Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ ૧૧૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન એ પણ કહે છે કે મને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. હું સર્વેસર્વમાં છું. આથી મને ઓળખીને મારું શરણું સ્વીકારી લો. મહાત્મા ટોલ્ટોયની એક સુંદર વાર્તા છે. એક ગરીબ મોચી, પણ અનાસક્ત યોગની ભાવનાથી પોતાનું જીવન જીવતો, તેથી સ્વપ્નમાં ભગવાન આવી તેના પર ભગવાન ઘણા પ્રસન્ન થયા અને એક રાત્રે ભગવાને તેને કહ્યું: ‘હું કાલે તારી પાસે આવીશ.” બીજા દિવસે તે દુકાન ખોલીને ભગવાનની રાહ જોતો બેઠો. જોડા બનાવતો જાય ને રસ્તા પર જોતો જાય. ત્યાં એક વૃદ્ધ ભિખારી તે રસ્તેથી જતો હતો, તેને ઠંડી લાગતી હતી. આથી આ મોચીએ તેને પોતાની કામળી ઓઢાડી, તેના ગયા પછી એક નાનું બાળક પોતાની મજૂરણ માની. આંગળી પકડીને ચાલતું જોયું. તેમના મોં પર ખૂબ થાક વર્તાતો હતો. આ રોગીને દુકાને બોલાવીને મોચીએ તેની યથાશક્તિ સેવા કરી. આમ કરતાં સાંજ પડી, પણ ભગવાને તેને દર્શન નદીધા. તેનું દુઃખ હતું. તે દુઃખી થતાં થતાં ઘરે જઇને સૂઇ ગયો. રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. ભગવાને કહ્યું - ‘હું તો આજે ત્રણ વખત તારે ત્યાં આવ્યો. મેં મને ન ઓળખ્યો?’ અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાનને ઓળખવાની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. જો આવી દૃષ્ટિ આવશે તો ભગવાનને મેળવવું સુલભ છે. ભલાભલા નાસ્તિકો પણ જ્યારે ભગવાનને ઓળખી તેમને શરણે જાય છે તો તેમનો પણ ઉદ્ધાર ભગવાન કરે છે. (શ્રીમદ ભાગવત્ ૧:૧:૧૪) આપન્નઃ સંસૃત્તિ ઘોરાં યજ્ઞામ વિવશી ગૃણન્ | તતઃ અધો વિમુચ્યતે યદ્વિભૂતિ સ્વયં ભયમ્ | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૯ અર્થાતુ સંસાર પ્રવાહમાં પતિતિ એટલે કે ઘોર વિષથી વ્યક્તિ પણ કદાચ વિવશપણે પણ ભગવાનનું નામ ઉચ્ચારે તો અજામિલની જેમ તે પણ મુક્ત થાય છે. જીવ ઘણા જન્મનાં કર્મફળથી સંસારમાં આવ જા કરે. પણ એકવાર સાચા દિલથી ભગવાન નામનો ઉચ્ચારે, તો પણ તેનો ઉદ્ધાર થયા વગર રહેતો નથી. શ્રીકૃષ્ણ નામનો મહિમા એવો છે કે જીવ જો વિવશ અવસ્થામાં પણ તેનું નામ એકવાર ઉચ્ચારે તો ત્યારે જ મુક્ત જાય છે. ભગવાન આગળ એમ કહે છે કે હું બધાનો તારણહાર હોવા છતાં માયામાં ઘેરાયેલા રજોગુણી તથા તમોગુણી જીવો પોતાની ભૌતિક પ્રગતિનો આશરો લઇને તર્ક વિતર્ક દ્વારા મારા અસ્તિત્વ તેમજ મારી શક્તિઓ સામે પ્રશ્નાર્થ કરે છે. જ્યાં સુધી માયામાં મૂઢ બનેલ જીવોને મારી કપા દૃષ્ટિ મળતી નથી. ત્યાં સુધી એ પોતાની મૂઢતામાં રચ્યા રહે છે. અને મારે શરણે નથી થતાં, પરંતુ જ્યારે તેમનું કર્મબંધન પૂર્ણ થતાં તેમની પર મારી કૃપા દૃષ્ટિ પડતાં તરત જ મારે શરણે લવું છું. આવા રજોગુણી સ્વભાવથી માયામાં ઘેરાયેલાં મુંબઇના કરોડપતિ શેઠ શ્રી ધનગોપાલ તન્ના ના જીવનમાં બનેલ સત્યઘટના આપણી નાસ્તિક્તાની આંખો ખોલનારી છે. શ્રી ધનગોપાલ શેઠ બાળપણથી નાસ્તિ, તેમના માતા પિતા પરમ વૈષ્ણવ હોવાને નાતે પુત્રમાં ધર્મના સંસ્કારો રેડવાનો ઘણો પ્રયત્ન કરેલ, પણ ભગવદ્ સેવા તેમને રમકડાંની જેમ રમત રમવા જેવી લાગતી, ઉચ્ચ શિક્ષણે તેમની આ માનસિકતાને વધુ વિહત બનાવી. ઉચ્ચશિક્ષણની પ્રાપ્ત થયેલ વાસ્તવિક્તા અને તર્કશક્તિથી ઘરવર જેવી કોઇ વસ્તુ નથી, પાપ અને પૂણ્ય એ બધુ જુઠાણું છે વગેરે સાબિત કરી ભલભલાના મોઢાં બંધ કરી દેતાં, પરંતુ અગાઉના કોઇ પૂણ્ય કર્મના s

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116