________________
૧૩૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શ્રી વલ્લભાચાર્યના સેવક શ્રી સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. એકદિવસની વાત છે. સૂરદાસજી રાજભોગમાં દર્શન કરીને પોતાના નિવાસે આવ્યા છે. મંદિરમાંથી ભિતરિયો પ્રસાદની પાતળ મૂકી ગયો છે. સૂરદાસજી પ્રસાદ લેવા બેઠા છે. એઓ અંધ હોવાને કારણે તેમની સહાય માટે એક વ્રજવાસી બાળકને મૂકવામાં આવ્યો હતો. એનું નામ ગોપાલ હતું. સુરદાસજીએ ગોપાલને જલની લોટી ભરીને આપી જવાની આજ્ઞા કરી.
પરંતુ તે સમયે પોતું કરવા ગોબર લેવા ગોપાલ બહાર જતો હતો. તેને એમ હું બે મિનિટમાં ગોબર લઇને આવી જઇશ, આથી તેણે કહ્યું “બાબા, તમે પ્રસાદ લેવા બેસો, હું હમણાં જ જલની લોટી આપું છું.'
ગોપાલ ગોબર લેવા ગયો. ત્યાં કોઈ વ્રજવાસી મિત્ર મળી ગયો તેથી તેની સાથે વાતો કરવા વળગ્યો. પણ જલની લોટી સૂરદાસજીને આપવાની છે એ વાત એ ભૂલી ગયો!
અહીં સૂરદાસજીને ભોજન કરતાં કરતાં જલની તરસ લાગી. આસપાસ હાથ ફેરવ્યો પણ લોટી ન મળી, એમણે ગોપાલના નામની બૂમો પાડી પણ ત્યાં ગોપાલ હોય તો સાંભળે ને!
ભોજન કરતાં કોળિયો ગળે અટક્યો, બોલતું નથી. શ્વાસ રૂંધાઇ ગયો છે. સૂરદાસજી આકુળ વ્યાકુળ થઇ ગયા.
એટલામાં બાજુમાં જલની લોટી મૂકવાનો અવાજ આવ્યો. સુરદાસજીએ માગ્યું કે ગોપાલ જલની લોટી મૂકી ગયો. હાથ ફેરવી જોયું તો બાજુમાં જલની ઝારી હતી. જલપાન કર્યું વ્યાકુળતા દૂર થઇ, પ્રસાદ લઇને ઉભા થયા.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૩૯ થોડીવારમાં ગોપાલને યાદ આવ્યું. સૂરદાસજીને જળ આપવાનું છે. એ દોડતો આવ્યો. કહેવા લાગ્યો “બાબા, મારી ભૂલ થઇ ગઇ. તમને જળ આપવાનું રહી ગયું. જળ વગર ભોજન કરવામાં આપને બહુ તકલીફ આજે પડી હશે નહિં?'
અરે, ગોપાલ, એમ કેમ કહે છે? આજ તું લોટીને બદલે ઝારી મકી ગયો હતો ને! મેં એમાંથી જલપાન કર્યું છે. જો હજી એ ત્યાં જ પડી છે!'
ગોપાલ જુએ છે તો ત્યાં સુવર્ણની સુંદર ઝારી છે. એનાથી બોલાઇ ગયું. ‘બાબા, આ તો શ્રીજી બાવાનાં ઝારી છે! મંદિરની સોનાની ઝારી અહીં કોણ મૂકી ગયું હશે? હું તો ગૌશાળામાં હતો, કોઇ ચમત્કાર થઇ ગયો લાગે છે.'
સૂરદાસજી આ સાંભળીને ચમક્યા. નક્કી આ કામ શ્રીજીબાવાનું છે. તેમને મને જળ પાવાનો શ્રમ લીધો.
અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભગવાન કોઇને તરસ્યા, ભુખ્યાં રાખતા નથી. તરસ્યા, ભૂખ્યાની વાત જવા દો, ભગવાન તો કોઇને મારતો નથી. ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા ભક્તિ હશે તો મારનાર કરતાં બચાવનારનાં હજાર હાથ છે” એ કહેવત સાર્થક હશે. મીરાંબાઇને મારવા માટે રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો, તો એ કટારાનું ઝેર અમૃત થઇ ગયું. સાપનો કરંડિયો મોકલ્યો તો કરંડિયાનો સાપ ફૂલનો હાર થઇ ગયો. આજ રીતે ભકત પ્રલાદને મારવા હિરણ્યકશ્યપે કેટકેટલા પૈતરાં રચ્યાં, છતાં ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા ભક્તિને કારણે બચી જવા પામ્યો.
ભગવાનની શ્રદ્ધા ભક્તિથી કોઇ પણ જગ્યાએ જરૂરી ઓચિંતી મદદ મળે છે. તેમાં બે મત નથી. મદદને પારખવાની દૃષ્ટિ જોઇએ.
73