું યુદ્ધ પણ તને હું લડાવું છું તું તો માત્ર નિમિત્ત છે. આમ ભગવાનના વચનોથી અર્જુનમાં સ્વરૂપ નિષ્ઠા જાગી અને પોતે કરે છે તેથી કર્તવ્યસાધના ચાલી ગઇ. અર્જુનના મનમાંથી કર્તવ્યતાનું અભિમાન ચાલ્યું ગયું. કારણ કે એ ભગવાનને એ સારી રીતે સમજ્યો હતો. એટલે રાજવિદ્યામાં ભગવાન કહે છે કે આ સૃષ્ટિનું નિયમન હું કરૂ છું. તેની બધી ક્રિયા પ્રક્રિયા એ મારી લીલાના ભાગરૂપ છે. તેથી મારે માટે કોઇ કર્મ નથી, કે કર્મનું બંધન નથી. કર્મનું બંધન નથી તેથી કર્મ મને કશું જ કરતા અટકાવી શકતું નથી. હું તો સર્વથા બધાથી અલિપ્ત છું. આથી મને નિમિત્ત બનાવી બધા કર્મો કરશો તો તમારું મન શાંત રહેશે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૫ આથી મનુષ્યની સામે જે કોઇ પરિસ્થિતિ આવે, જે કંઈ ઘટના બને કે મનમાં કોઇ શંકા કુશંકા થાય, તો તે બધામાં તેણે ભગવાનની જ લીલા જોવી જોઇએ. ભગવાન ક્યારેક ઉત્પત્તિની લીલા, તો ક્યારેક પોષણ ની લીલા તો ક્યારેક સંહારની લીલા કરે છે, આ બધી લીલામાં સંસાર સ્વરૂપથી તો ભગવાનનું જ રૂપ છે. અને તેમાં જે પરિવર્તન થાય છે, તે બધી ભગવાનની જ લીલા છે. આ રીતે સર્વ ક્રિયા, પ્રક્રિયામાં ભગવાનની લીલાને જોઇને સદા પ્રસન્ન મનમાં રહીને ભગવાનનું સ્મરણ કરવું જોઇએ. આવી પરિસ્થિતિના નિર્માણ માટે પ્રથમ તો મન અને બુદ્ધિ ભગવાને સમર્પિત કરવાના છે. સમર્પણ નો અર્થ છે મન અને બુદ્ધિને કામ કરતાં રોકવાં, મન અને બુદ્ધિને આત્માની આજ્ઞા પ્રમાણે કામ કરતાં કરવા, ભગવાન કહે છે પ્રથમ તો તમે સમર્પણ ભાવના કેળવો. જેથી તમારાં ભૌતિક અને આધ્યાત્મિક કાર્યોનો દોષો નાશ પામે છે. અને તેમાંથી મળતા ફલો જેવા કે આશા અપેક્ષાઓ, મમતા, આસક્તિ, કામના વગેરે સાથેનો આપણો સંબંધ વિચ્છેદ થાય છે. આપણે દરેક કર્મો કરીએ છીએ ખરાં, પણ સમર્પણનો ભાવ હોતો નથી, તે બધાં કર્મો ખાલી ક્રિયાકાંડ બની જાય છે. કર્મયોગીની સાચી સિદ્ધિ તો રાગ દ્વેષ વિના કરવામાં આવે છે. આ માટે સાચી ભાવનાની જરૂર છે. આ ક્યારે બને? જ્યારે જીવ પરમાત્માનું તાદાભ્ય અનુભવે ત્યારે. પરંતું જીવો પરમાત્મા સાથે તાદાભ્ય સાધી શકતા નથી કારણ કે તેમનામાં ભાવ નથી, ભક્તિ નથી. તેમની અજ્ઞાનતા અને મૂઢતા તેમને માયાવાદી બનાવે છે. જેથી તેઓ મારા સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. જ્યાં સુધી આ બધા મારા સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી, ત્યાં સુધી આ બધા મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી નહિ શકે ત્યાં સુધી તે આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. તેમની (1

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116