________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક વડીલ ભાઇને પાકશાસ્ત્રનું બિલકુલ જ્ઞાન નહિં, એકદિવસ તેની પત્નિ થોડાક દિવસ માટે બહાર ગામ ગઇ, બહાર જમવાની કોઇ સગવડ નહિં. તેથી આ વડિલ ભાઇએ વિચાર્યું કે બધા કહે છે કે દાળ અને ચોખાને બાફી નાખ્યા એટલે ખીચડી તૈયાર, તો લાવને આજે હું ખીચડી બનાવું. તેને એક તપેલીમાં ચોખા બાફિયા, બીજી તપેલીમાં દાળ બફી, થોડીવારમાં તેનો એક મિત્ર તેને મળવા આવ્યો. તેને જોયું કે બે અલગ અલગ તપેલીમાં ચોખા અને દાળ બફાય છે. તેથી તેને જિજ્ઞાસાથી પૂછ્યું - ‘દોસ્ત શું બનાવે છે?” પેલા વડીલ ભાઇએ કહ્યું, કેમ ખીચડી બનાવું છું. પેલા મિત્રે તેને કહ્યું : “ઓ મૂર્ખ ખીચડી આ રીતે બને ખરી? ખીચડી બનાવવા માટે દાળ ચોખાને ભેગા બાફવા પડે.”
- સાંખ્યયોગ (સંન્યાસ)નું પણ આવે છે. સાંખ્યયોગ માટે કર્મયોગને અલગ પાડવાની કોઇ જરૂર નથી. સાંખ્યયોગ માટે કર્મનો ક્યારે ત્યાગ કરવાનો નથી.
સંન્યાસની સફળતાનો આધાર વિવેકપૂર્વક વિચાર છે. સંન્યાસમાં તો સંસાર પ્રત્યે રાગ દ્વેષ કેળવીને પરમાત્માની પર દૃષ્ટિ કેળવવાની છે. આ તો નાક બંધને શ્વાસ લેવા જેવી વાત થઇ. રાગ દ્વેષ દૂર કર્યા વગર સંસાર પ્રત્યે અભાવ પેદા કરવો કઠિન છે. માનવમાત્રમાં કર્મ કરવાનો રાગ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. જેને માત્ર કર્મથી દૂર કરી શકાય, જેમ કાંટો કાંટાને કાઢે, તેમ કર્મનો રાગ કર્મયોગથી નીકળી શકે, કર્તવ્ય કર્મ કરીને કર્મમાંથી સદાય રાગ દ્વેષ દૂર કરવાની કળા એટલે કર્મયોગ. આથી ભગવાન કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બંન્ને કલ્યાણના માર્ગો છે. પરંતું તેમાં કર્મયોગ શ્રેષ્ઠ છે. કારણ કે સાચા કર્મયોગીને કોઇ પણ પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિ, સિદ્ધાંત વગેરેમાં કોઇ પણ પ્રકારની દ્વેષભાવના હોતી નથી. તેને બધા પ્રત્યે સમષ્ટિ હોય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૯૫ જે આ બધામાં ઈશ્વર જોવે છે. આથી તેને કોઇ પ્રત્યે અભાવની કે જુદાઇની ભાવના હોતી નથી. આવા કર્મયોગીને ભગવાન સંસારમાં રહેતો હોવા છતાં તેને સંન્યાસી ગણે છે.
શ્રીશુકદેવજી જ્ઞાની હતા. પરંતુ તેમને જ્ઞાનનું તાત્પર્ય સમજવા, તેમના પિતા વ્યાસજીએ તેમને જનક પાસે મોકલ્યા.
શ્રી શકદેવજી નીકળ્યા જનક રાજાને મળવા. આવતા આવતા નગરો જોતાં ચાલ્યા જતા હતા. એમ કરીને મહારાજા જનકે મહેલમાં ત્રીજા માળે દીવાનખાનામાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા.
મહારાજા શ્રી શુકદેવજીને આવતા વેંત પૂછવું – “કેમ આવ્યો?”
શ્રી શુકદેવજીએ કહ્યું – ‘જ્ઞાન માટે.” જનકમહારાજે ફરી પૂછ્યું કોણે મોકલ્યો? ઉત્તર આપ્યો. પિતા વ્યાસે.
ક્યાંથી આવ્યો? ઉત્તર મળ્યો આશ્રમમાંથી. ‘આશ્રમમાંથી અહીં આવતાં બજારમાં શું શું જોયું?”
જ્યાં ને ત્યાં બસ એક જ ખાંડની મીઠાઇ ગોઠવી રાખેલી જોવા મળી.”
બીજું શું જોયું?” બોલતાં ને ચાલતાં ખાંડનાં પૂતળાં દીઠા.
પછી આગળ શું?” ખાંડનાં કઠણ પગથિયાં ચડી અહીં આવ્યો.
‘આગળ શું?” ખાંડનાં ચિત્રો અહીં પણ બધે જોયાં.