________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સમયે મૃતદેહમાંથી મીઠી સુગંધ પ્રસરી હતી. તે જ રીતે કંસનો વધ કરી નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં સમાવેશ કર્યો. આમ દુષ્ટોનો સંહાર કરી વિશિષ્ટ કૃપા કરી તેમને કલ્યાણના માર્ગે લઇ ગયા છે.
અહીં શંકા થાય છે કે ભગવાન તો સર્વસમર્થ છે, તો દુષ્ટો કે દુષ્ટવૃત્તિ ના વિનાશ માટે તેમને અવતાર લેવાની શા માટે જરૂર છે? આ કામ તેઓ અવતાર લીધા વિના નથી કરી શકતા. એનું સમાધાન એ છે કે ભગવાન અવતાર લીધા વિના પણ અનાયાસ જ બધું કરી શકે છે. અને કરતા પણ રહે છે. પણ શ્રીમદ્ ભાગવદ્ધાં બતાવ્યા પ્રમાણે અનુગ્રહાય ભૂતાનાં માનુષ દેહમાસ્થિતઃ | ભક્ત તાદ્દશીઃ ક્રીડા યાઃ ઋત્વા તત્પરો ભવેત્' ભગવાન જીવો ઉપર વિશેષ કૃપા કરવા માટે જ પોતાને મનુષ્યરૂપમાં પ્રગટ કરે અને એવી લીલાઓ કરે છે. જેને સાંભળીને જીવ ભગવત્પરાયણ થઇ જાય.
પોતાના પરમ ભગવદ્ગીય જીવો પર વિશેષ કૃપા કરવા, તેમને પોતાની લીલાઓનું દાન કરવા ભગવાન પોતે અવતીર્ણ થાય છે. અવતાર કાળમાં ભગવાનનાં દર્શન સ્પર્શ, વગેરેથી ભવિષ્યમાં તેમની દિવ્ય લીલાઓના શ્રવણ, ચિતન મનન કરવાથી જીવનો સહજ ઉદ્ધાર થઇ જાય છે. આ રીતે લોકોમાં સદા ધર્મ જીવંત રહે છે. તેથી ભગવાન અવતાર ધારણ કરે છે.
આથી ભગવાન અર્જુનને ભાર દઈને કહે છે કે, હે અર્જુન! મારા જન્મો અને કર્મની પાછળ રહેલ દિવ્યતાની ઓળખી મારું મનન ચિંતન કરીને પોતાના કર્મો કરે, તો તેને પુર્નજન્મને પ્રાપ્ત થતો નથી. પરંતું મને પ્રાપ્ત કરે છે.
આ વાત છે આજથી બેતાલીસ વરસ પહેલાની, એટલે કે તા.૨૫-૪-૧૯૬૬ ના રોજ સ્વર્ગસ્થ શ્રીચુનીલાલ મગનલાલ મહેતા (લાકડાવાળા)ના જીવનની સત્ય ઘટનાની. તેમનું સમગ્ર જીવન
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૭૩ વ્યવસાય અને સંસારની પરોજણમાં વિત્યું, પરંતુ જીવનની પાછલી અવસ્થામાં ભગવદ્ સેવા અને ભગવદ્ સ્મરણ ચાલુ કર્યું. જ્યારે મૃત્યુશધ્યા પર સૂતા સૂતા જીવનની અંતિમક્ષણો ગણતાં હતાં ત્યારે આ ભગવદ્ કાર્ય કરવાની તેમની ઝંખના પરાકાષ્ઠાએ પહોંચી.
મૃત્યુની આગલી સવારે ઓચિંતી જ તબિયત બગડી. નાહીધોઇને પથારીમાં સૂતા, ભગવદ્ સેવા કરવાની શક્તિ ગુમાવી બેઠા અને એને કારણે જાગેલો વિષાદ વારે વારે, સેવા કરવાની બાકી છે. મારી સેવા આપો...ના શબ્દો એમની પાસે ઉચ્ચારાવ7ો હતો, થોડી વારે શ્રી યમુનાષ્ટકના પાઠો બોલવાનો પ્રયત્ન કરતાં, તો થોડીવારે શ્રી સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ ચાલવા માંડતો.
સંસારની આસક્તિ તૂટવા માંડી હતી. કારણ કે, ભગવાનની દિવ્યતાનો પરિચય કેળવવા આત્મા ઝંખી રહ્યો હતો.
આખો દિવસ એ જ પરિસ્થિતિમાં પસાર થઇ ગયો, અને મોડી સાંજે તબિયત વધુ બગડતા મુંબઇ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં પણ કોઇ સુધારો ન થયો. એમને એ રાત્રે બે વાગ્યે ફરી શ્રી યમુનાષ્ટક શરૂ કર્યો. આ સમયે તેમને અંગત કોઇ સંબંધીઓ યાદ ન આવ્યા. શ્રી યમુનાષ્ટક પૂરું થતાં જ એ ને એ જ દશામાં દેહ ત્યાગ કર્યો અર્થાતુ સૌ કોઇના સંબંધો તોડી, ભગવાન સાથે સંબંધ જોડવા ચાલી નીકળ્યા.
આમ તો આ એક સામાન્ય બનાવ લાગે, પરંતુ એ જીવને પ્રભુનું અનુસંધાન થયું છે. તેની પ્રતીતિ મોકલતો એક સંદેશો રાજકોટમાં બિરાજતા તેમના ગુરુ વલ્લભલાલજી મહારાજે મોકલ્યો. એ જ રાત્રે ત્રણ વાગે જ્યારે હોસ્પિટલમાં એમણે દેહ છોડ્યો ત્યારે એ જ પળે રાજકોટમાં આરામથી નિદ્રામાં પોઢેલા એમના ગુરુ ઓચિંતા જાગી ઊત્યા. નજર સામે વેરાયેલા અંધકારમાં તેજમૂર્તિ જેવું કશુંક દેખાયું.
40