________________
૧૦૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરતાં જો સેવાની ક્રિયા થયા કરે અને મન બીજે ભટક્યા કરે તો તેને સેવા કેવી રીતે કહેવાય? આથી પ્રભુકૃપાથી મને જે સ્ફુરણા થઇ, તે મેં કહી તેમાં ખોટું ક્યાં છે?
કોઇ પણ ક્રિયા કે કાર્યમાં મનની એકાગ્રતા હોવી જોઇએ. મન જ્યારે એક જ વિષયને પકડી રાખે તેને ધ્યાન કહેવામાં આવે છે. પરંતુ વિષયમાં આસક્તિવાળી ઇન્દ્રિયોની વૃત્તિ કોઇ પણ વિષયમાં તરત જ ચોટી જાય છે. આપણે આપણે ઘણા યોગીઓ, સાધુ સંતોના ચરિત્રો જોયાં છે. તેમને દેહ દમન અને મન દમન કર્યું. પણ કોઇ સુંદર સ્ત્રીને જોતાં તેમનું કચડાયેલું મન અને ઇન્દ્રિયો અનેક ગણા વેગથી ઉછાળો મારવા લાગશે. તેઓ ગમે તેટલા સમર્થ યોગી સંત હશે તો પણ તેમનું ચિત્ત ભ્રમ થશે. પણ જેને વિષયમાં આસક્તિ નથી તેને વિષયમાં જોડો પણ તરત જ પાછુ વળી જશે.
ભગવાન બુદ્ધના સમયની વૈશાલીનગરીમાં એક પ્રસિદ્ધ સૌંદર્યવાન આમ્રપાલી નામે નર્તકી રહેતી હતી. એના રૂપને પોતાનું કરવા ઘણા યુવાનો તલસતા હતા.
આવી નૃત્યાંગનાના આવાસ તરફ એક નવયુવાન સાધુ જઇ રહ્યો હતો. તેને રોકતા એક નગરજને કહ્યું : ‘અરે સાધુ! ત્યાં ન જઇશ. ત્યાં તારું સાધુત્ત્વ નષ્ટ થશે, તારી તપસિદ્ધિને નષ્ટ કરવા મેનકા સજ્જ થઇને બેઠી છે. જો તારું હિત ઇચ્છતો હોય, તો પાછો વળ!’
આમ છતાં આ સાધુ મક્કમ ડગ માંડતો, નૃત્યાંગનાના આવાસ તરફ ગયો. પોતાને આંગણે સાધુને આવેલો જોઇ, આમ્રપાલીને આશ્ચર્ય થયું. તેને સાધુને કહ્યું પણ ખરું, આ તો નર્તકીનો આવાસ છે. મહારાજ તમારી કંઇ ભૂલ થઇ લાગે છે.
56
૧૦૫
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
ના, મારી કંઇ ભૂલ નથી. આમ્રપાલી, તને ઓળખું છું. એટલે સ્વયં અહીં આવ્યો છું.
તો પછી અહીં આવવાનું પ્રયોજન જણાવશો. મહારાજ? મેં સાંભળ્યું છે કે જગતની અદ્ભૂત આશ્ચર્યકારક ચીજનો અહીં સમન્વય છે, જે મારે જોવી છે.
શું સાધુને હજુ પણ એ મોહ રહી ગયો છે?
ના, મને કોઈ મોહ નથી, પરંતું એથીયે વધુ અદ્ભૂત આશ્ચર્યકારક ચીજ મારે તમને બતાવવી છે.
આમ્રપાલીએ કહ્યું – ‘આ બાબતમાં કોણ કોણે માત કરે છે? એ જાણવું હોય, તો લગાવો શરત.’
સાધુએ કહ્યું – ‘લાગી શરત, જો હું હાર્યો તો આ ગેરુઆ રંગનાં કપડાં ફેંકી દઇશ. અને જો તમે હાર્યો તો?’
આમ્રપાલીએ ઉત્તર આપ્યો – જો હું હારીશ તો તમે કહેશો તેમ કરવા તૈયાર થઇશ.’
આમ્રપાલીએ સાધુને મોહવશ કરવા ઘણા પૈતરા રચ્યા. પરંતુ સાધુ જરા પણ ચલિત ન થયો. આખરે છેલ્લા દાવ તરીકે જાણે કોઇ ઋષિનું તપોભંગ કરવા સ્વર્ગથી દેવાંગના ન આવી હોય, એવું રૂપ ધર્યું અને માદક નૃત્ય કર્યું.
છતાં આ સાધુ સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહ્યાં, એમના ચહેરા પર તેની કશી જ અસર દેખાતી ન હતી.
આથી ગુસ્સામાં આવીને આમ્રપાલીએ બધા અંગ વસ્ત્રો કાઢી નાંખ્યા ને કહ્યું – “લે જો, આ મારો દેહ, જેને જોવા માટે રાજવીના