________________
૮૯
૮૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તમામ ન્યાયધીશ નિર્દોષ છૂટ્યા, ત્યારે આ સત્યવાદી ન્યાયધીશે ગર્વભેર કહ્યું કે મારી આપણી વચ્ચે થએલ ખાનગી વાતચીતનો ટે કરેલ કેસેટ છે. પરંતુ માનવતાના ધોરણે મેં એ કેસેટને પુરાવા માટે રજુ કરી નહિં, હાલૌકિક અદાલતમાં મારી હાર થઇ. પરંતું આત્માની અદાલતમાં મારો વિજય થયો.
આમ આ સત્યવાદી ન્યાયધીશને આત્મબળનો પ્રકાશ સત્યનું જ્ઞાન આપે છે. આવા ઘણા કિસ્સામાં જ્ઞાનની પ્રાપ્તી આત્મબળ છે.
શાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિનાં આઠ અંતરંગ સાધનો બતાવ્યા છે. જેનાં (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) શમ, (૪) મુમુક્ષુતા, (૫) શ્રવણ, (૬) મનન, (૭) આત્મપરિક્ષણ, (૮) તત્ત્વપદાર્થ સંશોધન.
ગીતાજીએ જ્ઞાનપ્રાપ્તિ માટેના રીતસરના નિયમો બતાવ્યા છે. જ્ઞાન વાંચ્છુઓએ તત્ત્વદર્શી જ્ઞાની મહાપુરુષની પાસે જઈને સાષ્ટાંગ પ્રણામ કરી, તેમની સેવા કરીને,વિનય, વિનમ્રતા સહ પ્રશ્નો પૂછવાથી તેમની પાસેથી તત્ત્વષ્ટિથી ભરેલું જ્ઞાન મળશે.
જ્ઞાન પ્રાપ્તી માટેની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ આગળના ત્રણ શ્લોકમાં પાંત્રીસથી આડત્રીસ સુધી જ્ઞાનનું માહાભ્ય પ્રગટ કરતાં કહે છે. (૧) જ્ઞાની પ્રાપ્તીથી સંસારનો મોહ દૂર થાય છે અને સૃષ્ટિના પ્રત્યેક
જીવ પ્રતિ સમદ્રષ્ટિ પ્રાપ્ત છે જેથી આત્મા સતત આનંદમાં રહે છે. અને પ્રભુ પ્રાપ્તિ સુલભ બને છે. કાલિદાસ, વાલ્મિકિ વગેરેની જેમ જ્ઞાન પ્રાપ્તી થતાં પૂર્વના બધા જ પાપો નાશ પામે છે અને નવજીવન મળે છે. જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ લાકડાંને બાળે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મ કરે છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
- જ્ઞાનથી સર્વોત્તમ કોઈ નથી, જ્ઞાનથી આત્માનો આનંદ અને પરમતત્ત્વની પ્રાપ્તી સુલભ બને છે. જ્ઞાન મેળવવાની પદ્ધતિમાં નમસ્કાર, સેવા અને પરિપ્રશ્ન આવશ્યકતાની છે. આ ઉપરાંત એક ચોથું પરિબળ શ્રદ્ધાની એટલી આવશ્યક્તા છે. જો જ્ઞાન વાંચ્છમાં શ્રદ્ધા ન હોય તો તો પણ જ્ઞાન ન મળે.
શ્રદ્ધાએ જીવનનું ભાથું છે. શ્રદ્ધાના બળથી અશક્યને શક્યમાં ફેરવી શકાય છે. જ્ઞાન પ્રાપ્તી માટે ત્રણ શ્રદ્ધા અવશ્ય જોઇએ. એક આત્મશ્રદ્ધા બીજી ઇશશ્રદ્ધા અને ત્રીજી ગુરુ શ્રદ્ધા. જેનામાં આ ત્રણ શ્રદ્ધા ન હોય, એ ગમે તેટલી જગ્યાએ ફરે, પણ હતા એવા ને એવા રહે. એમાં કંઇ ફેર ન પડે. જીવનની સફળતાનું પહેલું રહસ્ય આત્મશ્રદ્ધા છે. આપણે આપણી જાત ઉપરનો વિશ્વાસ એ મોટામાં મોટી મદદ છે. જીવનમાં કોઇ પણ પ્રેરક બળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધા છે.
મહાભારત યુગની આ વાત છે. પાંડવો વનવાસમાં હતા. ત્યારે એક દિવસ પાંચમાંથી ચાર નાના ભાઇઓ મોટાભાઇ યુધિષ્ઠિરથી છૂટા પડ્યા. યુધિષ્ઠિર પોતાના આ ચાર ભાઇઓની શોધમાં નીકળ્યા છે. એક સરોવરના કિનારે આવીને જુએ છે તો ચારભાઇઓનાં શબ. કશુંક અઘટિત બની ગયાનો વહેમ પડી ગયો. કિનારે અદ્રશ્ય રહેલા યક્ષે યુધિષ્ઠિરને કહ્યું: ‘મારી રજા વગર પાણી નહિ પી શકાય.”
તો આજ્ઞા આપવા વિનંતી છે. યુધિષ્ઠિરે વિનમ્રતાથી કહ્યું. મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર આજ્ઞા નહિ મળે.' તો પ્રશ્નો પૂછો. આવડશે એવા ઉત્તરો આપીશ.”
(૩)
A8