________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ શ્લોકનો પ્રયાણકાલે શબ્દ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં સમજવું જોઇએ કે અંતકાળ અને પ્રયાણકાળ એ બે અલગ વસ્તુ છે. પ્રાયણકાળમાં અસ્થાયીપણું છે. એટલે કે થોડાક સમય પૂરતું હતું. કોઇ માણસ જાત્રા કરવા જાય, ત્યારે બધા તેને સ્ટેશન સુધી વળાવવા જાય, એને પ્રાયણ કહેવાય, એમાં આનંદ હોય, આનંદથી આપણે હાર તોરા કરીએ.
૧૨૬
અને અનંતકાળમાં પણ હાર પહેરાવે છે. પણ રડતાં મોઢે. કારણ કે એ જીવ ફરથી પાછો આવતો નથી. અહીં ઉમંગના આંસુ નહીં. ગુમાવ્યાના આસું છે.
ગીતાના સંદર્ભમાં અંતકાળ અને પ્રયાણકાળ જોઇએ. તો શરીરમાંથી ચેતન ચાલ્યું જાય તેવી અવસ્થાને શરીર માટે અંતકાળ છે. અહીં અંતકાળ માત્ર શરીર માટે છે. ચેતન અર્થાત્ આત્મા ચાલ્યા જવાથી શરીર નકામુ જાય છે. તેથી તેનો નાશ કરવો પડે છે તે શરીરનો ફિર ઉપયોગ થઇ શકવાનો નથી. આથી આ અવસ્થા તે શરીર માટેનો અંતકાળ છે. જ્યારે શરીરમાં રહેલો આત્મા ચાલ્યો જાય છે. ચેતન ચાલ્યું જાય છે. શરીર ક્યાં જતું નથી, શરીર, દેહ ત્યાં ને ત્યાં જ રહે છે. જ્યારે આત્મા ગતિ કરે છે, ક્યાં તો બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી આત્મા માટે પ્રયાણ શબ્દ વાપરવામાં આવે છે. આત્માની ગતિ છે. તે દેખાતી નથી, પણ જો તે માટે દૃષ્ટિ કેળવવામાં આવે તો અનુભવાય
છે જરૂર.
ગીતાજીએ પ્રયાણકાલ અને અંતકાલ બે શબ્દો વાપર્યો છે. જેથી આત્માની ગતિ અને શરીરની ગતિ સ્પષ્ટ થાય છે. આત્મા શરીરથી ભિન્ન છે તે પણ સ્પષ્ટ થાય છે.
67
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૨૭ આત્મા
અર્જુનનો પ્રશ્ન આત્માની પ્રકૃતિનો નિર્દેશ કરે છે. અદૃશ્ય અને ચેતનમય સ્વરૂપ હોવા છતાં શરીરથી અલગ અસ્તિત્વ ધરાવતી પ્રકૃતિ છે. શરીરમાં સ્મૃતિનું સ્થાન મન છે તેમ આત્મામાં સ્મૃતિનું સ્થાન અચેતન મન છે. જાગૃત અવસ્થામાં થયેલ ચિંતનની છાપ અચેતન મન પર પડે છે. જે નિદ્રામાં સ્વપ્ન રૂપે દેશ્યમાન થાય છે. અર્થાત્ શરીરની અજાગૃત અવસ્થાએ આત્માની જાગૃત અવસ્થા છે. આથી જ્યારે અંતિમ સમયે જે ચિંતન કરવામાં આવે તે ચિંતન મુજબ ગતિ પ્રાપ્ત થાય છે. આપણે સૌને અનુભવ છે કે મનમાં જે ઇચ્છા, વિચાર કર્મો તેવું પરિણામ પણ પ્રાપ્ત થાય છે આપણે બહાર જતાં હોઇએ અને એવો વિચાર કરીએ કે અસ્કમાત થશે તો તે વખતે અસ્કમાત થવાની શક્યતા વધી જાય છે.
આ જ રીતે ભગવાનનું સ્મરણ કરીને શરીર છોડવાવાળાઓનો તો ભગવાનની સાથે સંબંધ રહે છે. અને ગુણો (સત્વ, રજ, તમ્) અનુસાર શરીર છોડવાવાળાઓનો ગુણોની સાથે સંબંધ રહે છે. એટલા માટે અંતે ભગવાનનું સ્મરણ કરવાવાળા ભગવાનની જ સન્મુખ થઇ જાય છે. અર્થાત્ ભગવાનને પ્રાપ્ત થઇ જાય છે. અને ગુણો સાથે સંબંધ રાખવાવાળા ગુણોની સન્મુખ થઇ જાય છે. અર્થાત્ ગુણોનાં કારણે જન્મમરણને પ્રાપ્ત થાય છે. ભગવાન આ વાત છઠ્ઠા શ્લોકમાં ભગવાન સ્પષ્ટતાથી સમજાવે છે કે “મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો રહીને શરીર છોડે છે, એ તે ભાવથી સદા ભાવિત થતો રહીને તેને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તે તે યોનિમાં જ ચાલ્યો જાય છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે અંતકાળમાં જે ભાવનું જે કોઇનું ચિંતન થાય છે, શરીર છોડ્યા બાદ તે જીવ જ્યાં સુધી બીજું શરીર ધારણ નથી કરી લેતો, ત્યાં સુધી એ તે જ ભાવથી ભાવિત રહે છે. અંતકાળમાં એ ચિંતન અનુસાર જ તેનું માનસિક શરીર બન્યુ છે અને એ માનસિક