________________
૧૦૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ રાજમુકુટો અહીં નમે છે. છતાં કોઇ નથી જોઇ શક્યા.’
સાધુએ કહ્યું – “દેવી, તમે ખરેખર સુંદર છો. તમને જોઇને મને થાય છે કે જો તમારો પુત્ર હોત તો કેવું સારું! મારો દેહ પણ આવો કાંતિમય બનત.’
માનસિક આસક્તિઓ જોવાની, ખાવાની, સાંભળવાની વગેરે એ આસક્તિઓમાંથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી ફરે પછી ધ્યાન યોગમાં પ્રવેશ પામે, અર્થાત્ ઇન્દ્રિયોની વાસના એકાગ્રતા તોડે છે. જ્યાં સુધી મન એકાગ્ર ન હોય ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ જ મળતો નથી.
મન સર્વઇન્દ્રિયોનો સરદાર છે. મનને ગતિ આપનારું બળ વિચાર છે. હંમેશા ઉચ્ચ વિચારોથી મનને ભરી દો. આ ઉચ્ચ વિચારો માટે સંયમની ખાસ જરૂર છે. સંયમ એ ઇન્દ્રિયોનો અંકુશ છે.
ભગવાન કહે છે કે જો ઇન્દ્રિયો પર અંકુશ મેળવવો હોય, તો મનને સંયમમાં રાખતા શીખો. જ્યારે તમારા મન પર કાબૂ આવે, ત્યારે તમારા આખા શરીર પર કાબૂ આવશે. ને આ શરીરયંત્રના ગુલામ બનવાને બદલે શરીર તમારું ગુલામ બનશે. જો ખરેખર આમ બનશે, તો આ શરીરયંત્ર તમારા આત્માને નીચે પાડવાને બદલે તેને ઉર્ધ્વગતિ આપશે.
ઘરનો દીવો ઘરને ઉજાસ આપે છે, પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ જ કરવાની કે યોગ્ય સુરક્ષિત જગ્યાએ મુકવાની કાળજી નહીં રાખો તે તમારા ઘરને પણ બાળી નાંખશે.
આથી અર્જુન, આ મન જ મનુષ્યનું તારક અથવા મારક છે. એ મનનું જ યોગ્ય અનુશીલન એ સાધના છે, જો યોગ્ય ઉપયોગ થાય તો તે મન તમારો મિત્ર બને છે. અને તેનાથી વિરુદ્ધ અયોગ્ય ઉપયોગ કરશો તો એ મન તમારો શત્રુ બનશે.
57
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૦૭
આ મનને સંયમમાં રાખવા અંગે અર્જુન કોઇ પ્રશ્ન કરે, એ પહેલા જ ભગવાન કહે છે કે હે કપિધ્વજ! જે ધ્યાનયોગનો ક્રમ હું તને બતાવવા માંગુ છું. તેને સમબુદ્ધિનો અભ્યાસ યોગ પણ કહી શકાય. કારણ કે અભ્યાસના પરિણામે સમર્દષ્ટિ કેળવાય છે. તેમને મતે ટાઢ
તડકો, સુખદુઃખ, માન અપમાન એક સરખા છે. આવી સમબુદ્ધિ
પહેલાં કેળવાય પછી ધ્યાનયોગ સિદ્ધ થાય છે.
શિવાજી મહારાજ ઘણી વાર સંત તુકારામનાં ભજન સાંભળવા આવતા. ત્યારે તેમને જોયું કે તુકારામના ઘરમાં માટીના વાંસણો હતા. આછી એક દિવસ તુકારામ બહાર ગયા ત્યારે તેમને તુકારામના ઘરમાં પિત્તળનાં વાસણ મોકલ્યાં. તેમની પત્નીને ખૂબ ગમ્યા, એટલે રાખી લીધાં અને માટીનાં કોલરાં પડોશીઓમાં વહેંચી દીધાં.
તુકારામ ઘેર આવ્યા, તેમને આ અંગે પૃચ્છા કરી, પત્નીએ બધી વાત કહી. માટીનાં વાસણ વિશે પૂછ્યું તો કહે, “પડોશીને આપી દીધાં.’ તુકારામ કહે, ‘એ બહુ સારું કર્યું. હું પણ વાસણ ગરીબોમાં વહેંચી દઉં છું.'
એમણે બધાં પિત્તળનાં વાસણ ગરીબોમાં વહેંચી દીધાં. અને ફરિ જ્યારે તેમનાં ઘરમાં માટીના વાસણ આવ્યા ત્યારે તે આનંદવિભોર થઇ ગયા.
જેમને મન સોનું કે માટીના ઢેફા વચ્ચે કોઇ ભેદ નથી તે જેટલી સહજતાથી માટીના ઢેફાનો ત્યાગ કરે છે. એટલી સહજતાથી સોનાનો ત્યાગ કરી જાણે છે. તે સાચો સિદ્ધ પુરુષ ભગવાનને પામે છે.
આવી સમર્દષ્ટિ કેળવવા માટે ધ્યાનની સાધના આવશ્યક છે. આ સાધનાની પૂર્તિ માટે સાધનામાટેનું સ્થળ પવિત્ર, શાંત, ઘોંઘાટ રહિત