Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હવે શું જુએ છે? ખાંડનું એક પૂતળું ખાંડના બીજા પૂતળા જોડે વાત કરે છે. આમ, શુકદેવજીના ઉત્તરથી સંતુષ્ટ થઇ મહારાજા જનકે શુકદેવજીને શિષ્ય તરીકે પાસ કર્યો. શુકદેવજી સાચા સંન્યાસી જ હતા, તેથી તેમને સર્વત્ર એકસરખું જ દેખાતું હતું! એક વખત કેટલીક યુવાન સ્ત્રીઓ નગ્ન અવસ્થામાં સાગરમાં નાહી રહી હતી. ત્યારે તેમને સામેથી ‘નારાયણ નારાયણ' કરતાં નારદજીને આવતા જોયાં. આથી આ સ્ત્રીઓ ઝટપટ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધાં, નારદજી ત્યાંથી પસાર થયા પછી આ સ્ત્રીઓ ફરિ નગ્ન અવસ્થામાં સાગરમાં નાહવા પડી, આ વખતે શ્રીશુકદેવજી એ સામેથી આવતાં આ સ્ત્રીઓ જોયું, છતાં તેઓ આ અવસ્થામાં નાહવાનું ચાલું રાખ્યું, શુકદેવજી ભગવદ્ સ્મરણ કરતાં ત્યાંથી નીકળી ગયા. આ અંગેનું રહસ્ય એકવાર નારદજીએ ભગવાન વ્યાસજીને પૂછ્યું, ત્યારે વ્યાસજીએ કહ્યું – ‘તમારે કામ જરૂર નથી. પરંતું તમે સ્ત્રી, પુરુષના ભેદ જુઓ છો. આથી ક્યારેક તમારા મનમાં વાસના પ્રવેશી શકે, એવી શંકા આ સ્ત્રીઓને થતાં, તેમણે તમને જોતાં વસ્ત્રો પહેરી લીધાં. જ્યારે શુકદેવજી તો સમગ્ર સૃષ્ટિ સમાન લાગે છે. તેમના માટે સ્ત્રી, પુરુષએ તો માટીના પૂતળા સમાન છે. તેથી આ સ્ત્રીઓને શુકદેવજી તરફથી કોઇ ભય ન લાગ્યો. એટલે તેમને શુકદેવજી આવતા હતા ત્યાં નગ્નઅવસ્થામાં નાહવાનું ચાલુ રાખ્યું. કર્મયોગ સાંખ્યયોગ કરતાં શ્રેષ્ઠ હોવા છતાં આ બંન્ને પરમાત્માનાં પ્રાણીનાં માર્ગો છે. સંન્યાસીઓએ એમ ન માનવું જોઇએ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કે જેઓ સંસારમાં રહીને જગતના કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે તેઓ ઇશ્વરની ભક્તિ કરતા નથી. તેવી જ રીતે બાળકો અને પત્નીની ખાતર સંસારમાં રહેનાર ગૃહસ્થ પણ સંન્યાસીને નકામો અને રખડુ ન ગણી કાઢવો, સૌ પોતપોતાને સ્થાને મહાન છે. જે પુરુષ સાંખ્યયોગ અને કર્મયોગ તત્ત્વને સારી રીતે સમજ્યા છે. તેઓ જ સાચા બુદ્ધિમાન છે. તેઓ આ બંન્નેને અલગ અલગ ફળવાળા ગણાતા નથી. સાધનો અલગ છે. પરંતું પરિણામ તો એક જ છે. ભગવાન કહે છે. સંન્યાસ વાળા કર્મયોગ છે. એટલે કે કર્મયોગ વિના સંન્યાસ સિદ્ધ થવો કઠિન છે. સંન્યાસનું લક્ષ્ય પરમાત્મતત્ત્વને અનુભવ કરવાનું હોય છે. પરંતુ જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી પરમાત્મતત્વની અનુભવની વાત જ શી. રાગને દૂર કરવાનો સુગમ ઉપાય છે. કર્મયોગનું અનુષ્ઠાન કરવું. કર્મયોગમાં પ્રત્યેક ક્રિયાઓ બીજાઓના હિતને માટે કરવામાં આવે છે. બીજાના હિત માટેની પ્રવૃત્તિ હોવાને કારણે રાગ આપમેળે દૂર થાય છે. આમ રાગને દૂર કરવા માટે કર્મયોગનું સાધન જરૂરી છે. કર્મયોગના સાધનવિના સાંખ્યયોગસિદ્ધ કરવો કઠિન છે. સાંખ્યયોગી પાત્રતા કેળવવા માટેની પાઠશાળા એટલે કર્મયોગ. આ જ રીતે અહીં સાંખ્યયોગનું સાધન કર્મયોગ છે. પરંતું ભગવાન સાધનથી વિશેષ કર્મયોગના સાધ્યના કાર્યને મહત્ત્વ આપે છે. કારણ કે કર્મો કરતા રહીને, પણ કર્મો સાથે કોઇ પ્રકારનો સંબંધ ન રાખવો એ જ સંન્યાસ છે. આથી સાંખ્યયોગ અને કર્મયોગ ધ્યેય નિષ્ઠાની દૃષ્ટિએ સમાન છે. તે દૃષ્ટિએ આ બે વચ્ચે કોઈ ભેદ નથી. બંન્નેનું લક્ષ્ય “આત્મનો મોક્ષાર્થ જગહિતાર્થ ચી' આત્માની મુક્તિ જગતના કલ્યાણ અર્થે છે. બંન્ને એ જનહિતાર્થે સતત ચિંતન મય રહેવું 52

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116