Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અમલાયા આગળ ભયંકર અકસ્માતમાં કરોડપતિ શેઠ ધનગોપાલ તન્ના પણ મૃત્યુ પામ્યા છે. આજે જ છાપામાં વાંચ્યું. ૧૨૨ આ સાંભળીને શેઠને લાગ્યું પોતે ચોક્કસ મરી ગયા છે. અને ભગવાનના દરબારમાં છે. નહીં કે કોઇ હોસ્પિટલમાં, સ્વર્ગના કોઇ દવાખાનામાં ખાટલા પાડ્યા છે. ત્યાં છાપું છે તેના પહેલા પાના પર પોતાની મરણનોંધ અને ટૂંકી જીવનઝરમર છાપી હતી. પરંતુ વાસ્તવમાં તેઓ આણંદની હોસ્પિટલમાં હતા. તેઓ જ્યારે ખરેખર સ્વસ્થ થયા ત્યારે જૂના પેપરોની નકલો કાઢીને વાંચી તેમાં બે દિવસ પછી સુધારા રૂપે છપાયું હતું. મરનાર શેઠ ધનગોપાલ તસ્ નિહીં પણ મદનગોપાલ તન્ના, નામની સામ્યતાને ચરણે આ ગોટાળો થાવા પામ્યો છે. આ એક સત્ય ઘટના છે. સ્થળ સંકોચને કારણે ટૂંકાણમાં લીધી છે. પરંતું તેનો મર્મ સમજાઇ જશે. આ ઘટના પછી શેઠ ધનગોપાલ ખરેખર આસ્તિક બન્યા. સુષુપ્ત અવસ્થામાં રહેલા પોતાના ભાવ પ્રદેશ ઓળખી ભગવાનના અસ્તિત્વને ઓળખીને ભગવાનના શરણે જાય ત્યારે તેને સર્વત્ર ભગવાનના દર્શન થાય છે. પરંતુ પોતાની ભૌતિકતાને સંતોષવા બીજા દેવ દેવીઓને આશ્ચર્ય લે છે તેવા અબુદ્ધ જીવોની શ્રદ્ધાને જીવંત રાખવા તેમની ભક્તિને તેનામાં દઢ કરું છું. જેથી પોતાની આત્મિક શક્તિ વિકાસશીલ રાખી શકે છે. આવું બનાવને કારણે આ મનુષ્ય મારા સાચા સ્વરૂપને ઓળખી શક્તા નથી. મારા સાચા સ્વરૂપને ઓળખવા માટે મેં શ્રીમદ્ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગ આપ્યો. આ માર્ગમાં તમારી સુષુપ્ત ભાવને જાગૃત કરવાની સારી તક પેદા થાય છે. જેના થકી મારા કૃપાના બળે મારા શરણે આવવામાં સરળતા રહે છે. આથી બીજે ક્યાંય ભટક્યા વિના કેવળ મારે શરણે આવો. 65 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૩ ભગવાનનું ઉપરોક્ત વિધાન સ્પષ્ટ છે કે કોઇ પણ સાધના ઇશ્વરની આરાધના માટે છે, કોઇ સિદ્ધિ માટે નહિં, એ સાચો જ્ઞાની ભક્ત કહેવાય. જ્ઞાનથી ભગવાનને ઓળખો, અજ્ઞાન વશ કેટલાક મનુષ્યો પોતાની કામનાઓની પૂર્તિના ચક્કરમાં કોઇ પીરના ચક્કરમાં પડી જાય છે. તો કોઇ બાબાજી તાંત્રિકના ચક્કરમાં બધું જ લુંટાવી દે છે. કોઇ ફલિત જ્યોતિષના ચક્કરમાં પડીને રાહુની શાંતિ કરાવે છે. તો કોઇની શિનની. આ ચક્કરમાં આઠેય આંગળીઓમાં આઠ વીંટી પહેરાવી દેવામાં આવે છે. જુદા જુદા દેવતાઓની શાંતિ કરાવતાં કરાવતાં પુરુષાર્થ અને પરબ્રહ્મને તો ભૂલી જ જાય છે. આવું થવાનું કારણ પણ ભગવાન આપે છે કે આ સંસારના મૂઢ મૂર્ખ મનુષ્ય સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેથી મારી અંતરંગ શક્તિનો ખ્યાલ આવતો નથી. તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે બધાને આ રીતે જાણું છું. પરંતું મને કોઇ જાણતું નથી. કારણ કે મૂઢ મનુષ્ય હંમેશા માયામાં રહે છે. અહીં ભગવાનનું કથન સ્પષ્ટ છે કે પોતાની ભૌતિક ઇચ્છાની પૂર્તિમાટે અન્ય દેવ દેવીઓની આરાધના કરે છે તે સિદ્ધ થાય છે. પરંતુ જન્મ મરણના ચક્કરમાંથી તો મુક્તિ ક્યારે નહિં આપે. પરંતું મારા સાચા સ્વરૂપને ઓળખી મારે શરણે આવે છે. તેઓનો પ્રયત્ન સફળ થાય છે. તેઓ મારા સમગ્ર રૂપને જાણી શકાય છે. અને અંતમાં મને જ પ્રાપ્ત કરે છે. આમ આ અધ્યાયમાં ભગવાનના સ્વરૂપની ઓળખ તેમજ ભગવાનની વિમુખ અને સન્મુખ થવાનું જ એમાં વર્ણન છે. અંત ભગવાન કહે છે. કે જડતાની તરફ વૃત્તિ રાખવાથી મનુષ્યોના હંમેશા જન્મ મરણ રહે છે. આનાથી મુક્તિ માટે એક સાધન પરમાત્માના પરમતત્વને ઓળખવું આ પરમતત્વની ઓળખથી અંતમાં ભગવાનની પ્રાપ્તી સુલભ બને છે.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116