________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
અધ્યાય : ૫ ચોથા અધ્યાયમાં ભગવાને કર્મ અને જ્ઞાનયોગની પ્રચલિત પ્રણાલીની ચર્ચા અર્જુન સમક્ષ કરીને, અર્જુનને પોતાની કર્તવ્ય નિષ્ઠા કેળવીને યુદ્ધ કરવા માટે આહવાન આપે છે. આમ છતાં અર્જુન કોઇ નિર્ણય લઇ શકતો નથી. આ બન્નેમાંથી ક્યું સાધન શ્રેષ્ઠ છે. તેના નિર્ણય ભગવાન પાસે કરાવવાના ઉદ્દેશ્યથી અર્જુન કહે છે: “હે કૃષ્ણ, થોડીવાર પહેલાં તમે એ કહો છો કે કર્મ, અને થોડીવાર પછી આપ એમ કહો છો કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. તો મારા માટે આ બે માંથી શું શ્રેષ્ઠ છે? તેનો ખુલાસો કરો.’
અર્જુનના મનમાં વિશ્વકલ્યાણની ભાવના હતી, તેથીતે પોતાના માધ્યમ દ્વારા વિશ્વકલ્યાણ થાય તે માટે તેઓ વારંવાર ભગવાનની સામે શ્રેયવિષયક જિજ્ઞાસા રાખી પ્રશ્નો પૂછે છે, આજે સામી વ્યક્તિને મૂંઝવવા માટે પ્રશ્નોનો મારો ચલાવે છે. આવી વ્યક્તિમાં જિજ્ઞાસા કરતાં આક્રમતા વધુ જોવા મળે છે. જે જિજ્ઞાસા સહ પ્રશ્નો પૂછે છે. તે સાચા જ્ઞાનનો અધિકારી છે.
અર્જુન જેવી પરિસ્થિતિ લગભગ આપણા બધાની જ છે. અર્જુનને સંશય થયો કે કર્મ સારાં કે જ્ઞાન સારૂ, કર્મ સંન્યાસી થવું સારૂ કે કર્મયોગી થવું સારૂ. કર્મ સંન્યાસ એટલે નિવૃત્તિ અને કર્મયોગ એટલે પ્રવૃત્તિ, આ બે માંથી ક્યો માર્ગ શ્રેષ્ઠ છે?
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
એક ગુરુને બે શિષ્ય, આમ તો બંન્ને સંસારી, એક દિવસ એક શિષ્ય ગુરુની પાસે આવીને કહે: ‘ભગવાનની પ્રાપ્તિ માટે શું મારે સંન્યાસ લેવો જરૂરી છે?” ગુરુએ કહ્યું: ‘હા! સંસારથી અલિપ્ત રહેતા સંસારનો રાગ દ્વેષ રહેતો નથી તેથી તેને ભગવાન જરૂર મળે છે.’
થોડાક દિવસ પછી બીજો શિષ્ય ગુરુ પાસે આવ્યો, તેને પણ ગુરુને પૂછ્યું: ‘ભગવાનની પ્રાપ્તિ માટે સંન્યાસ લેવો જરૂરી છે ખરો?’ ગુરુએ કહ્યું – “ના, સંન્યાસ લીધા સિવાય વિના, સંસારમાં રહીને પણ સંસારની પ્રત્યેક વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ હટાવીને, ભગવભાવ કેળવીને પણ ભગવાનની પ્રાપ્તી થાય છે.”
એક દિવસ આ બંન્ને શિષ્યો ભેગા થઇ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા ‘ગુરુએ મને સંન્યાસ લેવાનું કહ્યું છે. બીજા શિષ્ય કહ્યું : ‘ગુરુએ મને સંન્યાસ લીધા વિના ગૃહસ્થ ધર્મ બજાવીને ભગવ પ્રાપ્તી થઇ શકે છે. તેવું કહ્યું.' આ બંન્ને મુંઝાયા. તેથી ગુરુ પાસે ખુલાસો મેળવવા ગુરુ પાસે ગયા, ત્યારે કહ્યું – ‘તમે બંન્ને સાચા છો, તમારી બંન્ને જેમાં યોગ્યતા છે તે પ્રમાણે મેં તમને બે અલગ અલગ માર્ગો બતાવ્યા છે.'
અર્જુનની મૂંઝવણનો ઉત્તર આપતા ભગવાન કહે છેઃ સંન્યાસ નો અર્થ કર્મચાગ નહિં, પરંતુ જેને કર્મ કરવા છતાં જેને કર્મફળની આસક્તિ નથી તેથી સાચો સંન્યાસી કહેવાય, ખરેખર આ બંન્ને બાબતો જુદી નથી. જ્ઞાન અને કર્મને જુદુ કહેનારા તો અજ્ઞાની છે. ખરેખર તો સંન્યાસ દ્વારા પ્રત્યેક મનુષ્ય જે તે વર્ણ, આશ્રમ, સંપ્રદાયમાં રહીને પણ સ્વતંત્રતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કર્મનો ત્યાગ કરીને કોઇ જ્ઞાની થઇ શકતો નથી. સંન્યાસ અને કર્મયોગ એક સિક્કાની બે બાજુ છે.
50