________________
૭૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભાવથી કોઇ પાસે આવે એને હું પતિ ભાવથી મળું છું. મિત્ર ભાવથી કોઈ આવે તો એને મિત્રતાના ભાવથી મળું છું.જે પિતૃભાવથી આવે તેને હું એનો પિતા, પુત્ર ભાવથી આવે ને હું એનો પુત્ર બની જાઉં છું. તમે જેવો ભાવ રાખશો, એ ભાવથી ભગવાન તમને સામા મળશે. તમે જે સ્વરૂપે મારી ભક્તિ કરશો એ સ્વરૂપે તે સ્વરૂપે તમને મળીશ. આથી દેઢતાથી મારું શરણ સ્વીકારે.
મારી પ્રાપ્તિ સરળ અને સુગમ હોવા છતાં જીવ પોતાની આસક્તિને આધારે મારે શરણે આવે છે. જેને નિષ્કામમાં આસક્તિ હશે તેવા જીવો મારે કારણે જલ્દી આવશે. પરંતું કોઇ મેળવવાની અપેક્ષા વાળા જીવો દેવી દેવતાઓની ઉપાસના કરશે..
ભગવાન અહીં એટલે સુધી કહે છે કે હું કર્મને આધિન નથી. હું સર્વત્ર પરિપૂર્ણ અને નિત્ય છું. મારી પ્રાપ્તી સાંસરિક કામનાઓની પ્રાપ્તિનો નિયમ નથી. મારી પ્રાપ્તી કેવળ ઉત્કટ અભિલાષાથી થાય છે. આવી ઉત્કટ અભિલાષા પ્રગટ ન થવામાં કારણ સાંસારિક ભોગોની કામના જ છે.
ભગવાન અહીં એ બતાવવા માંગે છે કે હું માત્ર કર્મજન્યથી નહિ પણ કર્મયોગથી પ્રાપ્ત થાઉં છું. અર્થાતુ નિષ્કામ કર્મથી પ્રાપ્ત થાઉં છું. કર્મયોગમાં કર્મોથી અને કર્મસામગ્રીથી સંબંધ તોડવા માટે કર્મો કરવામાં આવે છે. અને પ્રભુ સાથે સંબંધ જોડાવામાં આવે છે. કર્મયોગનો અર્ધ કર્મયોગ, યોગ એટલે જાડવું કર્યદ્વારા ભગવાન સાથે જોડાઇ જાઉં તે કર્મયોગ.
- ભગવાન કહે છે હું આ સૃષ્ટિનો સર્જક છું. દરેક જીવનો એમના પૂર્વ કર્મને આધિન તેની યોગ્યતાને ધ્યાનમાં રાખીને તેનું કુળ અને વર્ણ નક્કી કરું છું.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
ભગવાનની આ વર્ણવ્યવસ્થા એ વાડાબંધી નથી, પરંતું સૃષ્ટિની રચનાનું વ્યવસ્થાતંત્ર છે. આજે મોટામાં મોટા મેનેજમેન્ટ શાસ્ત્રીઓ પણ યોગ્યતાને આધારે કાર્યવિભાજનનાં સિદ્ધાંત માને છે. સત્ત્વગુણની પ્રધાનતાથી બ્રાહ્મણોની રજોગુણની પ્રધાનતા તથા સત્ત્વગુણની ગૌણતાથી ક્ષત્રિયોની, રજોગુણની પ્રધાનતા તથા તમોગુણની ગૌણતાથી વૈશ્યોની અને તમોગુણ પ્રધાનતાથી શુદ્રોની રચના કરવામાં આવી છે.
આ વર્ણવ્યવસ્થા ખોખલી નથી. ઇશ્વરની આ અદ્દભૂત વ્યવસ્થાનો સ્વીકાર બાયોલોજી સાયન્સના જનની શાસ્ત્રીઓ (જનની એટલે જીવની ઉત્પત્તિના મૂળતત્ત્વોનો અભ્યાસ કરતાં વિદ્વાનો) દઢપણે માને છે. દરેક મનુષ્યના જનનીમાં ક્યારે સામ્ય જોવા મળતું નથી. આને કારણે દરેક મનુષ્યની વિવિધ ક્ષમતામાં વિભિન્નતા ઉદ્દભવે છે. ને વિજ્ઞાનસિદ્ધ વર્ણવ્યવસ્થા, આ જનનીના કોષો એટલે આપણી પ્રકૃતિ સ્વભાવ.
આ ચાતુવર્ણએ ભગવાનનું સ્વરૂપ છે. તેથી ગીતામાં ભગવાન ભાર દઈને કહે છે કે આ વર્ણ મારા થકી ઉત્પન્ન થયા છે. યુજુર્વેદમાં કહેવાયું છે કે બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી, ક્ષત્રિયની ઉત્પત્તિ ભગવાનના બાહુમાંથી, વૈશ્યની ઉત્પત્તિ ભગવાનના હૃદયમાંથી, શુદ્રની ઉત્પત્તિ ભગવાનના પગમાંથી, આમ આ ચારે વર્ણો એ ભગવાનના મહત્ત્વના અંગો છે. અથૉત્ સમાજના ચાર અંગો મુખ, હૃદય, હાથ અને પગ છે. એક પણ અંગોની ગેરહાજરી કલ્પના કરો, તો સમાજની શી દશા થાય છે.
કુળના જન્મ કરતાં કર્મની તાકાત ઘણી છે. રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છતાં તેના કર્મોમાં બ્રાહ્મણત્ત્વનહતું. જ્યારે વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. પણ તીવ્ર તપશ્ચર્યા કરી ઋષી પદ પામી આ જન્મે બ્રાહ્મણ બન્યા. આમ વર્ણ કુળના જન્મને આધારે નહિં, પણ કર્મને આધારે નિર્મિત થાય છે તે હકિકત સ્વીકારવી રહી.
43