________________
૧૨.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ધ્યાન એટલે એકાદ વિષય પર ચિત્ત કેન્દ્રિત કરવું તે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય એ ધ્યાન માટે ‘ચિત્તનિરોધ’ શબ્દ વાપર્યો છે.
માનવશરીર પાંચપ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મભૂતો, મન અને બુદ્ધિ એમ કુલ સત્તર તત્ત્વનું બનેલું છે. જે મનુષ્યની સત્તરવૃત્તિઓ કહેવાય, જેમાં મન સર્વેનો સરદાર છે. અર્થાતુ આ સત્તરવૃત્તિઓની વિષયાભોગવૃત્તિ મનમહંશે પેદા કરે છે. મનની આ વૃત્તિને ભગવાન ‘સંકલ્પ' નામ આપે છે.
ભગવાન કહે છે કે હે પાંડુ પુત્ર, મેં તને આગળ પણ સમજાવ્યું છે તેમ આ સત્તર ઇન્દ્રિયની તૃપ્તિનો અર્થાતુ આ સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઇ પણ પુરુષ કર્મયોગી કે સંન્યાસયોગી બની શકતો નથી.
આમ યોગની પ્રથમ શરત એ આપણી ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વળવી જોઇએ. ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયમાં જાય પણ તરત જ પાછી વળી દેવી જોઇએ. જે ખરેખર પાછી વળતી નથી તેવો આપણો સૌનો અનુભવ છે. આપણે કથામાં બેઠા હોય ને બાજુના મકાનમાંથી રેડિયો વાગતો હોય. એ રેડિયાના ગીતો કાનમાં પડે. એટલે કાનનો ધર્મ છે સંભાળવાનો, એટલે કાન તરત જ કથામાંથી ખસીને રેડિયાના ગીતો સાંભળશે. કંઇ કાનની વૃત્તિ બદલાઇ એટલે તરત જ મન હાજર થશે. મન ચિંતન કરશે છે કે ક્યા પીક્સરનું ગાયન છે. તેના ગાયક કોણ છે? ક્યા અભિનેતાના મોઢેથી એ ગવાયું છે? વગેરે અંગે ચિંતન ચાલું કરશે. અર્થાત્ અહીં કથામાંથી વૃત્તિ છૂટીને બીજા વિષય પર મન કેન્દ્રિત થયું.
આવી પરિસ્થિતિ લગભગ આપણાં સૌની છે. ૮૪ વૈષ્ણવની વાર્તામાં શેઠ દામોદરદાસ સંભરવાળાની દાસી કૃષ્ણાની વાર્તા આવે
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૦૩ છે. શેઠ દામોદરદાસને તેમના લગ્નમાં સસરા તરફથી દાયકામાં જે ૨૦૦ દાસીઓ આપેલી, તેમાંની એક દાસી તે આ કૃષ્ણા દાસી.
એક દિવસ શેઠ દામોદરદાસ ભગવદ્ સેવામાં બેઠા હતાં, ત્યારે બહારથી કોઇએ આવીને પૂછ્યું – “શેઠજી ઘરમાં છે?”
ત્યારે કૃષ્ણા દ્વાર પર આવેલાં અજાણ્યા માણસને પૂછ્યું – આપ શેઠજીને મળવા આવ્યા છો? પરંતું શેઠજી તો ઘોડા ખરીદવા માટે નકાસ નામના સ્થળે ગયા છે.”
આ જવાબ સાંભળી પેલા ભાઇ શેઠજીને મળ્યા વિના ચાલ્યા ગયા.
શેઠજી પ્રભુની સેવા પહોંચીને બહાર આવ્યા, ત્યારે બીજી દાસીએ આ હકિકતની જાણ શેઠજીને કરી.
શેઠજીએ અસત્ય બોલવા માટે કૃષ્ણા પર માઠું લાગ્યું. તેમણે કૃષ્ણાને પૂછ્યું, “કેમ રે કૃષ્ણા! હું સેવામાં હતો. તે તું જાણતી નહોતી? તું બહારથી આવેલા મહેમાન સામે ખોટું શા માટે બોલી કે હું ઘોડાખરીદવા માટે નકાસ ગયો છું.”
કૃષ્ણા બોલી: “ક્ષમા કરજો. હું ખોટું કંઇ બોલી નથી. આપ સેવામાં હતા, ત્યારે આપના મનમાં ક્યા ક્યા વિચારો ચાલતા હતા તે જરાક યાદ કરી જુઓ, આપનો દેહ સેવામાં હતો, પરંતું આપનું મન અને હૃદય સેવામાં હતાં ખરાં? જ્યારે આવેલ મહેમાનને મને પૂછ્યું કે શેઠજી ક્યાં છે, ત્યારે મેં આપના મનની જ વાત તેમને જણાવી હતી. આપણા પ્રભુ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ‘ચિત્ત’ પ્રભુમાં પરોવાય તે જ સાચી સેવા” એ ન્યાયે આપ ખરેખર સેવામાં હતા ખરા? આપ તે વખતે ઘોડા ખરીદવા માટે નકાસ જવાનો વિચાર નહોતા કરતા? સેવા