________________
૧૨૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
અધ્યાય : ૮ સાતમા અધ્યાયમાં ભગવાને પોતાની ઓળખ બતાવવા માટે બ્રહ્મ આધ્યાત્મિક, કર્મ, અધિભૂત, અધિદેવી અને અધિયજ્ઞ આ શબ્દનો પ્રયોગ કર્યો. પરંતુ તેને વિસ્તૃત સમજવા માટે આઠમાં અધ્યાયની શરૂઆતમાં સાત પ્રશ્નો પૂછે છે તેથી આ અધ્યાય “અક્ષર બ્રહ્મયોગ” તરીકે પ્રચલિત થયો છે.
અર્જુનના સાત પ્રશ્નોને આપણે ધ્યાનથી જોઇએ તો
પ્રથમ પ્રશ્ન છે કે “પુરુષોત્તમ કિં તદ્ બ્રહ્મ’ બ્રહ્મ એટલે શું? ભગવાન કહે છે કે “અક્ષરં બ્રહ્મ પરમમ્' એટલે અક્ષર, જે ક્ષર ન હોય એ અક્ષર કહેવાય. બ્રહ્મ એ છેવટનું સામાન્યીકરણ છે કે જ્યાં આપણે પહોંચી શકીએ છીએ. એમાં કોઇ વિશેષ, ગુણ નથી. એ માત્ર નિરપેક્ષ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
બીજો પ્રશ્ન ‘કિમધ્યાત્મમુ” અધ્યાત્મ શું છે? અધ્યાત્મ શબ્દનો અર્થ શું છે? અધ્યાત્મ શબ્દ માટે ભગવાન સ્વભાવનો શબ્દ પ્રયોગ કરે છે. પોતાનો ભાવ અર્થાત્ હોવાપણાનું નામ સ્વભાવ છે.
આમ સ્વભાવનો અસ્તિત્વના સંદર્ભમાં સ્વીકાર કરતાં આત્માનો પણ તેમાં સમાવેશ થાય છે. આત્માનો અર્થાત્ જીવના હોવા પણાનો સ્વીકાર.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૨૫ ત્રીજો પ્રશ્ન ‘કિં કર્મ કર્મ શું છે? જીવનને ઉન્નત બનાવવા માટે કરવામાં આવતી ક્રિયા, આવી ક્રિયાને આધારે અનેક જન્મો સુધી જન્મ મરણની ઇમારત ગણાય છે.
ચોથો પ્રશ્ન ‘અધિભૂત ચ કિં પ્રોત્ક અધિભૂત એ શું છે? અધિભૂત એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશથી બનેલ શરીર. જે પ્રતિક્ષણ પરિવર્તનશીલ અને નાશવંત છે.
પાંચમો પ્રશ્ન ‘અદિદેવંકિમરતે અધિદેવ કોને કહેવામાં આવે છે? અધિદેવ જીવાત્મા પોતે. વિસ્તૃત અર્થમાં બ્રહ્મના અંશ રૂપ પ્રાકૃત અને અપ્રાકૃત સૃષ્ટિ.
- છઠ્ઠો પ્રશ્ન ‘અધિયજ્ઞ! કર્થ કોડત્ર દેહેડસ્મિન અધિયજ્ઞ શબ્દમાં કોને લેવું જોઇએ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન! અધિયજ્ઞ હું પોતે જ છું. અધિયજ્ઞરૂપે આપણા દેહમાં રહું છું. તે કેવી રીતે? યશ કોને કહેવાય? જેમાં સ્વાહા વિધિ ચાલતો હોય એનું નામ યજ્ઞ. જીવનમાં સકર્મ આવે છે. એટલે વિધિવતુ, ચાલે છે એ યજ્ઞની નિશાની છે ભગવાન કહે છે. આ બધુ કેવી રીતે થાય છે. તે હું કરાવું છું. આ શ્વાસ કોણ લેવડાવે છે? તમે એમાં કંઇ મહેનત કરો છો? તેવી રીતે શરીરમાં જીવંત પણું ક્યાંથી આવ્યું? તેને માટે તમે શી મહેનત કરી. આ શરીર છોડીને જીવંતપણું બીજા શરીરમાં પ્રવેશ કરશે, તે અંગે તમે શું જાણો છો. આ રીતે સૃષ્ટિમાં બધી પ્રક્રિયા ચાલી રહે છે. તેનું નામ યજ્ઞ.
હવે અંતિમ સાતમો પ્રશ્ન મધુસુદન પ્રયાણકાલે ચ કર્થ સયોડસિનિયતાત્મભિઃ હે મધુસુદન! જે મનુષ્ય વશીભૂત અંતઃકરણ વાળા છે. અર્થાતુ માત્ર આપના કારણે આવેલાં છે. તેઓ આપને કેવી રીતે પ્રાપ્ત કરે છે.
(66