________________
૧૧૬
| ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ આખું વિશ્વ ત્રિગુણાત્મક છે. સત્વ, રજસ અને તેમનું મિશ્રણ છે. આખું જગત એટલામાં જ સમાઈ જાય છે. ભગવાનની આ ત્રિગુણાત્મક શક્તિ આપણી સમજની બહાર છે. તેથી આપણે આપણી જાતને નથી ઓળખી શકતા. હું જેવો છું. તેવો નથી સમજી શકતા. કારણ કે આપણે આ ત્રણ ગુણોથી મોહિત છે. અર્થાત્ આપણે આ ત્રણ ગુણોથી મિશ્રિત થઇ જે શરીર છે તેને આપણું માની લઇએ છીએ. કે પોતે શરીર છે. તેવું માનીને મોહ પેદા કરીએ છીએ. શરીરને પોતાનું માનવું એ મમતા થઇ અને પોતાને શરીર માનવું એ અહંતા થઇ. શરીર ની સાથે અહંતા મમતા કરવી એ જ મોહિત થવું.
આપણે ટ્રેનમાં બહારગામ જતાં હોઇએ. જ્યારે આપણી ટ્રેન કોઇ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉભી રહી હોય અને બીજા પાટા પર ઉભેલી ટ્રેન ચાલે ત્યારે આપને આપણી ટ્રેન ચાલી રહી છે તેવું લાગે. પરંતું ખરેખર આપની ટ્રેન ચાલતી નથી. જેને આપણે વાસ્તવિક માનીએ છીએ જે ખરેખર વાસ્તવિક નથી, એ વાસ્તવિક્તાથી વિપરિત છે. આવી જ ભ્રમણાથી મોહિત થઇને સત્વ, રજ અને તમોના ત્રિગુણભાવથી ઉત્પન્ન શરીર અને શરીર સાથે સંબંધ ધરાવતી વૃત્તિઓ અને ગુણોને પોતાના માની લઇએ છીએ જે ખરેખર વાસ્તવિક્તાથી પર છે.
આ ત્રિગુણભાવથી જે શરીર છે. તે શરીરને પોતાનું માનીએ કે પોતાને શરીર માનવું. એ બંન્નેથી મોહ પેદા થાય છે. શરીરને પોતાનું માનવું એ મમતા થઇ અને પોતાને શરીર માનવું એ અહંતા થઇ. આ અહંમ મમતા એટલે મોહ, આ મોહથી આપણી અંદર બેઠેલા ભગવદ્ સ્વરૂપને ભૂલી જઇએ છીએ.
આનો સરળ અને સીધો રસ્તો શ્રીમદ્ મહાપ્રભુ વલ્લભાચાર્ય આપેલ છે. તે પ્રમાણે શરીર, ઇન્દ્રિયો વગેરેને પોતાની અને પોતાને માટેની
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૧૭ નમાનીને, ભગવાનની અને ભગવાનને માટેની જ માનીને ભગવદ્સેવામાં વિનિયોગ કરાવી પોતાને તેમાંથી કંઇ લેવાનું નથી. વિનિયોગનું ફળ પણ પોતાને લેવાનું નથી. કારણ કે જ્યારે ભગવાનની વસ્તુ સર્વથા ભગવાનને અર્પણ કરી દીધી. અર્થાતુ તેમાં ભૂલથી જે પોતાપણું કરી લીધું હતું તે હઠાવી દીધું. તેથી તેનાવિનિયોગનું ફળ આપણું કેવી રીતે ભોગવી શકીએ? ખરેખર આ બધુ ભગવાનનું હતું. અને ભગવાનને આપી દીધું. જે આપણું કર્તવ્ય હતું તેથી ભગવાનને અર્પણ કર્યું.
આમ ભગવાનને સમર્પણ કરવાથી અહંમ મમતા માંથી આપણે મુક્ત થઇએ છીએ. આપણી શક્તિ સામર્થ્યથી આપણે એમ સમજીએ છીએ કે હું બધું કરું છું. સમગ્ર ઇન્દ્રિયો તેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેવી સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ આવી ગઇ, જે ભગવાનને અર્પણ થતાં હું કર્તાપણા ભાવ ચાલ્યો જાય છે. જે કંઇ થાય છે તે ભગવાનથી થાય છે. કારણ કે બુદ્ધિ આપણી રહી નથી. ભગવાનની થઇ છે આથી બુદ્ધિથી કે શરીરથી જે કંઇ થાય છે તે ભગવાનથી થાય છે. હું જે કંઇ ભોગવું છું તે ભગવાનની પ્રસાદી છે. એમ મન સ્વીકાર કરશે. આ રીતે આપણી અહંમ મમતા દૂર થશે આ રીતે ભગવાનની શરણાગતિ આપને માયામાંથી તારે છે. ભગવાનના શરણ વિના કોઈ દેવ પણ આપણને માયામાંથી તારી શકતો નથી.
અહીં ‘મામ એવ’ શબ્દ બહુ મહત્ત્વનો છે. આ શબ્દનો અર્થ સ્પષ્ટ છે કે કેવળ મારે જ શરણે, કારણ ભગવાન એ બતાવવા માંગે છે કે મારા સિવાય બીજી કોઇ સત્તા છે જ નહિં, મારી શક્તિઓ અનંત છે. સમગ્ર સૃષ્ટિ મારી શક્તિઓનો અંશ છે પછી તે દૈવી શક્તિ હોય કે સૃષ્ટિની સજીવ કે નિર્જીવ શક્તિ હોય તે બધા માર અંશ છે. આથી કેવળ મારા શરણે આવો.
62