________________
૭૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જ્યારે ભગવાન પોતાના જ નહિ પણ સઘળા જીવોના સઘળા જન્મ મરણને જાણે છે કારણ કે ભગવાન સર્વજ્ઞ છે. પરંતુ જીવ સર્વજ્ઞ નથી.
ભગવાન સર્વજ્ઞ કેમ છે, તેનો રહસ્યફોટ કરતાં ભગવાન કહે છે. હું અજન્મા છું એટલે કે મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. એટલું જ નહિ હું સર્વજીવોનો સ્વામી હોવાથી, જીવના કલ્યાણ માટે પ્રકૃત્તિને આધીન રહીને મારા દિવ્ય મૂળરૂપમાં પ્રગટ થાઉં છું.
‘અજોડપિ સન્નવ્યયાત્મા’ આ પદ વડે ભગવાનએ બતાવે છે કે સાધારણ મનુષ્યોની જેમ ન તો મારો જન્મ છે. અને ન મારું મરણ છે. મનુષ્યો જન્મ લે છે અને મરી જાય છે. પરંતું હું જન્મા હોવા છતાં જીવોના કલ્યાણ માટે પ્રગટ થવું છું. અને મારું કાર્ય પૂર્ણ થતાં ‘અવિનાશી” હોવા છતાં અંતર્ધાન થવું છું. જે બન્ને મારી અલૌકિક લીલાઓ છે. ભગવાન આગળ કહે છે કે “પ્રકૃતિસ્વાગધિષ્ઠાય” આ લીલાઓ પ્રકૃતિને આધીન રહીને કરવી પડે છે. સતુ, ચિંત અને આનંદ એ ભગવાનના સ્વભાવગત ગુણો છે અર્થાતુ શાશ્વતના, જ્ઞાન અને આનંદ શાશ્વતતા એ અનાદિ અને અનંતના સંદર્ભમાં એટલે પરમાત્મા આદિ અને અનંત કે જ્ઞાન એટલે સર્વજ્ઞ, આનંદ એટલે સચ્ચિદાનંદ, આમ પરમાત્મા સત, ચિત અને આનંદથી ભરપૂર દિવ્યરૂપ ધરાવે છે. તેઓ દિવ્ય એટલે ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર છે. બીજા શબ્દોમાં તેઓ સર્વોચ્ચ, સર્વના નિયંતા, સર્વશક્તિમાન અને સદાનંદ છે. અને સ્વતંત્ર છે.
શ્રી આચાર્યચરણ સમજાવે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે વેદમાં તેમને “સચ્ચિદાનંદનસ્વરૂપ’ કહ્યા છે. ઉપનિષદોએ તેમને કૃષ્ણ” કહ્યાં છે. કૃષ્ણ એટલે આનંદનું સ્વરૂપ, કૃષ્ણ રસાત્મક અને ફલાત્મક પરમ તત્ત્વ છે. કૃષ્ણ દિવ્ય છે. દિવ્ય એટલે દેવત્ત્વ, દેવત્ત્વના દશ ગુણો શ્રી આચાર્ય સમજાવે છે. (૧) કૃપા માટે ક્રિડા, (૨) ક્રિડામાં
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૭૧ રત રહેવાની વૃત્તિ, (૩) ભક્તો પર નિત્ય કૃપા દૃષ્ટિ, (૪) ભક્તોને પોતાના દિવ્ય તેજનો પરિચય કરાવી ભક્તોને લીલાનું દાન કરવું, (૫)ભક્તોના સુખ, દુઃખ હરનારા, (૬) ભક્તોને આનંદનું દાન કરનારા, (૭) ભક્તોના ભાવની વૃદ્ધિ કરનારા, (૮) ભક્તોની ઇચ્છાને પરિપૂર્ણ કરનારા, (૯) ભક્તો સાથે હંમેશા લીલામાં મગ્ન રહેનારા, (૧૦) ભક્તોની પાસે સ્વયં પધારનારા.
આમ આ દશ પ્રકારે જે પોતાની દિવ્યતા પ્રકટ કરે તે પરબ્રહ્મ પરમાત્મા, પરમાત્મા પોતાની આદિવ્યતાને ક્યારે પ્રભાવશાળી બનાવે છે. તેનો ઉલ્લેખ કરતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ભરતવંશી, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મની પુનઃસ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું.
શ્રી આચાર્યચરણ પરમાત્માના પ્રાગટ્યના બે હેતુ ટુંકમાં કહે છે. (૧) ધર્મ ના રક્ષણ માટે (૨) ભક્તોને ધર્મીસ્વરૂપનું દાન દેવા માટે શ્રીઆચાર્યચરણ દેઢપણે માને છે. પરમાત્માનું અવતાર ધારણ કરવાનું મુખ્ય પ્રયોજન તો ધર્મીસ્વરૂપનું છે. ધર્મસ્વરૂપ તો ગૌણ છે. અર્થાત્ ધર્મસ્વરૂપના કાર્યને સાકાર કરવા ધર્મસ્વરૂપનું કાર્ય કરવું પડે છે. આ ગીતાના નવમા અધ્યાયના ઓગણત્રીશના શ્લોકમાં કહે છે કે હું બધા પ્રાણીઓમાં સમભાવયુક્ત છું. તેથી હું ક્રોધનો દ્વેષ કે પક્ષપાત કરતો નથી. કારણ કે સમગ્ર જીવસૃષ્ટિ મારા અંગ સમાન છે. તો પછી દુષ્ટોનો વિનાશ કેમ કરે? ભગવાન ક્યારે પણ દુષ્ટોનો વિનાશ કરતાં નથી પરંતુ તેમનામાં રહેલી દુષ્ટવૃત્તિનો વિનાશ કરે છે. દુષ્ટોના વધતા જતાં પાપોને અટકાવવા માટે તેમનો વધ કરી તેમને મુક્તિ આપે છે. પૂતના ભગવાનનો વધ કરવાના ઇરાદાથી આવેલ છતાં ભગવાને પૂતનાનો વધ કરી મુક્તિ આપી હતી. તેથી પૂતનાના મૃત્ય શરીરને અગ્નિદાહના
39