________________
૧૧૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વ્યક્ત થાય તે ચેતન અંશ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એ સ્થૂળરૂપે પંચમહાભૂતોનું બનેલ શરીર છે.
જ્યારે મન, બુદ્ધિ અને અહંકારનો ચેતન અંશ જડપ્રકૃતિથી વિમુખ થઇને પરમાત્માની સન્મુખ થાય તો તે પરમાત્માના સ્વરૂપ અવસ્થાને પામે છે.
ચેતન પ્રકૃતિ શ્રેષ્ઠ, ચેતન, શક્તિવર્ધક, ક્રિયાત્મક અને પરિવર્તનશીલ છે. જ્યારે જડપ્રકૃતિ નિષ્ઠુર, નિયંત્રિત, જડ પ્રકૃતિ નિયંત્રિત એટલે તે જાતે કશું કરી શકતી નથી. પરંતું જડપ્રકૃતિમાં ચેતન અંશ જ્યારે ક્રિયાત્મક બને ત્યારે જ જડપ્રકૃતિ, ક્રિયા, પ્રક્રિયા કરે છે. જડવાહનને ચલાવવા માટે ઇંધનની જરૂર છે. આ ઇંધનમાં રહેલ ઇંધનશક્તિ એ ભગવાનની ચેતનશક્તિ કહેવાય. દૂધ ફાટી જાય તેમાં ખટાશ આવી જાય અને તેમાંથી પાણી જુદું પડવા માંડે, આ પ્રક્રિયાનો સર્જક કોણ? તે છે ભગવાનની અદ્રશ્ય ચેતન શક્તિ.
જીવમાં રહેલ આવી ચેતનશક્તિને આપણે આત્મા કહીએ છીએ. આત્માની શક્તિને વ્યક્ત કરવાનું સાધન હાથ, પગ, જીભ, આંખ વગેરે આ બધા અંગો દ્વારા આત્માની શક્તિ વ્યક્ત થાય છે. આ અંગો જાતે કશુ કરી શકતા નથી, જ્યાં સુધી જીવ છે આત્મા છે. ત્યાં સુધી તે ક્રિયાશીલ રહે છે.
આથી ગીતાજી એમ પણ કહે છે કે ભગવાનની જે જડ અને ચેતન પ્રકૃતિ છે. અને તેને પ્રગટ કરનારા મહાપદાર્થોમાં તેમનો જે લાક્ષણિક ગુણ છે તે જ ભગવાનનું તત્વ છે. એમ જાણ. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા ભગવાન આગળ કહે છે કે,
હે કૌન્તેય! જળમાં રસરૂપે હું છું. તેમજ ચંદ્ર અને સૂર્યમાં પ્રબા, વેદમાં પ્રણવ, આકાશમાં શબ્દ, નરમાં પૌરુષ, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ જીવમાં જીવન, તપસ્વીઓમાં તપ, બુદ્ધિમાનોની
61
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૧૫
બુદ્ધિ, તેજસ્વીનું તેજ, બળવાનોનું બળ એ સર્વમાં હું છું. મારાથી પર કોઇ નથી, જડ, ચેતન એ મારી બે પ્રકૃતિઓ મારા નિયંત્રણમાં છે. મારી ઇચ્છા પ્રમાણે તેને હું નચાવું છું. મારી ઇચ્છા પ્રમાણે એની પાસેથી હું કામ લઉં છું. અને આ બધા બ્રહ્માંડો ચલાવું છું.
આથી તું મારા વિશાળ સ્વરૂપને જો. મારી શક્તિને ઓળખ, હું ક્યાં નથી?
ભગવાન કહે છે કે તને ટૂંકમાં સમજાવું તો આ જે ગુણ, પદાર્થ અને ક્રિયા અર્થાત્ સાત્વિક, રાજસ અને તામસ ભાવો છે. મારાથી જ ઉત્પન્ન થયેલાં છે. એ બધું મારા માં છે. તેમ છતાં હું તેઓમાં ક્યાંય નથી અને તેઓ મારા નથી.
અહીં ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ ગુણોની મારા સિવાય કોઇ સ્વતંત્ર સત્તા નથી. તે બધા મારા નિયંત્રિત છે. તે બધા વિનાશી છે. પરંતું હું અવિનાશી છું. આ જગતમાં જેટલા પણ સાત્વિક, રાજસ અને તામસ પ્રાકૃત પદાર્થો અને ક્રિયાઓ છે. તે સઘળી ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી છે પરંતું ભગવાન નથી ઉત્પન્ન થતાં કે નાશ પામતાં. જો ખરેખર ભગવાન આ બધામાં હોત તો જેઓનો નાશ થતાં, ભગવાનનો પણ નાશ થાત, એનાથી વિપરિત જો આ બધા ભગવાનમાં હોત, તો જેમ ભગવાન અવિનાશી છે તેમ તેઓ પણ અવિનાશી હોત.
જેવી રીતે બીજ વૃક્ષ, શાખાઓ, પાંદડા, ફુલ વગેરેના રૂપમાં હોય છે. પરંતું વૃક્ષ, શાખાઓ, પાંદડા વગેરેમાં બીજને ખોળીશું તો તેઓમાં બીજ નહિ મળે, કારણ કે બીજ તેઓમાં તત્વરૂપ વિદ્યમાન છે. એવી જ રીતે સાત્વિક, રાજસ અને તામસ ભાવો ભગવાનથી ઉત્પન્ન થાય છે છતાં તેમાં ભગવાને ખોળશો તો તેઓમાં હું ભગવાન ક્યાં પણ નહિં મળું, કારણ કે તેઓ માં ભગવાન તત્વરૂપે વિદ્યમાન છે.