________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરમાત્માએ આપેલી શારિરીક શક્તિને સત્કર્મમાં વાપરો અને સત્કર્મોને પ્રભુ ચરણે અર્પણ કરી દો. આવા સત્કર્મ યજ્ઞાત્મક કર્મ બને છે. આપણી પાસે કશું જ નથી તેવો વાંઝિયાવૃત્તિ છોડી દો.
એક યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને કહેતા લાગ્યો : “હું ગરીબ છું. મારી ગરીબાઇ દૂર કરવા કંઈ ઉપાય બતાવો, સ્વામી વિવેકાનંદે કહ્યું તારી પાસે કિંમતી ચીજવસ્તુઓ છે તેનો ઉપયોગ કર. યુવાન કહે આપ કહ્યો છો. તેમાંથી કોઇ ચીજ મારી પાસે નથી. સ્વામી વિવેકાનંદ કહે ઠીક છે! તારો જમણો હાથ કાપીને મને આપ હું તને દસ હજાર રૂપિયા આપીશ. તો ડાબો હાથ કાપીને આપ તો પંદર હજાર આપીશ. યુવાન કહે બે હાથ વગર રોજિદું કાર્ય કેવી રીતે કરીશ, હું મારા બે હાથ ક્યારે પણ નહિ આપું. સ્વામી વિવેકાનંદ કહે તો પછી બે પગ આપ તો, પચ્ચીસ હજાર રૂપિયા આપીશ. યુવાન કહે બે પગ મારો આધાર સ્તંભ છે. જેનાથી હું ઊભો રહી શકશે તેથી બે પગ પણ આપી શકું તેમ નથી. સ્વામી વિવેકાનંદ કહે તો તારી બે આંખ આપીશ તો લાખ રૂપિયા આપીશ. યુવાન કહે એ પણ શક્ય નથી કારણ કે બે આંખો વડે સમગ્ર દુનિયાને અનુભવી શકું છું તે જે મારા બે અમૂલ્ય રત્નો છે.'
સ્વામી વિવેકાનંદ કહે તો તારી પાસે આટલી બધી કિંમતી વસ્તુઓ છે. બે રત્નો છે. તેમ છતાં તું એમ કેમ કહે છે હું ગરીબ છું. મારી પાસે કશું જ નથી. તારી પાસે રહેલી આ વસ્તુનો ઉપયોગ કર. આળસ અને પ્રમાદેથી કશું જ મળશે નહીં. તો જ પ્રભુની કૃપાનો ઉપયોગ કર.
આળસપ્રમાદથી કશું જ પ્રાપ્ત થતું નથી. નિવૃત્તિપરાયણ હોવા છતાં પણ કર્મયોગી કદી આળસપ્રમાદ નથી કરતો. જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ આપના વંશમાં છે. ત્યાં સુધી તેનો ઉપયોગ
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સકર્મો કરવા માટે કરવો જોઇએ. પરંતુ આનાથી વિપરિત શરીર, ઇન્દ્રિયો નબળા પડ્યાં હોય તો મનની ઉર્જાનો ઉપયોગ આત્મબળ વધારવા કરવો જોઇએ.
વિજયપુરના સ્વામી નરવર્માની રાજસભામાં અનેક રત્નો હતો. એ સભામાં શૂરચંદ્ર નામનો વણિક એ એવો શૂરવીર કે તેની શૂરવીરના આગળ ક્ષત્રિયો પણ પાણી ભરતા. એની આવી પ્રતિજ્ઞા અને શૌર્યથી તે ધીમે ધીમે અભિમાની બન્યો.
એના આ ગર્વને ગાળે એવા, શક્તિ અને સામર્થ્યથી સભર એવા મુનિનો ભેટો થયો. એ પ્રતાપી સાધુને જોતા. શૂરચન્દ્રનો ગર્વ ઓગાળી ગયો.
આ મુનિએ પ્રેમભરી વાણી ઉચ્ચારી : ‘વીરા! તારી આ અભૂત પ્રતિભા, અને શક્તિ રાજ્ય જિતાડવામાં અને રાગદ્વેષ વધારવામાં વાપરી. હવે આત્મા માટે કંઇ જ નહિ કરે?”
મુનિનું આ વચન આપણા સર્વ માટે ઉપયોગી છે. આપણી અદ્દભૂત શક્તિ મનને પ્રભુ તરફ વાળવામાં આવે તો નિવૃત્તિનો શૂન્યવલય રહેશે નહિં. એટલું પહેલા કરેલા દુષ્કર્મો પણ આપણો પીછો છોડશે. આમ નિવૃત્તિકાળમાં સાચા કર્મયોગી બની રહેવાનું છે.
કર્મયોગમાં ‘મમતા નો ત્યાગ અને જ્ઞાનયોગમાં “અહંતા’ નો ત્યાગ મુખ્ય છે. કર્મમાં મમત્વ એટલે મારા પણાનો ભાવનો ત્યાગ કરવામાં આવે તો “અહંતા' આપોઆપ દૂર થઇ જાય છે. અહંતાની સાથે મમત્વ હોય છે. અહિંતા અને મમતા એક સિક્કાની બે બાજુ છે. આથી જ્ઞાનયોગમાં પહેલા અહંતા દૂર થઇ જાય છે તેની સાથે સાથે મમતા’ પણ આપમેળે દૂર થઇ જાય છે.
45