________________
૭૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સ્વર્ગસ્થ લાકડાવાળાની આકૃતિ એમાંથી ઉપસી આવી અને એ જ દીનભાવે નતમસ્તકે જાણે રજા ન માગતા હોય : હું જાઉં છું. પ્રભુચરણે, ગુરુદેવ, રજા આપો' નો ભાવ મુખ પરતો એમણે નિહાળ્યો.
ખુદ મહારાજશ્રી કંઈ વિચારે એ પહેલાં નો આકૃત્તિનું વિલીનીકરણ થઇ ગયું!
કળિયુગમાં કલ્પનામાં પણ ન આવે તેવો આ અનુભવ પ્રસંગ હતો. પ્રભુની દિવ્યતાને ઓળખી સતત તેમનું સ્મરણ મનન કરવાથી જીવની ચોક્કસ ગતિ થાય છે તે અંગે ચોક્કસ કોઇ શંકાને સ્થાન નથી તે આ અનુભવ પ્રસંગ કહી જાય છે.
- દિવ્ય કર્મશીલ પરમાત્મા સાથે તાદાભ્ય થવાને કારણે મનુષ્યના કર્મમાં વેગ આવે છે. ‘જીવો પર મહાન કૃપા જ પરમાત્માનું પ્રાગટયનું કારણ છે. આ રીતે ભગવાનનાં કર્મોની દિવ્યતાને જાણવાથી આપણા કર્મો પણ દિવ્ય બની જાય છે. માત્ર નિષ્કામ કર્મો જ દિવ્યતાને પ્રાપ્ત કરે છે.'
પરમહંસ યોગાનંદ નિયમિત રીતે પ્રાર્થના કરવાનો આગ્રહ રાખતા. એમણે માઉન્ટ વોશિંગ્ટન ઉપર પહેલી વાર યોગકેન્દ્ર શરૂ કર્યું ત્યારની આ વાત છે. એ વખતે ભગવતી દયા માતા એમની પાસે તૈયાર થતાં હતાં.
એ કહેઃ હું નિષ્કામ કર્મયોગમાં માનું છું.
‘આનંદદાયક વાત છે.' યોગાનંદે કહ્યું, ‘પછી મને બહુ મુશ્કેલીઓ નડે છે.”
પોતાના ઉપર આધાર રાખવાથી નડે જ, પ્રેરણા માટે પરમાત્માના પ્રકાશ તરફ નિગાહ માંડવાથી આ પ્રશ્ન હલ જશે. આ માટે શું કરું?”
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૭૫ એનો ઉકેલ મારા જવાબમાં આવી જાય છે. અંદરની કે બહારની કોઇ પણ પરિસ્થિતિને બદલવા માટે અને પ્રશ્ન ઉકેલવા માટે પરમાત્મા તરફ જ નિગાહ માંડવી જોઇએ.
ભગવાનના જન્મ અને કર્મની પાછળ રહેલ દિવ્યતાને સારી રીતે જે સમજે તેને ફરીથી જન્મ ધરવો પડતો નથી. જન્મ અને મરણથી મુક્ત જાય છે અને એ આખરે એ જીવ પણ અંતરયામી બની જાય છે. આવા જીવની યોગ્યતા અંગે ભગવાન કહે છે : જેને સંસારમાંથી રાગ, આસક્તિ મટી ગયા છે, સંસારમાં જીવન પર કશાનો મોહ નથી. સુખ, દુઃખ કે માન અપમાન બધું જ સમાન લાગે. એવા રાગ, ભય અને ક્રોધથી મુક્ત મારું શરણું સ્વીકારે તેને હું અચૂક સ્વીકાર કરું છું.
ભગવાનની ઇચ્છા વિના ઝાડનું પાન પણ હાલતું નથી. ઝાડના પાન હાલવાનું કારણ પરમાત્મા છે. આથી ભક્ત તેમાંથી પ્રેરણા લઇને જે રીતે ઝાડના પાનની જે સ્થિતિ છે તે સ્થિતિ મારી પણ છે. જેની ઇચ્છા પ્રમાણે આખું જીવન ચાલે છે. મારું જીવનપરમાત્માની ઇચ્છાને આધિન છે. તો પછી એમાં અભિમાન શાનું?
તમે ડૉક્ટર એજીનિયર બન્યા તો એનું અભિમાન શાનું, એ તો ભગવાનની પ્રેરણાનું પરિણામ છે. તમે તમારું કર્તવ્ય કરો છો. એનું એ ફળ છે. આપણે જ્યારે ગુરુને વંદન કરીએ છીએ, ત્યારે એમના મનમાં એમ નથી થતું કે આ બધા મને પગે લાગે છે. હું કોણ! આ વંદન તો પરમાત્માને થાય છે. તેથી વલ્લભકુળમાં ભક્તોને આશીર્વાદ આપવાની પ્રથા નથી.
ઉનાળાની અસહ્ય ગરમીમાં એક ખેડૂત ખેતરમાંથી ગાડામાં અનાજની ગુણો ભરી, ગાડામાં બળદ જોડીને પોતાને ઘેર જતો હતો. આ વખતે એક કૂતરું ગાડાની નીચે છાયામાં ઊભું હતું. જ્યારે ખેડૂતે
41