________________
૧૦૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચંડાળ હોય, પશુમાં ગાય હોય કે હાથી કે કૂતરો હોય, પરંતું બધામાં સમાન આત્મા કે જીવ છે તેવી દૃષ્ટિ વિદ્યમાન હોય તો સાચો બ્રહ્મ જ્ઞાની છે.’
ભગવાન આગળ કહે છે કે સ્થિતપ્રજ્ઞ અને સમર્દષ્ટિમાં લક્ષણોમાં કોઇ ભેદ નથી. સમદૅષ્ટિવાળા જ્ઞાનીપુરુષો સ્થિત પ્રજ્ઞની જેમ સુખ અને દુઃખમાં સમાન દૃષ્ટિ રાખે, તે સુખમાં બહુ હર્ષઘેલો થતો નથી, કે દુઃખમાં ખિન્ન થતો નથી.
આવા જ્ઞાનીપુરુષોના અંતઃમનને વિકાસલક્ષી બનાવનારું મહત્ત્વનું લક્ષણ એ કામ ક્રોધના વેગને નાથવાનું છે.
ભગવાને સાંખ્યયોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો, છતાં કર્મયોગની સફળતા માટે જરૂરી જ્ઞાન અને ઘડતર માટે સાંખ્યયોગ પણ એટલો જ જરૂરી છે. આથી આ અધ્યાયમાં ભગવાને ક્રમપૂર્વક કર્મયોગ અને સાંખ્યયોગનું વર્ણન કરીને પરોક્ષ રીતે ધ્યાનયોગ તરફ વાળે છે.
54
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૦૧
અધ્યાય : ૬
પાંચમા અધ્યાયમાં ભગવાને અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સાંખ્યયોગ (જ્ઞાનયોગ) અને કર્મયોગ વચ્ચેની સામ્યતાનું વર્ણન કર્યું. પરંતું બંન્નેને ધ્યેયલક્ષી, વિકાસગામી બનાવવા માટે ધ્યાનની ઉપયોગીતા અને આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ ફળદાયી બની શકે. તેનો ઉલ્લેખ પાંચમા અધ્યાયના છવ્વીશ અને સત્યાવીશના શ્લોકમાં કરેલ છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ધ્યાનયોગ અંગે વધુ દિશા સૂચન કરે છે.
ભગવાન પ્રથમ શ્લોકમાં કહે છે કે માત્ર કર્મ કરવાની વૃત્તિથી કર્મ કરવાનું છોડી દો, જો એમ થશે તો આપણા સઘળાં કર્મો ‘ગધ્ધા વૈતરું’ બનશે. એ કર્મમાં આપણો પ્રાણ રેડવાનો છે. આપણો ભાવ પ્રદેશ જાગૃત કરવાનો છે. તેને આપણાં મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું એક સાધન બનાવવાનું છે. આ માટે કોઇ ચોક્કસ પદ્ધતિ અપનાવી જોઇએ, આવી જે પદ્ધતિ છે તેને ભગવાન ‘ધ્યાનયોગ’ કહે છે.
ધ્યાનનું બીજુ નામ એકાગ્રતા, ભગવાન કહે છે કે જ્યાં સુધી એકાગ્રતા ન હોય ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. તમે કર્મયોગી બનો કે સંન્યાસી, પણ તેમાં આત્મસંયમ, ધ્યાન તો ચોક્કસ જોઇએ. ધ્યાન વિના કોઇ પણ કાર્ય સારી રીતે સિદ્ધ થતું નથી.