________________
૮૫
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કર્મયોગને યજ્ઞાત્મક કર્મો બનાવવાના છે. યજ્ઞાત્મક કર્મએ કર્મમાં સકમ જોવાનો પ્રકાર છે. આગળ ઉપર આપણે જોયું તેમ ઇશ્વર માટે “જીવનની આહુતિ આપીને થતાં કર્મો એટલે યજ્ઞાત્મક કર્મ, આ યજ્ઞાત્મક કર્મ. આ યજ્ઞાત્મક કર્મમાં આપણે સત્કર્મના કર્તા અને ભોક્તા બનવાનું નથી. જીવનભર જે કંઇ સારા કર્મો કરીએ, તે પ્રભુને અર્પણ કરી દેવાથી, કર્મનું બંધન નડતું નથી. જે યજ્ઞને માટે કર્મો નથી કરતો અર્થાત્ પોતાને માટે કામ કરે છે, તે કર્મો વડે બંધાઇ જાય છે. યશાત્મક કમે એક વ્યક્તિ દ્વારા થયેલા સામૂહિક હિતનું કર્મ છે. આથી યજ્ઞાત્મક કર્મ કરવા સમૂહ જીવન જીવવું પડશે. કારણ કે વ્યક્તિ સમૂહજીવનનો ભાગ છે. વ્યક્તિઓની સંગઠનાત્મક તાકાત એ સમાજની કે રાષ્ટ્રની તાકાત છે. આથી વ્યક્તિને નજરમાં રાખીને કર્મો કરવાના છે.
- એક તોફાને છોકરાને પ્રવૃત્ત રાખવા માટે કામમાં રોકાયેલા એના પિતાએ ભારતના નકશાના ટુકડાઓ આપી કહ્યું “આમાંથી તું ભારતનો નકશો પાછો બનાવી દે.પિતાએ વિચાર્યું કે છોકરાને ભૂગોળનું કંઈ જ્ઞાન તો છે નહિં, એટલે આખો નકશો તૈયાર કરવા તે આખો દિવસ રોકાયેલો રહેશે. જેથી તે તેના કામમાં દખલ નહીં કરે, પરંતું છોકરો થોડીવારમાં નકશો તૈયાર કરીને પાછો આવ્યો અને બોલ્યો લો આ આખો ભારતનો નકશો તૈયાર!” પિતાએ આશ્ચર્યથી પૂછ્યું બેટા, ઓટલો જલ્દી નકશો કેવી રીતે બની ગયો. ત્યારે તેના જવાબમાં છોકરાએ કહ્યું – “હું નકશાના જુદા જુદા ભાગોને જોડતો હતો. ત્યારે અચાનક મારી નજર નકશાના પાછળના ભાગમાં પડી પાછળ તો મનુષ્યનું ચિત્ર હતું. પછી મેં માણસના શરીરના બધા ભાગોને બરાબર જોડી દીધા ને સંપૂર્ણ માનવ બની ગયો. તો પાછળની બાજુએ જોયું તો બારતનો સાચો નકશો તૈયાર થઇ ગયો.'
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
આમ આપણે પણ માણસને કેન્દ્રમાં રાખીને સમાજ હિતનું કાર્ય કરવાનું છે. એટલે વ્યક્તિના ઉત્થાન માટે સામાજિક ટ્રસ્ટોની આવશ્યક્તા નથી. પરંતુ આપણી નજરમાં વ્યક્તિને જે મદદની જરૂર હોય, તે વ્યક્તિગત ધોરણે પૂરી પાડવી તેમાં વધુ ડાહપણ છે. ટ્રસ્ટોમાં થતી ખેંચાખેંચ યજ્ઞાત્મક કર્મની ભાવનાને નષ્ટ કરે છે. પરંતું ક્યાં નવજાગૃતિ, નવ ઉત્થાનની જરૂર હોય ત્યારે સંગઠાત્મક તાકાતની જરૂર પડે છે. ત્યારે ટ્રસ્ટો આવશ્યક થઇ પડે છે. ત્યાં આખો સમાજ એક યજ્ઞ બની જાય, એક વેદી બની જાય અને બધા એક જ વેદીમાં પોતપોતાની આહુતિઓ આપે, ત્યારે સમાજનું સાચું સંગઠન સધાય.
અહીં મુખ્ય વાત યજ્ઞકર્તાના બધા કર્મ ‘સકર્મ' બની જવા જોઇએ. એટલે તેમાં વ્યક્તિગત આકાંક્ષા કરતાં સમાજ હિતની આકાંક્ષા વિશેષ હોવી જોઇએ. જેમ યજ્ઞ કેવળ યજ્ઞપરંપરાના રક્ષણ માટે કરવામાં આવે છે. તેમ યજ્ઞાત્મક કર્મ પણ સમાજહિત ના રક્ષણ માટે કરવામાં આવે છે.
યજ્ઞાત્મક કર્મમાં યજ્ઞ અને કર્મ એ બંન્ને પરમાત્મા સાથે સીધાં જોડાયેલા હોવા જોઇએ. ભગવાન શ્રીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો બ્રહ્માર્પણ મસ્તુ' તમે જે કોઇ યજ્ઞાત્મક કર્મ કરો, કોઇ દાન આપો, બ્રાહ્મણને દક્ષિણા આપો ત્યારે “બ્રાહ્મર્પણમ્' પ્રભુને આપું છું. તેવી ભાવના પ્રબળ હોવી જોઇએ. આ ભાવથી અર્પણ કરવાની ક્રિયા એ બ્રહ્મ છે. આથી ભગવાન શ્રીકૃષ્ણ ચોવીસમાં શ્લોકમાં કહે છે કે: ‘કર્મમાં જેની બ્રહ્મભાવના થઇ ગઇ છે. તેને માટે હોમવાનો પદાર્થ બ્રહ્મ, અગ્નિ પણ બ્રહ્મ, હોમેલું પણ બ્રહ્મ.’ આમ જેની યજ્ઞની સમગ્ર દૃષ્ટિ બ્રહ્મમય છે. તે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ થઇ ગઇ છે. તેથી તે બહ્મ સમાધિથી બ્રહ્મને પામવાનો.
46.